તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એનેલિસિસ:10 એથ્લીટ બની શકે છે મલ્ટિપલ ગોલ્ડ મેડાલિસ્ટ, યુએસની જિમ્નાસ્ટ સિમોન બાઇલ્સ 5 ગોલ્ડ જીતવા માટે દાવેદાર

નવી દિલ્હી6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓલિમ્પિક વિશ્વમાં સૌથી મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ માનવામાં આવે છે. તેમાં મેડલ જીતવો દરેક એથ્લીટનું સપનું હોય છે. પણ કોઇ એવા એથ્લીટ હોય છે, જે એક જ ઓલિમ્પિકમાં એકથી વધુ ગોલ્ડ જીત્યા છે. એક ઓલિમ્પિકમાં સૌથી વધુ 8 ગોલ્ડ જીતવાનો રેકોર્ડ અમેરિકાના સ્વિમર માઇકલ ફેલ્પ્સના નામે છે. ટોક્યો 2020 માં 11,268 એથલિટો ભાગ લઇ રહ્યા છે અને તેમાં ઘણા ખેલાડીઓ મલ્ટિપલ મેડલ જીતી શકે છે. અમે આવા 10 એથ્લીટો વિશે વાત કરીશું.

  • સિમોન બાઇલ્સ (જિમ્નાસ્ટિક)

અમેરિકી જિમ્નાસ્ટ સિમોન બાઇલ્સે રિયો ઓલિમ્પિકમાં 4 ગોલ્ડ અને એક કાસ્ય પદક જીત્યો હતો. ટોક્યોમાં તે ફરીવાર 1થી વધુ ગોલ્ડ જીતી શકે છે. 2019 માં થયેલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 5 અને 2018માં ચાર ગોલ્ડ જીત્યા હતા. 24 વર્ષની બાઇલ્સ વર્લ્ડ ચેમ્પિયનના ઇતિહાસમાં સૌથી વધુ 25 મેડલ જીતવાર જિમ્નાસ્ટ છે.

  • સેબસ્ટિયન બ્રેન્ડેલ (કેનોઇન્ગ)

જર્મનીના કેનોઇસ્ટે લંડનમાં એક અને રિયોમાં 2 ગોલ્ડ જીત્યા હતા. 2017 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેણે 3, 2018માં 2 અને 2019 માં 2 ગોલ્ડ જીત્યા હતા. આ વર્ષે યુરોપિયન ચેમ્પિયનશિપમાં તેણે બે ગોલ્ડ જીત્યા છે. ટોક્યોમાં તે વધુ મેડલ જીતી શકે છે.

  • સ્વેતલાના રોમાશિના (આર્ટિસ્ટિક સ્વિમિંગ)

રુશની આર્ટિસ્ટિક સ્વિમર સ્વેતલાના રોમાશિનાએ ઓલિમ્પિકમાં 5 અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 21 ગોલ્ડ જીત્યા છે. તે ટીમ અને ડુએટ ઇવેન્ટમાં પોતાના દાવેદારી રજૂ કરશે.

  • શેલી-એન ફ્રેજર-પ્રાઇસ (એથ્લેટિક્સ)

જમૈકાની ફ્રેજર-પ્રાઇસ 100, 200 અને 4*100 મીટરમાં દાવેદારી રજૂ કરશે. 34 વર્ષમાં ટ્રાયલમાં 100 મી.ની રેસ 10.63 સેકન્ડમાં પૂરી કરી હતી. 1988 બાદ કોઇ ખેલાડીએ ઓછો સમય નથી લીધો.

  • શી ટિન્ગમાઓ (ડાઇવિંગ)

ચીનની ડાઇવર 3 મીટર સિન્ક્રો અને 3 મીટર સ્પ્રિન્ગબોર્ડ બંનેમાં ગોલ્ડની દાવેદારી છે. રિયોમાં બંને ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. ત્યારબાદ 2017 અને 2019 ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ જીત્યો.

  • ક્રિસ્ટોફ મિલાક (સ્વિમિંગ)

હંગરીના મિલાકે 2019 માં 200 મીટર બટરફ્લાઈમાં ફેલ્પ્સનો રેકોર્ડ તોડ્યો હતો. 21 વર્ષના મિલાકે 2017 જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 4 ગોલ્ડ અને 2018 યુથ ઓલિમ્પિકમાં 3 ગોલ્ડ જીત્યો હતો.

  • કેટી લેડેકી (સ્વિમિંગ)

અમેરિકાની લેડેકીએ 2012 ઓલિમ્પિકમાં 15 વર્ષની ઉમરમાં 800 મી. ફ્રીસ્ટાઇલમાં ગોલ્ડ જીતી હતી. રિયોમાં તેણે 4 ગોલ્ડ અને એક સિલ્વર જીતી હતી. ત્યાર બાદ 2017 અને 2019 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 6 ગોલ્ડ અને 3 સિલ્વર જીતી હતી.

  • જેક લાઘેર (ડાઇવિંગ)

બ્રિટનના જેક લાઘેર 3 મીટર પ્લેટફોર્મ અને 3 મીટર સિન્ક્રો ઇવેન્ટમાં ઉતરશે. રિયોમાં તેણે ગોલ્ડ અને સિલ્વર જીત્યો હતો. એપ્રિલમાં ટોક્યોમાં થયેલ ડાઇવિંગ વર્લ્ડ કપમાં સિન્ક્રો ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

  • મેક્સ વ્હિટલોક (જિમ્નાસ્ટિક)

બ્રિટનના જિમ્નાસ્ટ મેક્સ વ્હિટલોકે રિયોમાં 2 ગોલ્ડ જીત્યો હતો. 2017 અને 2019 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ તેણે ગોલ્ડ જીત્યો હતો. તે બ્રિટનના ઇતિહાસમાં સૌથી સફળ જિમ્નાસ્ટ છે. ફરી એકવાર તે ટોક્યો ગેમ્સમાંથી ગોલ્ડ જીતી શકે છે.

  • એલિસન ફેલિક્સ (એથલેટિક્સ)

અમેરિકાની એલિસન ફેલિક્સ 400 મી. ની સાથે જ 4*400 રિલે અને 4*400 મિક્સ રિલેમાં દાવેદારી રજૂ કરશે. ઓલિમ્પિકમાં 6 ગોલ્ડ અને 3 સિલ્વર જીતી ચુકી છે. 2017 અને 2019 ચેમ્પિયનશિપમાં પણ 2-2 ગોલ્ડ હતા.

ડ્રેસેલ ફેલ્પ્સનો ઉત્તરાધિકારી મનાય છે
28 ઓલિમ્પિક મેડલ જીતનાર અમેરિકાના સિલ્વર માઇકલ ફેલ્પ્સ નિવૃતી લઇ ચુક્યો છે. અમેરિકાના જ સેલેબ ડ્રેસેલને તેનો ઉત્તરાધિકારી માનવામાં આવી રહ્યો છે. ડ્રેસેલએ રિયો ઓલિમ્પિકમાં બે ગોલ્ડ જીત્યો હતો. પણ ટોક્યોમાં તેની સંખ્યા વધી શકે છે. 2017 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેણે 7 અને 2019 માં 6 ગોલ્ડ જીત્યા હતા.

બોલ્ટની જેમ હેટ્રિક લગાવી શકે છે બ્લેક
જમૈકાના ઉસેન બોલ્ટની જેમ જ તેના જ દેશના યોહાન બ્લેક ગોલ્ડની હેટ્રિક લગાવી શકે છે. બ્લેકના નામે 2 ઓલિમ્પિક ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ છે. બોલ્ટના નહીં હોવાથી 100 મી., 200 મી. અને 4*100 મીટરમાં બ્લેક ગોલ્ડ જીતવા માટે સૌથી વધુ દાવેદાર છે.

જર્મનીના જેવલિન થ્રોઅર જોહાનેસથી લઇને ભારતના શૂટર સૌરભ ચૌધરી વર્લ્ડ રેકોર્ડ તોડી શકે છે
1. 400 મીટર હર્ડલ્સ- રેકોર્ડ:
કાર્સટન વારહોમ (નોર્વે)
46.70 સેકન્ડ
બેન્જામિને જૂનમાં 46.83 સેકન્ડનો સમય લીધો.

2. 400 મીટર હર્ડલ્સ- રેકોર્ડ: મેક્લૉફલિન (અમેરિકા) 51.90 સેકન્ડ સિડની મેક્લૉફલિન પોતાનો જ રેકોર્ડ તોડી શકે છે.

3. શૉટ પુટ- રેકોર્ડ: રેયાન ક્રૂઝર (અમેરિકા) 23.37 મીટર વર્લ્ડ ચેમ્પિયન જો કોવાક્સ (22.91 મી.) રેકોર્ડ તોડી શકે છે.

4. જેવલિન થ્રો- રેકોર્ડ: જેન જેલેની (ચેક રિપબ્લિક) 98.48 મીટર -જોહાનેસ વેટર (97.76 મી.) રેકોર્ડ તોડી શકે છે.

5. ટ્રિપલ જંપ- રેકોર્ડ: ઇનેસા ક્રાવેત્સ (યુક્રેન) 15.50 મીટર-વેનેજુએલાની યુલિમાર રોજસ (15.43 મી.) રેકોર્ડ બનાવી શકે છે.

6. પોલ વૉલ્ટ- રેકોર્ડ: અરમાંડ ડુપ્લેન્ટિસ (સ્વીડન) 6.15 મીટર - 21 વર્ષના ડુપ્લેન્ટિસ પોતાનો જ રેકોર્ડ તોડી શકે છે.

7. 100 મીટર- રેકોર્ડ: ફ્લોરેન્સ ગ્રિફિથ (અમેરિકા) 10.49 સેકન્ડ - શૈલી એન ફ્રેજર પ્રાયસે 10.63 સેકન્ડનો સમય લીધો હતો.

8. 110 મીટર હર્ડલ્સ- રેકોર્ડ: એરીજ મેરિટ (અમેરિકા) 12.80 સેકન્ડ - અમેરિકાના હોલોવેએ 12.81 સેકન્ડનો સમય લીધો હતો.

9. 400 મી. ફ્રીસ્ટાઇલ- રેકોર્ડ: કેટી લેડેકી (અમેરિકા) 3:56.46 મીનિટ - એરિયારને ટિટમસ રેકોર્ડ તોડી શકે છે.

10. 10 મી. એર પિસ્તોલ- રેકોર્ડ: કિમ સોન્ગ ગુક(ઉ.કોરિયા) 246.5-સૌરભ ચૌધરી 246.3 સ્કોર કરી ચુક્યો છે.

અન્ય સમાચારો પણ છે...