ટોક્યો ઓલિમ્પિક્સ:ભારતીય દીકરીઓનું પ્રશંસનીય પ્રદર્શન, બેડમિન્ટમાં પીવી સિંધુ; આર્ચરીમાં દીપિકા કુમારી અને બોક્સિંગમાં પૂજા રાની જીત્યા

ટોક્યો3 મહિનો પહેલા

ભારતીય દીકરીઓએ બુધવારે ટોક્યો ઓલિમ્પિકમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. બોક્સીંગમાં પૂજા રાણી મહિલાઓની 75 કિલોગ્રામ વેઇટ કેટેગરીની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. બસ હવે તે મેડલથી માત્ર 1 જીત દૂર છે. તે જ સમયે, બેડમિંટનમાં પીવી સિંધુ અને તીરંદાજીમાં દીપિકા મહિલા સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. જોકે, મહિલા હોકી ટીમને સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે.

5મા દિવસે ઈન્ડિયાનું પ્રદર્શન

  • મહિલા હોકીઃ ગ્રેટ બ્રિટને ઈન્ડિયાને 3-0થી હરાવ્યું. ઈન્ડિયન ટીમની સતત ત્રીજી હાર.
  • બેડમિન્ટનઃ પીવી સિંધુ હોંગકોંગના નગન યી ચેઉંગને હરાવીને નોકઆઉટમાં પહોંચી હતી. બી.સાઇ.પ્રણીત નેધરલેન્ડ્સના માર્ક કૈલજોવ સામે 14-21, 14-21થી હારી ગયો. પ્રણીત ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગયો.
  • આર્ચરીઃ દીપિકા કુમારી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. પ્રવીણ જાધવ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયો. તરુણદીપ રાય પણ ટોક્યો ઓલિમ્પિકની બહાર થઈ ગયો છે.
  • બોક્સિંગઃ પૂજા રાની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. એ મેડલથી બસ એક જીત દૂર છે.
  • રોઇંગઃ ઈન્ડિયન ટીમ ફાઇનલમાં જગ્યા ન બનાવી શકી.
પૂજા રાનીએ પોતાનાથી 10 વર્ષ નાની બોક્સરને એકપણ રાઉન્ડમાં ટકવા ના દીધી.
પૂજા રાનીએ પોતાનાથી 10 વર્ષ નાની બોક્સરને એકપણ રાઉન્ડમાં ટકવા ના દીધી.

પૂજાએ 16 મેચના રાઉન્ડમાં અલ્જેરિયાના ઇચ્રાક ચાઈબને 5-0થી હરાવી હતી. જો પૂજા આગળની મેચ જીતશે તો તે મેડલ પણ જીતી શકે છે. તેની પહેલા લોવલિના બોરગોહેન પણ 69 કિલોગ્રામ વેઇટ કેટેગરીની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ચૂકી છે. આર્ચર મહિલા સિંગલ્સમાં દીપિકા કુમારી બીજા રાઉન્ડની મેચ રમી રહી છે. તે અત્યારે અમેરિકન આર્ચર્સ સામે 4-4ની બરાબરી પર છે.

વર્લ્ડ નંબર 7 ની ખેલાડી પીવી સિંધુ પૂર્વ ક્વાર્ટર ફાઇનલમાં ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટ સામે ટકરાશે. સિંધુનો બ્લિચફેલ્ટ સામે એકંદરે ઓવરઓલ સારો રેકોર્ડ છે. બંને ખેલાડીઓ વચ્ચે અત્યાર સુધી 5 મેચ થઈ છે. તેમાંથી સિંધુ 4 જીતી ગઈ છે. જો કે, વર્લ્ડ રેન્કિંગમાં 12 મા ક્રમે રહેલ ડેનિશ ખેલાડી હાલમાં તેણે તેની રમતમાં ઘણો સુધારો કર્યો છે.

સિંધુ થાઇલેન્ડ ઓપનમાં બ્લિચફેલ્ટ સામે હારી ગઈ હતી
આ વર્ષે બંને વચ્ચે થયેલી બે મુકાબલામાં 1માં સિંધુ અને 1 માં બ્લિચફેલ્ટે જીતી મેળવી હતી. 12 જાન્યુઆરીએ થાઇલેન્ડ ઓપનમાં બ્લિચફેલ્ટે સિંધુને 16-21, 26-24, 21-13થી હરાવી હતી. જો કે, 6 માર્ચે સ્વિસ ઓપનના સેમિ-ફાઇનલમાં સિંધુએ બ્લિચફેલ્ટને 22-20, 21-10થી હરાવી હતી.

તરુણદીપ રાયે પ્રથમ મેચ જીતી હતી, પણ બીજી મેચમાં તે કાયમ ન રહી શક્યો.
તરુણદીપ રાયે પ્રથમ મેચ જીતી હતી, પણ બીજી મેચમાં તે કાયમ ન રહી શક્યો.

શૂટઓફમાં હાર્યો તરુણદીપ રાય
ભારતીય તીરંદાજ તરુણદીપ રાય મેન્સ સિંગલ્સમાં મેડલની રેસમાંથી બહાર થઈ ગયો છે. તેને 16 એલિમિનેશન મેચના રાઉન્ડમાં ઇઝરાયેલના ઇટે શૈનીએ શૂટ-ઓફમાં હાર આપી હતી. ત્રણ સેટ બાદ બંને તીરંદાજ 5-5 પોઇન્ટ પર બરાબર પર હતા. શૂટઓફમાં રાયે 9 અને શૈનીએ 10 પોઇન્ટ બનાવ્યા હતા. રોયે આ પહેલાં રાઉન્ડ ઓફ 32 એલિમિનેશનના રાઉન્ડમાં યુક્રેનના ઓલેક્સિલ હનબીનને 6-4થી હરાવ્યો હતો.

મહિલા હોકીમાં ભારતને હરાવ્યા બાદ જશ્ન માનવતી બ્રિટનની ખેલાડીઓ.
મહિલા હોકીમાં ભારતને હરાવ્યા બાદ જશ્ન માનવતી બ્રિટનની ખેલાડીઓ.

મહિલા હોકી ટીમની હારમાં હેટ્રિક
ભારતની મહિલા હોકી ટીમ તેની સતત ત્રીજી મેચ હારી ગઈ છે. બુધવારે રમાયેલી મેચમાં બ્રિટને ભારતીય ટીમને 4-1થી હરાવી હતી. બ્રિટન માટે હન્નાહ માર્ટિને વધુ બે અને લીલી ઓસ્લી અને ગ્રેસ બાલ્સડને 1-1 ગોળ કર્યો હતો. ભારત તરફથી એકમાત્ર ગોલ શર્મિલા દેવીએ કર્યો. અગાઉ ભારતીય મહિલા ટીમ નેધરલેન્ડ સામે 1-5થી અને જર્મની સામે 0-2થી હારી ગઈ હતી. ભારતીય ટીમની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની હજુ આશા છે. ભારતે હજી આયર્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે રમવાનું બાકી છે.

રોઇંગમાં છઠ્ઠા સ્થાન પર રહી ઈન્ડિયન જોડી
રોઇંગનાં લાઇટવેઇટ મેન્સ ડબલ્સ સ્કલ્સમાં ઈન્ડિયાનાં અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહની જોડી સેમીફાઇનલમાં છઠ્ઠા અને અંતિમ સ્થાન પર રહી છે. ઈન્ડિયન રોઅર્સે 6 મિનિટ, 24.41 સેકન્ડનો સમય લીધો. તે પહેલા સ્થાન પર રહેલી આયર્લેન્ડની જોડીથી 19.08 સેકન્ડ પાછળ રહ્યાં હતા.