મેરિકોમનું ઓલિમ્પિકમાં ગોલ્ડનું સપનું તૂટ્યું:3માંથી 2 રાઉન્ડ જીતી હોવા છતાં હારી, કારણ કે 5માંથી 3 જજ કોલંબિયન બોક્સરનાં પક્ષમાં હતા

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેરીકોમ હવે બોક્સિંગમાંથી નિવૃત્તિ લઈ શકે છે

ટોક્યો ઓલિમ્પિકમાં ઈન્ડિયન સ્ટાર બોક્સર એમસી.મેરીકોમ હારીને મેડલ રેસમાંથી બહાર થઈ ગઈ છે. મેરીકોમને 51 કિલોગ્રામ વેઇટ કેટેગરીની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં કોલંબિયાની વિક્ટોરિયા ઇનગ્રિટ વેલેંસિયાએ હરાવી હતી. પહેલા રાઉન્ડમાં વેલેંસિયાના પક્ષમાં 5માંથી 4 જજોએ નિર્ણય સંભળાવ્યો હતો. વળી બીજા રાઉન્ડમાં ત્રણેય જજોએ મેરીકોમને બેસ્ટ પ્રદર્શન કર્યું હોવાની જાણ કરી હતી. મેરીકોમને ત્રીજા રાઉન્ડમાં વેલેંસિયાએ 3-2થી હરાવી મેચ જીતી લીધી હતી. વેલેંસિયા 2016 રિયો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલિસ્ટ હતી.

મેરીકોમ આની પહેલા 2 વાર વેલેંસિયાને હરાવી ચૂકી છે. પરંતુ આ ઈવેન્ટમાં 38 વર્ષીય ઈન્ડિયન બોક્સર રસાકસી ભરી મેચમાં હારી ગઈ હતી.

પ્રી-ક્વાર્ટરફાઇનલમાં હાર્યા પછી ભાવુક થઈ
પ્રી-ક્વાર્ટરફાઇનલમાં હાર્યા પછી ભાવુક થઈ
કોલંબિયન બોક્સરને મેરીકોમ ભેટી પડી
કોલંબિયન બોક્સરને મેરીકોમ ભેટી પડી
હાર્યા પછી જજને સન્માન આપતી મેરીકોમ
હાર્યા પછી જજને સન્માન આપતી મેરીકોમ
કોલંબિયન બોક્સર જીત્યા પછી આનંદિત થઈ
કોલંબિયન બોક્સર જીત્યા પછી આનંદિત થઈ

મેરીકોમ હવે બોક્સિંગમાંથી નિવૃત્તિ લઈ શકે છે
ટોક્યો ઓલિમ્પિક્સમાં મેરી કોમનું મેડલ જીતવાનું સ્વપ્ન સાકાર થયું નહીં. તે 6 વખતની વર્લ્ડ ચેમ્પિયન છે. પરંતુ મેરિકોમને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

મેરીકોમ ઓલિમ્પિકમાં મેડલ ન જીતી શકી હોવાથી બોક્સિંગમાંથી સન્યાસ લઈ શકે છે. એણે 2012 લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વેલેંસિયા 2016 રિયો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલિસ્ટ રહી ચૂકી હતી. મેરીકોમ 2019 વર્લ્ડ ચેમ્પિયનશિપની ક્વાર્ટર-ફાઇનલમાં વેલેંસિયાને હરાવી ચૂકી છે. કોલંબિયન બોક્સરની મેરીકોમ સામે આ પહેલી જીત રહી છે.

મેરીકોમ ઇમોશનલ થઈ ગઈ હોવાથી કોલંબિયન બોક્સરને એને સન્માનિત કર્યું
મેરીકોમ ઇમોશનલ થઈ ગઈ હોવાથી કોલંબિયન બોક્સરને એને સન્માનિત કર્યું
મેચ હાર્યાપછી મેરીકોમ નિરાશ
મેચ હાર્યાપછી મેરીકોમ નિરાશ
મેચ દરમિયાન વેલેંસિયા અને મેરીકોમની તસવીર
મેચ દરમિયાન વેલેંસિયા અને મેરીકોમની તસવીર
વેલેંસિયાએ પહેલા બાઉટમાં મેરીકોમ પર ભારે લીડ મેળવી
વેલેંસિયાએ પહેલા બાઉટમાં મેરીકોમ પર ભારે લીડ મેળવી
જીત્યા પછી વેલેંસિયાએ મેરીકોમને આવી રીતે સન્માન આપ્યું
જીત્યા પછી વેલેંસિયાએ મેરીકોમને આવી રીતે સન્માન આપ્યું
અન્ય સમાચારો પણ છે...