ટોક્યો ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની:કોરોના કાળમાં 32માં ઓલિમ્પિક ગેમ્સનો પ્રારંભ, ખેલાડીઓએ ખાલી સ્ટેડિયમમાં કર્યું માર્ચપાસ્ટ

3 મહિનો પહેલા
ઓપનિંગ સેરેમની દરમિયાન ટોક્યોનું મુખ્ય ઓલિમ્પિક સ્ટેડિયમ

કોરોના મહામારીને કારણે એક વર્ષ મોડેથી શરૂ થયેલા ટોક્યો ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની શરૂ થઈ ગઈ છે. સામાન્ય રીતે ઓપનિંગ સેરેમની અને તમામ દેશના ખેલાડીઓની માર્ચપાસ્ટ ઓલિમ્પિક ગેમ્સના મુખ્ય આકર્ષણમાંથી એક હોય છે. પરંતુ આ વખતે કોરોનાને કારણે માત્ર 1000 ખેલાડી અને અધિકારી જ આ કાર્યક્રમમાં હાજર છે. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના અનુમાન મુજબ વિશ્વભરમાં લગભગ 350 કરોડ લોકો ટીવી, સ્માર્ટફોન, લેપટોપ જેવા ડિવાઈસ પર ઓપનિંગ સેરેમનીનું પ્રસારણ જોઈ રહ્યાં છે.

​​​​ખેલાડીઓની માર્ચપાસ્ટ 1896માં થયેલા પહેલા સમર ઓલિમ્પિક ગેમ્સના આયોજક ગ્રીસના દળની સાથે શરૂ થઈ. જે બાદ રેફ્યુજી ખેલાડીઓની માર્ચપાસ્ટ થઈ. ખેલાડીઓએ માર્ચપાસ્ટમાં ભારતીય દળના 21માં નંબર પર આવ્યા. ભારતીય દળના માર્ચપાસ્ટમાં ખેલાડી અને અધિકારી મળીને 25 સભ્યો સામેલ રહ્યાં.

ઓપનિંગ સેરેમની દરમિયાન ત્રિરંગો પકડીને ચાલતા ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને બોક્સર એમસી મેરીકોમ
ઓપનિંગ સેરેમની દરમિયાન ત્રિરંગો પકડીને ચાલતા ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને બોક્સર એમસી મેરીકોમ

આ વખતે ઓલિમ્પિકમાં લગભગ 11,238 ખેલાડીઓ 33 રમતોમાં 339 ગોલ્ડ માટે દાવેદારી રજૂ કરી રહ્યાં છે. ઓપનિંગ સેરેમનીમાં જાપાનના સમ્રાટ નારુહિતો પણ સામેલ થશે.

ટોક્યોના રોડ પર ઓલિમ્પિકનો વિરોધ કરતાં પ્રદર્શનકારીઓ
ટોક્યોના રોડ પર ઓલિમ્પિકનો વિરોધ કરતાં પ્રદર્શનકારીઓ

સ્ટેડિયમની બહાર વિરોધ પ્રદર્શન
ટોક્યોના નિવાસી કોરોનાકાળમાં થઈ રહેલા આ ઓલિમ્પિકનો વિરોધ કરી રહ્યાં છે. શુક્રવારે પણ ઓપનિંગ સેરેમની પહેલાં મુખ્ય સ્ટેડિયમની બહાર પ્રદર્શનકારીઓ એકઠાં થયા અને ઓલિમ્પિકના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા.

કોરોનાથી જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી
ટોક્યો ઓલિમ્પિક સેરેમનીની શરૂઆત સામાન્ય ઓલિમ્પિક ગેમ્સથી બિલકુલ જ અલગ રહી. લગભગ ખાલી સ્ટેડિયમમાં સૌથી પહેલાં કોરોના મહામારીના કારણે વિશ્વભરમાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

ભારતના 20 ખેલાડી માર્ચ પાસ્ટમાં સામેલ
કોરોનાના ખતરાને જોતા ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)એ માત્ર 20 ભારતીય એથેલીટ્સને ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત 6 અધિકારીઓને પણ તેમાં સામેલ થવાનું કહેવાયું છે. સાથે જ જે ખેલાડીઓની ઈવેન્ટ ઓલિમ્પિકના પહેલાં દિવસે છે તેમને ભાગ ન લેવાનું કહેવામાં આવ્યું છે. આ વખતે ઓલિમ્પિકમાં ભારતના 124 એથેલીટ ભાગ લઈ રહ્યાં છે. જેમાંથી 69 પુરૂષો અને 55 મહિલા એથેલીટ અને બાકીના સ્ટાફ મેમ્બર્સ હશે. ભારતીય એથેલીટ આ વખતે 85 મેડલ માટે પોતાની દાવેદારી રજૂ કરશે. ભારતની ઓપનિંગ સેરેમની માટે પુરુષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને 6 વખતની બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરીકોમને ધ્વજવાહક બનાવવામાં આવ્યા છે.

અમેરિકાની પ્રથમ મહિલા સ્ટેડિયમ પહોંચી
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની પત્ની ઝિલ બાઈડન ઓલિમ્પિક સ્ટેડિયમ પહોંચી છે. અમેરિકાના 613 એથેલીટ આ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યાં છે.

આ ઓલિમ્પિકમાં જાતે જ મેડલ પહેરવાનો રહેશે
ઓલિમ્પિકમાં ભાગ લેનારા દરેક એથેલીટનું સપનું હોય છે મેડલ જીતવાનું. જીત મેળવ્યા બાદ એથેલીટને પોડિયમમાં મેડલ પહેરવામાં આવે છે. આ પ્રસંગ તેમના જીવનની સૌથી યાદગાર ક્ષણ બની જાય છે, પરંતુ કોરોના મહામારીને કારણે ટોક્યો ઓલિમ્પિકમાં આવું નહીં થાય. આ વખતે વિજેતા એથેલીટ પોતે જ પોતાના ગળામાં મેડલ પહેરવાનો રહેશે. સાથે જ મેડલ સેરેમની દરમિયાન એથેલીટના હાથ મેળવવા અને ગળે લાગવા પર પણ પ્રતિબંધ છે.