• Gujarati News
  • National
  • Arian Titmus Won The Gold Medal In The 400m Freestyle, His Coach Danced In Such A Weird Way; VIDEO VIRAL

ઓસ્ટ્રેલિયન કોચના ઠૂમકા વાઇરલ:એરિયન ટિટમસે 400 મીટર ફ્રીસ્ટાઇલમાં ગોલ્ડ મેડલ જીત્યો, એના કોચે જુસ્સામાં આવી વિચિત્ર ડાન્સ કરી ઠૂમકા લગાવ્યા; VIDEO વાઇરલ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એરિયનનો કોચ ડીન બોક્સલ મેડલ વિતરણ વખતે રડી પડ્યો

વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન સ્વિમર એરિયન ટિટમસે સોમવારે ટોક્યો ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે 400 મીટર ફ્રીસ્ટાઇલ ઇવેન્ટમાં વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર અમેરિકાની કેથલિન લેડેકીને પાછળ પાડી ગોલ્ડ મેડલ જીત્યો હતો, જેને કારણે તેના કોચે ખુશ થઈને ટોક્યો એક્વાટિક સેન્ટરના સ્ટેન્ડ્સમાં ડાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું. તેણે જુસ્સામાં એવો વિચિત્ર ડાન્સ કરીને ઠૂમકા માર્યા કે સોશિયલ મીડિયામાં લોકો અચંબિત થઈ ગયા હતા. જુઓ તેનો ડાન્સ કરતો વાઇરલ વીડિયો...

એરિયન છેલ્લી 100 મીટરમાં કેથલીનને પાછળ પાડી ત્રણ મિનિટ અને 56.69 સેકેન્ડના ઓલિમ્પિક રેકોર્ડ ટાઇમિંગ દર્શાવી જીત મેળવી હતી. આ જીત બાદ એરિયનના કોચની પ્રતિક્રિયાઓ હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. તેણે સ્ટેન્ડ્સમાં અલગ જ પ્રકારે ઠૂમકા લગાવીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. ડિન બોક્સલનો આ વીડિયો ઓસ્ટ્રેલિયન ઓલિમ્પિક ટીમના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટે પણ શેર કર્યો હતો.

જો ડીન ના હોત તો હું પણ અહીં આવીને ગોલ્ડ મેડલ ના જીતી શકી હોત- એરિયન ટિટમસ.
જો ડીન ના હોત તો હું પણ અહીં આવીને ગોલ્ડ મેડલ ના જીતી શકી હોત- એરિયન ટિટમસ.

એરિયન પોતાની જીતનું શ્રેય ડિન બૉક્સેલને આપ્યો
એસોસિયેટેડ પ્રેસના જણાવ્યા પ્રમાણે, એરિયન ટિટમસે પોતાની જીત બાદ કોચની પ્રતિક્રિયા અંગે ઘટસ્ફોટ કરતાં કહ્યું હતું કે તે આવા જ જુસ્સાદાર અને એનિમેટેડ છે. તેમણે મારા માટે ઘણો ત્યાગ કર્યો છે. તેઓ પોતાના પરિવાર, પત્ની અને બાળકો સાથે પણ સમય વિતાવી શકતા નહોતા. જો ડીન ના હોત તો હું પણ અહીં આવીને ગોલ્ડ મેડલ ના જીતી શકી હોત.

મારા કરતાં વધારે કોચને આ મેડલની ખુશી થઈ હોય એમ સ્પષ્ટપણે લાગી રહ્યું છે. - એરિયન ટિટમસ.
મારા કરતાં વધારે કોચને આ મેડલની ખુશી થઈ હોય એમ સ્પષ્ટપણે લાગી રહ્યું છે. - એરિયન ટિટમસ.

એરિયનનો કોચ મેડલ વિતરણ વખતે રડી પડ્યો
એરિયને જ્યારે ગોલ્ડ મેડલ પહેર્યો ત્યારે ડીન બોક્સલ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો. એ અંગે એરિયને પણ કહ્યું હતું કે હું તેમની ભાવનાઓને સમજી શકું છું અને મારા માટે તેમને જેટલો ભોગ આપ્યો છે એ આ આંસુઓ દ્વારા બહાર છલકીને આવ્યો છે. મારા કરતાં વધારે તેમને આ મેડલની ખુશી થઈ હોય એમ સ્પષ્ટપણે લાગી રહ્યું છે.

એરિયનના કોચનો જૂનો વીડિયો પણ વાઇરલ
ઓસ્ટ્રેલિયન સ્વિમિંગ કોચ ડીન બોક્સલનો એક મહિના પહેલાંનો વીડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એ એરિયનને સ્વિમિંગ ટ્રાયલ્સમાં ચિયર કરતો નજરે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...