તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ટોક્યોમાં એક સાથે 8 પાવર કપલ, ભારતના અતાનુ દાસ અને દીપિકા લગ્ન બાદ ઓલિમ્પિકમાં પહેલીવાર સાથે રમશે

ટોક્યો5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે લેસ્બિયન કપલ એક સાથે રમવા ઉતરશે તો એક ડચ ગે કપલ પણ ટોક્યોમાં રમશે

ઓલિમ્પિકમાં રમનાર ખેલાડીઓની વચ્ચે 8 પાવર કપલ એવા છે જે એક સાથે પોત-પોતાના દેશ માટે રમશે. ભારતીય તીરંદાજ દીપિકા કુમારી અને પતિ અતાનુ દાસની સાથે રમશે. લગ્ન બાદ બંને પહેલીવાર ઓલિમ્પિકમાં રમશે. બે લેસ્બિયન કપલ અને એક ગે કપલ પણ મેદાન પર ઉતરશે.

1. દીપિકા-અતાનુ (ભારત)
તીરંદાજ દીપિકા કુમારી વર્લ્ડ નંબર વન છે. તેની પાસેથી મેડલની આશા છે. સારી વાત એ છે કે તેણે પતિ અતાનુ દાસનો સપોર્ટ મળશે. અતાનુ પુરૂષ ટીમનો ભાગ છે. બંને મિક્સ ઇવેન્ટમાં પણ રમશે.

2. લૉરા-જેસન કેની (બ્રિટન)
સાઇકલિસ્ટ લૉરા અને જેસન કેનીએ 2016 માં લગ્ન કર્યા હતા. તે બંને પોતાના દેશ માટે મળીને અત્યાર સુધી 10 ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતી ચુક્યા છે.

3. હંસ પીટર-એડવર્ડ (નેધરલેન્ડ)
નેધરલેન્ડના બે ઘોડેસવાર હંસ પીટર અને એડવર્ડ પણ સાથે રમશે. આ કપલ ગેમ્સમાં એકમાત્ર ગે કપલ છે. એડવર્ડ લંડનમાં કાસ્ય જીતી ચુક્યો છે. તો પીટર બીજિંગમાં સિલ્વર મેડાલિસ્ટ છે.

4. શાર્લટ-લુઇસ (ઓસ્ટ્રેલિયા)
ઓસ્ટ્રેલિયાની શાર્લટ કેસલિક અને લુઇસ હાલેન્ડ પણ સાથે રમશે. શાર્લટ મહિલા રગ્બી જ્યાલે લુઈસ પુરૂષ રગ્બી ટીમ તરફથી રમશે.

5. મેગન-સેલિયા (બ્રિટન)
મેગન જોન્સ અને સેલિયા ક્વાનસાહ બ્રિટનની મહિલા રગ્બી ટીમમાં છે. તે લેસ્બિયન કપલ તરીકે સમર ગેમ્સમાં ભાગ લેશે. તે બંને એકબીજાને ઘણા સમયથી ડેટ કરી રહ્યા છે.

6. સેન્ડી-સ્મિથ (અમેરિકા/બરમુડા)
પોલ વોલ્ટર સેન્ડી મોરિસ અમેરિકા તરફથી ટોક્યોમાં રમશે. તો લોન્ગ જંપર આયરન સ્મિથ બરમુડા તરફથી રમશે. બંનેએ 2019માં લગ્ન કર્યા હતા.

7. હંટર-તારા ડાવિસ (અમેરિકા)
તારા ઓલિમ્પિકમાં અમેરિકા તરફથી ટ્રેક એન્ડ ફિલ્ડમાં રમવાનું છે. તો તેના બોયફ્રેન્ડ હંટર વુડલેન્ડને પેરાલિમ્પિક ગેમ્સમાં અમેરિકા તરફથી રમવાનું છે. તે પણ ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટમાં રમશે.

8. સુ બર્ડ-રેપિનો (અમેરિકા)
અમેરિકી બાસ્કેટબોલર સુ બર્ડ અને ફૂટબોલર મેગન રેપિનોએ ઓક્ટોબરમાં સગાઈ કરી હતી. તે ટોક્યોમાં રમનાર બીજા લેસ્બિયન કપલ છે.

અન્ય સમાચારો પણ છે...