• Gujarati News
  • National
  • In The Last Day Of The Tokyo Olympics, Aditi Remained In The Top 4, Finishing 41st In Rio.

મેડલ ચૂકી ગઈ ગોલ્ફર અદિતિ અશોક LIVE:ટોક્યો ઓલિમ્પિક્સમાં છેલ્લા દિવસે ચોથા સ્થાન પર રહી અદિતિ, 1 સ્ટ્રોકથી બ્રોન્ઝ મેડલ ચૂકી ગઈ

ટોક્યો2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતીય ગોલ્ફર અદિતિ મેડલ ચૂકી ગઈ
  • 2017માં તે ભારતની પ્રથમ મહિલા પ્રોફેશનલ ગોલ્ફર બની હતી

ભારતીય ગોલ્ફર અદિતિ અશોક શનિવારે ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ ચૂકી ગઇ. તે 1 સ્ટ્રોકથી મેડલ ચૂકી ગઇ હતી. તેની પાસે એક મોટી તક હતી. કુલ 4 દિવસમાં થનાર 4 રાઉન્ડમાંથી 3 રાઉન્ડ સુધી તે બીજા સ્થાને રહી હતી. શનિવારે, ચોથા દિવસે એટલે કે અંતિમ રાઉન્ડ અદિતિ માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહ્યો હતો.

17માં હોલમાં, ન્યૂઝીલેન્ડની લિડિયા કો એ બર્ડી લગાવીને ફરી અદિતિને પાછળ છોડી દીધી હતી. અદિતિ માત્ર થોડા સેન્ટીમીટરથી જ બર્ડિ ચૂકી ગઈ હતી અને હવે તે ચોથા સ્થાન પર રહી છે. જ્યારે લિડિયોએ લીડ મેળવતા ત્રીજું સ્થાન જાળવી રાખ્યું. જાપાનની ઈનામી મોને પ્રથમ અને અમેરિકાની નેલી કોર્દા બીજા ક્રમે રહી હતી.

18માં હોલ પર, અદિતિ પાસે બર્ડી બનાવીને મેડલ જીતવાની તક હતી, કારણ કે ન્યૂઝીલેન્ડની લિડિયા કો એ પણ બર્ડીની તક ગુમાવી હતી. જો અદિતિ એક સ્ટ્રોકમાં બોલને હોલમાં નાંખી દેત તો મેડલ તેના ખોળામાં હોત, પરંતુ આવું બન્યું નહીં.

ત્રીજા રાઉન્ડ બાદ તે બીજા સ્થાને રહી છે. આજે સવારે જ્યારે તેણે મેડલ માટે પોતાના અભિયાનની શરૂઆત કરી ત્યારે સારી રહી ન હતી. ચોથા હૉલ બાદ તે ત્રીજા સ્થાને ધકેલાઇ હતી. ન્યૂઝીલેન્ડની લિડિયાએ સતત ત્રીજી બોગી સાથે સિલ્વર મેડલ જીતવાની સ્થિતિમાં પહોંચી હતી. જ્યારે તેની પ્રથમ બર્ડી બનાવ્યા પછી અદિતિ ફરી એકવાર ન્યૂઝીલેન્ડની લિડિયા સાથે બે નંબરે પહોંચી ગઈ છે. અમેરિકાની નેલી કોર્દા પ્રથમ નંબરે યથાવત્ રહી.

જ્યારે છેલ્લા રાઉન્ડ પછી તે ફરીથી લિડિયા અને ડેનમાર્કની ક્રિસ્ટીન પેડરસન સાથે સંયુક્ત બીજા સ્થાને પહોંચી ગઈ, પરંતુ આ સ્થિતિ લાંબા સમય સુધી યથાવત્ ન જાળવી શકી અને ફરી તે ત્રીજા નંબરે સરકી ગઈ. અમેરિકાની નેલી કોર્દા અને ડેનમાર્કની ક્રિસ્ટીન તેની આગળ રહી અને ન્યૂઝીલેન્ડની લિડિયા તેને સતત ટક્કર આપતી રહી. ચોથા રાઉન્ડના 12 હોલ થયા બાદ ફરી એક વખત અદિતિ ત્રીજા નંબર પર રહી છે.

પ્રથમ વખત નંબર વન પર પહોંચી
અદિતિએ ન્યૂઝીલેન્ડની લિડિયા સાથે બીજો ક્રમ જાળવી રાખવા માટે બીજી બર્ડી બનાવી હતી. ત્યાર બાદ તે અમેરિકાના કોર્દા સાથે પ્રથમ વખત આ ટૂર્નામેન્ટમાં નંબર વન પર પહોંચી ગઈ. જોકે તે લાંબા સમય સુધી કોર્દા સાથે પ્રથમ સ્થાને ન રહી શકી અને ત્રીજા સ્થાને સરકી ગઈ હતી.

અદિતિએ 2016 રિયો ઓલિમ્પિકમાં પણ ભાગ લીધો હતો, ત્યારે તે 41મા ક્રમે રહી હતી.

અમેરિકન ગોલ્ફર હજુ પણ પ્રથમ સ્થાન પર
અમેરિકાની નેલી કોર્દા હાલમાં પ્રથમ સ્થાને ચાલી રહી છે. તેનો સ્કોર 198 છે. ગોલ્ફમાં ઓછો સ્કોર સારો હોય છે. ન્યૂઝીલેન્ડની લિડિયા અન્ય ચાર ખેલાડી સાથે સંયુક્ત ત્રીજા સ્થાને છે. તેનો સ્કોર 203 છે.

અદિતિ અને લિડિયા બંને 15 અંડર 261 સ્કોર સાથે ત્રીજા નંબર માટે ટાઈડ છે. વરસાદને કારણે રમતને અટકાવવામાં આવી છે.

જાણો કઈ રીતે હોય છે ગોલ્ફ્નું સ્કોરિંગ

  • એક સ્ટાન્ડર્ડ ગોલ્ફ કોર્સ પર કુલ 9 હૉલ હોય છે. ગોલ્ફર એક દિવસમાં પ્રથમ હોલથી 9મા હોલ સુધી જાય છે. પછી 9મા હોલથી પ્રથમ હોલ સુધી આવે છે. આ રીતે એક ગોલ્ફર એક દિવસમાં 18 હોલ માટે રમે છે.
  • દરેક હોલમાં બોલ ફેંકવા માટે પહેલેથી નક્કી કરેલા શોટની સંખ્યા હોય છે. ખેલાડીઓના પ્રયાસ હોય છે કે ઓછામાં ઓછા શોટમાં દરેક હોલને કવર કરે.
  • જો કોઈ હોલ માટે 5 શોટ નક્કી છે અને ખેલાડી 5 શોટમાં જ એમાં બોલ નાખી દે છે તો તેણે પાર સ્કોર કહે છે. જો તે 4 શોટમાં બોલ નાખે છે તો તેને બર્ડી કહે છે. તે 5 શોટના હોલ માટે 3 શોટ જ લે છે તો તેને ઇગલ કહેવામાં આવે છે.
  • જો કોઈ ખેલાડી નિશ્ચિત શોટ કરતાં વધુ શોટમાં બોલ નાખે તો તેને બોગી કહેવામાં આવે છે. જો તે વધુ બે શોટ લે છે, તો તેને ડબલ બોગી કહે છે.
  • 18 હોલ માટે કુલ 71 શોટ નક્કી કરવામાં આવ્યા હોય છે. અદિતિએ પહેલા રાઉન્ડમાં 67, બીજા રાઉન્ડમાં 66 અને ત્રીજા રાઉન્ડમાં 68 શોટસ લીધા છે. તેનો એકંદર સ્કોર 12 અંડર 201 છે, એટલે કે તેણે નિર્ધારિત 213 શોટને બદલે માત્ર 201 શોટ લીધા છે. તેવી જ રીતે નંબર -1 પર ચાલી રહેલા કોર્દાએ માત્ર 198 શોટ લીધા છે.
અદિતિ 2017થી પ્રોફેશનલ ગોલ્ફર છે.
અદિતિ 2017થી પ્રોફેશનલ ગોલ્ફર છે.

વરસાદની આગાહી
એવું પણ માનવામાં આવે છે કે ભારતીય સમય અનુસાર શનિવારે વહેલી સવારે થનારો ચોથો રાઉન્ડ વરસાદથી વિક્ષેપિત થઈ શકે છે. વરસાદને કારણે ચોથો રાઉન્ડ રમાય નહીં તો અદિતિને સિલ્વર મળી જશે, કારણ કે અદિતિ ત્રીજા રાઉન્ડના અંતે બીજા નંબરે રહી છે.

બેંગલુરુની છે અદિતિ
અદિતિ અશોકનો જન્મ 29 માર્ચ 1998ના રોજ બેંગલુરુમાં થયો હતો. તેણે 5 વર્ષની વયે ગોલ્ફ રમવાનું શરૂ કર્યું હતું. અદિતિને પરિવારનું સંપૂર્ણ સમર્થન મળ્યું છે. સામાન્ય રીતે તેનાં માતા- કે પિતા કેડીની ભૂમિકા નિભાવે છે. ગોલ્ફમાં જે વ્યક્તિ ગોલ્ફરની કિટ બેગ સંભાળે છે તેને કેડી કહેવામાં આવે છે. અદિતિ તેની માતા સાથે ઓલિમ્પિકમાં ગઈ છે.

અદિતિ યુથ ઓલિમ્પિક રમતોમાં પણ ભાગ લઈ ચૂકી છે.
અદિતિ યુથ ઓલિમ્પિક રમતોમાં પણ ભાગ લઈ ચૂકી છે.

ઘણી મોટી સફળતા પહેલાંથી જ પ્રાપ્ત કરી ચૂકી છે
અદિતિ પ્રથમ ભારતીય મહિલા ગોલ્ફર છે, જેણે એશિયન યુથ ગેમ્સ (2013), યુથ ઓલિમ્પિક ગેમ્સ (2014), એશિયન ગેમ્સ (2014) માં ભાગ લીધો છે. તે લલ્લા આઈચા ટૂર સ્કૂલનું ટાઇટલ જીતનાર સૌથી નાની વયની ભારતીય પણ છે. આ જીતને કારણે તેણએ 2016 સીઝન માટે લેડીઝ યુરોપિયન ટૂર કાર્ડ માટે એન્ટ્રી મેળવી હતી. 2017માં તે ભારતની પ્રથમ મહિલા પ્રોફેશનલ ગોલ્ફર બની હતી.