તાઈજુએ સિંધુને સેમીફાઇનલમાં હરાવી:વર્લ્ડ નંબર-1 ખેલાડીએ પીવી સિંધુને ગોલ્ડ મેડલ રેસમાંથી બહાર કરી; નેટ પ્લે-લોન્ગ રેલી અને લાઇન જજમેન્ટથી ઈન્ડિયન શટલર હારી

ટોક્યો3 મહિનો પહેલા
  • પીવી સિંધુ હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે, ઈન્ડિયન બોક્સર પૂજા રાણી ક્વાર્ટર ફાઇનલમાં હારી
  • ઈન્ડિયાએ મહિલા હોકીમાં દ.આફ્રિકાને 4-3થી હરાવ્યું; વંદના હેટ-ટ્રિક કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બની
  • કમલપ્રીત કૌર ડિસ્કસ થ્રોમાં ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ

ટોક્યો ઓલિમ્પિકમાં ઈન્ડિયન બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ ચાઇનીઝ ટાઇપેની તાઈ જૂ વિરૂદ્ધ સેમીફાઇનલમાં હારી ગઈ છે. સિંધુ હવે રવિવારે સાંજે 5 વાગ્યે બ્રોન્ઝ મેડલ માટે ચીનની જિયાઓ બિંગ સામે રમશે. શનિવારે સેમીફાઇનલની પહેલી ગેમમાં એક સમયે 4 પોઇન્ટથી આગળ હોવા છતાં પીવી સિંધુ પહેલી ગેમ 21-18થી હારી ગઈ હતી. આના કારણે તાઈ જૂએ પહેલેથી જ ગેમમાં પકડ બનાવીને સિંધુને સતત બીજી ગેમમાં પણ 21-13થી હરાવી દીધી હતી.

સેમીફાઇનલમાં સિંધુની હારનાં 3 મુખ્ય કારણ

  • લોન્ગ રેલીઃ સેમીફાઇનલમાં તાઈજુએ આક્રમક શોટ્સ મારી પીવી સિંધુને થકવી દીધી હતી. ત્યારપછી એણે સતત સ્મેશ મારીને પોઇન્ટ્સ પોતાને નામ કર્યા હતા.
  • લાઇન જજમેન્ટઃ સિંધુએ લાઇન જજમેન્ટમાં ભૂલ કરીને 7 શોટ કમિટ નહોતા કર્યા અને આ તમામ શોટ કોર્ટની અંદર હોવાથી સિંધુને ભારે નુકસાન પહોંચ્યું હતું.
  • માઈન્ડ ગેમઃ તાઈજૂએ માઈન્ડ ગેમ રમીને સિંધુને કોર્ટના દરેક કોર્નરમાં શટલ ચેઝ કરવા માટે મજબૂર કરી હતી. જેના કારણે તે એક એન્ડથી બીજા એન્ડ પર સ્મેશ મારીને સરળતાથી પોઇન્ટ પણ મેળવી લેતી હતી.
પૂજા રાણી ત્રણેય રાઉન્ડમાં ચાઇનીઝ બોક્સર સામે હારી ગઈ હતી.
પૂજા રાણી ત્રણેય રાઉન્ડમાં ચાઇનીઝ બોક્સર સામે હારી ગઈ હતી.

પૂજા રાણી ક્વાર્ટર ફાઇનલમાં હારી
વળીં, ઈન્ડિયન બોક્સર પૂજા રાની ક્વાર્ટર ફાઇનલમાં ચીનની કી લી ક્વાનથી હારી ગઈ છે. ત્રીજા રાઉન્ડમાં લીને તમામ પાંચ જજોને 10-10 પોઇન્ટ આપ્યા હતા. પૂજાને પહેલા રાઉન્ડમાં પ્રત્યેક જજે 9-9 પોઇન્ટ આપ્યા. જ્યારે ત્રીજા રાઉન્ડમાં 4 જજોએ પૂજા 9-9 અને એક જજે 8 પોઇન્ટ આપ્યા હતા. આવી રીતે નંબર-1 સીડ લીએ આ બાઉટ 5-0થી પોતાને નામ કર્યું હતું.

મહિલા હોકીમાં ઈન્ડિયન ટીમ જીતી
ભારતીય મહિલા હોકી ટીમે પૂલ સ્ટેજની પોતાની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાને 4-3થી હરાવ્યું છે. એનાથી ટીમનો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાનો માર્ગ ખૂલી ગયો છે. પુલ Aમાં આયર્લેન્ડ અને ગ્રેટ બ્રિટન વચ્ચેની મેચથી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી ટીમોનો ફેંસલો થશે. ભારત તરફથી વંદના કટારિયાએ 3 ગોલ કર્યા હતા. વંદના ઓલિમ્પિક મેચમાં ગોલની હેટ-ટ્રિક ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા હોકી ખેલાડી બની છે.

પી.વી.સીંધુ v/s તાઈજુ યિંગની આજે 3.20 વાગ્યે મહત્ત્વપૂર્ણ મેચ
ટોક્યો ઓલિમ્પિકમાં આજે બેડમિન્ટનની 2 ચેમ્પિયન્સ ચીની તાઇપેની વર્લ્ડ નંબર-1 તાઈજુ યિંગ અને વર્લ્ડ નંબર-7 પીવી સિંધુ વચ્ચે બપોરે 3.20 વાગ્યે મેચ શરૂ થશે. સિંધુ આ મેચ જીતી જશે તો ઈન્ડિયા માટે સિલ્વર મેડલ પાક્કો કરવા માટે ઉતરશે.

કમલપ્રીતની 'ઓલિમ્પિકમાં કમાલ': ડિસ્કસ થ્રોમાં ઈતિહાસ સર્જવાથી માત્ર 1 પ્રતિયોગિતા દૂર, જાણો ભારતીય દીકરીના પરિશ્રમની કહાણી
ટોક્યો ઓલિમ્પિક્સના 9મા દિવસે ડિસ્કસ થ્રો કેટેગરીમાંથી ભારત માટે સારા સમાચાર આવ્યા છે. અહીં કમલપ્રીત કૌરે 64 મીટરના થ્રો સાથે ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યું છે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં માત્ર બે જ મહિલા ખેલાડી 64 મીટરનો આંકડો સ્પર્શી શકી હતી. ફાઇનલ 2 ઓગસ્ટના રોજ થશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ કમલપ્રીત કૌરેને અભિનંદન પાઠવ્યા હતા.

ઈન્ડિયા સામે દક્ષિણ આફ્રિકા પરાસ્ત
ભારતીય મહિલા ટીમે આક્રમક શરૂઆત કરી છે અને ભારતે સાઉથ આફ્રિકા સામે પહેલો ગોલ કર્યો હતો. મેચની ચોથી મિનિટમાં જ નવનીત કૌરના પાસ પર વંદના કટારિયાએ ગોલ કરીને ભારત 1-0થી આગળ થઈ ગયું હતું. આ પહેલાં ક્વાર્ટર ફાઇનલ પૂર્ણ થતાં પહેલાં સાઉથ આફ્રિકાની ટીમે ગોલ કરીને બરાબરી કરી લીધી હતી. મેચની બીજી ક્વાર્ટર ફાઈનલમાં વંદનાએ એક ગોલ કરીને ટીમને ફરીથી 2-1થી આગળ કરી દીધી.

ટોક્યો ઓલિમ્પિક્સમાં વિશ્વના નંબર-1 બોક્સર અમિત પંઘલ પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચ હારી છે. તેને કોલંબિયાના યુબેર્જેન રિવાસે 4-1થી હરાવ્યો હતો. અમિત પ્રથમ રાઉન્ડ સરળતાથી જીતી ગયો, પરંતુ બીજા અને ત્રીજા રાઉન્ડમાં પોતાનો લય જાળવી શક્યો નહીં, જ્યારે તીરંદાજીમાં પણ અતનુદાસને હારનો સામનો કરવો પડ્યો હતો. તેને જાપાનના તાકાહરુ ફુરુકાવાએ 6-4થી હરાવ્યો હતો.

વર્લ્ડ નંબર-1 બોક્સર પંઘલ વિનિંગ પંચ મારતા ચૂક્યો
અતનુએ પહેલી શ્રેણી 27-25થી હારી. અતનુએ 9, 8, 8 અંક બનાવ્યા. બીજી શ્રેણીમાં બંને વચ્ચેની મેચ 28-28થી બરાબરી પર રહી હતી. અતનુએ બીજી શ્રેણીમાં 10, 9, 9 પોઇન્ટ મેળવ્યા હતા. અતનુએ ત્રીજી શ્રેણી 28-27થી જીત મેળવી. આ પછી ચોથો સેટ 28-28થી બરાબરી પર રહ્યો હતો. અતનુ છેલ્લા સેટમાં 26-27થી હારી ગયો હતો.

આ સિવાય આજે ભારતની પીવી સિંધુ મહિલા બેડમિન્ટનની સિંગલ્સ મુકાબલાની સેમી-ફાઇનલ મેચ રમશે. સિંધુનો મુકાબલો ચાઈનીઝ તાઈપે કી તાઈ ઝુ યિંગ સામે થશે. યિંગ વિશ્વ નંબર-1ખેલાડી છે. તેના સિવાય પૂજા રાની પણ બોક્સિંગમાં મેડલ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે.

અન્ય સમાચારો પણ છે...