• Gujarati News
  • Sports
  • Tokyo olympics
  • Deepika Raises Questions Against Archery Association, Says Atanu And I Could Have Won Medals For The Country, Why Did They Separate Us

ઈન્ડિયન આર્ચર ક્વીન ભડકી:દીપિકાએ તીરંદાજી સંઘ સામે સવાલો ઉઠાવ્યા, કહ્યું- હું અને અતનુ દેશ માટે મેડલ જીતી શક્યાં હોત, અમને કેમ અલગ કર્યાં

4 મહિનો પહેલા
દીપિકા અને અતનુની જોડી તૂટી
  • તીરંદાજી સંઘે દીપિકા અને અતનુની જોડી તોડી, પ્રવીણ અને દીપિકાની જોડી ક્વાર્ટરમાં હારી

ટોક્યો ઓલિમ્પિક્સના તીરંદાજી ઇવેન્ટ્સમાં ઈન્ડિયન પ્લેયર્સની સ્પર્ધા સમાપ્ત થઈ ગઈ છે. અતનુ દાસ શનિવારે પુરુષોની સિંગલ્સ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જાપાનના તાકાહારુ ફુરુકાવાથી 4-6થી હારી ગયો હતો. આની પહેલાં શુક્રવારે વર્લ્ડ નંબર-1 દીપિકા કુમારી પણ ક્વાર્ટર ફાઇનલમાં સાઉથ કોરિયાની સાન અન દ્વારા પરાસ્ત થઈ ચૂકી હતી. વળી, ડબલ યુગલમાં દીપિકા અને પ્રવીણ જાધવની જોડી 24 જુલાઈએ હારી ગઈ હતી.

જોકે ટોક્યો ઓલિમ્પિક્સની શરૂઆત પહેલાં મિક્સ્ડ ડબલ્સમાં દીપિકા કુમારી અને અતનુ દાસની જોડી ફેવરિટ હતી, પરંતુ આ ઇવેન્ટનાં રેન્કિંગ રાઉન્ડમાં અતનુ દાસનો સ્કોર પ્રવીણ જાધવ કરતાં ઓછો હોવાથી તેની જોડી દીપિકા સાથે નહોતી થઈ. આ ઓલિમ્પિક ઇવેન્ટમાં જાધવે 31મો ક્રમાંક અને 35મો ક્રમાંક મેળવ્યો હતો.

પ્રવીણ અને દીપિકાની જોડી ક્વાર્ટર ફાઇનલમાં હારી.
પ્રવીણ અને દીપિકાની જોડી ક્વાર્ટર ફાઇનલમાં હારી.

દીપિકા અને અતનુની જોડી તોડી, ક્વાર્ટરમાં ટીમ હારી
ભારતીય તીરંદાજી મેનેજમેન્ટ ટીમે રેન્કિંગના આધારે આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. મેનેજમેન્ટે આ બંને જોડી વચ્ચેના તાલમેલની સાથે પેરિસ વર્લ્ડ કપના પ્રદર્શનને પણ અવગણી પ્રવીણ જાધવ અને દીપિકાની જોડી બનાવી દીધી હતી, જેને પરિણામે તેમને કોરિયા સામે ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

દીપિકાએ મેનેજમેન્ટ સામે સવાલો ઉઠાવ્યા
હવે દીપિકા કુમારીએ ભારતીય તીરંદાજી સંઘના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. તેણે કહ્યું હતું કે જો તમે મારી અને અતનુની જોડી ઓલિમ્પિકમાં ઉતારી હોત તો અમે અવશ્ય મેડલ જીતી શક્યા હોત. અતનુ સાથે મારું બોન્ડિંગ અને તાલમેલ સૌથી શ્રેષ્ઠ છે.

દીપિકા અને અતનુએ ગત વર્ષે જૂન મહિનામાં લગ્ન કર્યાં હતાં.
દીપિકા અને અતનુએ ગત વર્ષે જૂન મહિનામાં લગ્ન કર્યાં હતાં.

અમારી જોડી કેમ તોડવામાં આવી એની જાણ નથી- અતનુ
બીજી બાજુ, અતનુએ પણ મેનેજમેન્ટના નિર્ણયને પડકાર્યો હતો. તેણે કહ્યું કે મને આશા હતી કે દીપિકા સાથે રમીને હું દેશ માટે મેડલ જીતીને પરત આવ્યો હોત, પરંતુ અમારી જોડીને કેમ તોડવામાં આવી એ અંગે હજુ હું અસમંજસમાં છું. મને નથી ખબર કે આમ કેમ કરવામાં આવ્યું?

દીપિકા પતિને ચિયર કરવા પહોંચી
ગત વર્ષે જૂન મહિનામાં લગ્ન કરનારાં દીપિકા અને અતનુની જોડી ઓલિમ્પિકની એક જ સ્પર્ધામાં ભાગ લેનાર પતિ-પત્નીની પહેલી ભારતીય જોડી રહી હતી. મિક્સ્ડ ડબલ્સમાં દીપિકા પોતાના પતિને ચિયર કરવા પણ પહોંચી હતી. અતનુની મેચ જિન હયેક અને તાકાહારુ ફુરુકાવા સામે હતી ત્યારે દીપિકાએ પુરજોશમાં પતિને ચિયર કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...