બોક્સિંગ:પંઘાલ સહિત 4 ખેલાડીઓને બાય મળી, પ્રી ક્વાર્ટરથી શરૂઆત કરશે

ટોક્યો5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટોક્યો ઓલિમ્પિક માટે ગુરુવારે બોક્સિંગના ડ્રો જાહેર થયા છે. ટોપ સીડ અને વર્લ્ડ નંબર 1 અમિત પંઘાલ (52 કિગ્રા) સહિત 4 ભારતીય મુક્કેબાજને બાઈ મળી છે. તે પ્રી ક્વાર્ટર ફાઇનલથી શરૂઆત કરશે. પંઘાલ 31 જુલાઈએ પહેલી બાઉટ રમશે.

6 વારની વર્લ્ડ ચેમ્પિયન મેરીકોમ (51 કિગ્રા) 25 જુલાઈએ ડોમિનિકાની મિગુલિના હર્નાંડેજ સામે રમશે. સતીષ કુમાર (91 કિગ્રા+) ને પણ બાઈ મળી છે. તે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં જમૈકાના રિકાર્ડો બ્રાઉન સામે ટકરાશે. વિકાસ કૃષ્ણ (69 કિગ્રા) જાપાનના મેનસાહનો સામનો કરશે. લવલીના (69 કિગ્રા) અને સિમરનજીત (60 કિગ્રા) ને પણ બાઈ મળી છે.

ટેનિસ: સુમિત પહેલા રાઉન્ડમાં ઇસ્તોમિન સામે રમશે
ભારતીય ટેનિસ ખેલાડી સુમિત નાગલ પુરૂષ સિગલ્સ કેટેગરીના પહેલા રાઉન્ડમાં ઉજ્બેકિસ્તાનના ડેનિસ ડસ્તોમિન સામે રમશે. પુરુષ સિંગલ્સમાં વિશ્વના નંબર 1 સર્બિયાના નોવાક જોકોવિચ બોલિવિયાના હ્યુગો ડેલિયન સામે રમશે. યજમાન ખેલાડી નાઓમી ઓસાકા પોતાના અભિયાનની શરૂઆત ચીનના ઝેંગ સૈસાઈ સામે કરશે.

અન્ય સમાચારો પણ છે...