ગેમ્સ પર ખતરો વધી રહ્યો છે:ઓલિમ્પિકમાં કોરોનાના 81 કેસ, ઓપનિંગ સેરેમનીમાં સંખ્યા સીમિત

ટોક્યોએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 4 ખેલાડી પોઝિટિવ થયા બાદ હટ્યાં, પહેલીવાર આવું થયું

ટોક્યો ગેમ્સ 2020 માં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. બુધવારે ચિલીની તાઇક્વાન્ડો કેલાડી ફર્નાંડા એગુઈરે અને નેધરલેન્ડની સ્કેટબોર્ડર કેન્ડી જેકબ્સ પોઝિટિવ આવી છે. ત્યાર બાદ બ્રિટિશ શૂટર એનબર હિલ અને ચેક રિપબ્લિકની પેડલર પાવેલ સિરૂસેક પણ સંક્રમિત થઇ છે.

ત્યાર બાદ આ ખેલાડીઓને ગેમ્સમાંથી હટવાનો નિર્ણય કર્યો છે. ટોક્યો ગેમ્સમાં પહેલીવાર આવું થયું છે, જ્યારે કોઈ ખેલાડી કોરોનાના કારણે ટોક્યો પહોંચ્યા બાદ ગેમ્સમાંથી હટી રહ્યા છે. ફર્નાંડો જ્યારે એરપોર્ટ પહોંચી, ત્યારે તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે જેકબ્સનો સ્પોર્ટ્સ વિલેજમાં ટેસ્ટ થયો હતો. ત્યા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 9 ખેલાડીઓ પોઝિટિવ આવી ચુક્યા છે.

જેમાં 3 સ્પોર્ટ્સ વિલેજમાં મળ્યા છે. બુધવારે પણ ફર્નાન્ડો અને જેકબ્સ સહિતં 10 લોકો મળ્યા. અત્યાર સુધી ઓલિમ્પિકમાં કોરોનાના 79 કેસ સામે આવી ચુક્યા છે. જેમાં ખેલાડી, કોચ, ઓફિશિયલ, વિદેશી અધિકારીઓ, વોલેન્ટિયર્સ વગેરે છે. આ વચ્ચે રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું તે કે કોવિડના કારણે બ્રિટનમાં માત્ર 30 ખેલાડીઓ સેરેમનીમાં ભાગ લેશે.

ટોક્યો ઓલિમ્પિક સમયે વાયરસના રિસ્કને પૂરી રીતે ખતમ કરવો અસંભવ: WHO પ્રમુખ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના પ્રમુખ ટેડ્રોસ એડહાનોમે કહ્યું કે ટોક્યો ઓલિમ્પિકનું આંકલન કોવિડના કેસની સંખ્યાથી ન કરવું જોઇએ. કારણ કે ગેમ્સ સમયે વાયરસના રિસ્કને પૂરી રીતે ખતમ કરવો અસંભવ છે. તેણે કહ્યું, ‘સૌથી વધુ એ જોવાનું હોય છે કે સંક્રમણથી કઇ રીતે દૂર થઇ શકાય. એ નક્કી કરવું જોઇએ કે જો કોઇ કેસ છે તો તેને જલ્દીથી આઇસોલેશન કરી દેવામાં આવે. જેથી સંક્રમણના ખતરાને ઓછું કરવામાં આવે.’

ઓપનિંગમાં નહીં જોવા મળે હોકીની બંને ટીમો, બોક્સર, નિશાનેબાજ અને તીરંદાજો
​​​​​​​કોરોનાને કારણે શુક્રવારે થનારી ઓપનિંગ સેરેમનીમાં મર્યાદિત લોકોને પ્રવેશ અપાશે. ભારતના 6 અધિકારીઓ સેરેમનીમાં ભાગ લઇ શકશે. ચીફ ડિ મિશન પ્રેમ કુમાર વર્માએ કહ્યું, ‘જે ખેલાડીઓની ઇવેન્ટ ઓપનિંગ સેરેમનીના પછીને દિવસે છે તેમને સેરેમનમાં આવવા નહીં દેવાય. સેરેમની રાત સુધી ચાલશે. જેથી ખેલાડીઓ આરામ નહીં કરી શકે. જે ખેલાડી ક્વોરન્ટાઇનમાં છે તે પણ સેરેમનીમાં ભાગ લઇ નહીં શકે. દરેક દેશના માત્ર 6 અધિકારીઓનો જ હાજર રહેશે. જોકે ખેલાડીઓની કોઇ મર્યાદા નથી.’ ઓપનિંગના પછીના દિવસે બોક્સર, નિશાનેબાજ, તીરંદાજ અને બંને હોકી ટીમ મેદાન પર હશે. ભારતના મેરીકોમ અને મનપ્રીત સિંહ ધ્વજવાહક છે. ઇન્ડિયન ઓલિમ્પિક કમિટી અધ્યક્ષ નરેન્દર બત્રા પણ ઓપનિંગ સેરેમનીમાં નહીં જોડાઇ શકે. કારણ કે તે હાલ 3 દિવસના ક્વોરન્ટાઇનમાં છે. સેરેમનીમાં 15 દેશના લીડર જોડાશે.

અન્ય સમાચારો પણ છે...