તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોકી પ્રત્યે પ્રીત:અર્જુન એવોર્ડ સન્માનિત મનપ્રીત સિંહને હોકી 'માછલીની આંખ' સમાન દેખાતી! માત્ર 10 વર્ષની ઉંમરમાં જ પકડી હતી હોકી સ્ટિક

એક મહિનો પહેલા
  • ટોક્યો ઓલિમ્પિક ભારતે પુરુષ હોકીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
  • મનપ્રીતને 2011માં ભારતીય જુનિયર ટીમ માટે ડેબ્યૂ કરવાની તક મળી હતો

ભારતીય પુરુષ હોકી ટીમે મનપ્રીત સિંહની કેપ્ટનશિપમાં શાનદાર પ્રદર્શન કરતાં બ્રોન્ઝ મેડલ જીતી લીધું છે. ગુરુવારે રમાયેલી બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતે જર્મનીને 5-4થી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ 41 વર્ષ બાદ ઓલિમ્પિકમાં મેડલ જીતવામાં સફળ રહી છે. આ પહેલા ભારતે છેલ્લે મેડલ 1980માં મોસ્કોમાં મેળવ્યું હતું, જ્યારે વસુદેવન ભાસ્કરનની કેપ્ટનશિપમાં ટીમે મેડલ જીત્યો હતો. ત્યારથી ભારતીય હોકી ટીમના પ્રદર્શનમાં સતત ઘટાડો થયો છે અને 1984માં લોસ એન્જલસ ઓલિમ્પિકમાં પાંચમું સ્થાન મેળવ્યા બાદ તે વધુ સારું પ્રદર્શન કરી શકી ન હતી.

જલંધર નજીક મીઠાપુર ગામમાં જન્મ
જલંધર નજીક મીઠાપુર ગામમાં જન્મેલા મનપ્રીત સિંહ ટૂંક સમયમાં આ રમતમાં સામેલ થઈ ગયો હતો, જો કે, આ શહેરે દેશને ઘણા મોટા ખેલાડીઓ આપ્યા છે. મનપ્રીતના બંને ભાઈઓ સ્કૂલ હોકી ટીમના સ્ટાર ખેલાડી હતા. પૂર્વ કેપ્ટન અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા પરગટ સિંહ મીતાપુરમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, હોકી રમવી તે એક યુવા મનપ્રીત સિંહ માટે એક સ્વાભાવિક પગલું હતું.

માતાએ શરૂઆતમાં મનપ્રીતને હોકીમાં ન જવાની સલાહ આપી હતી
મનપ્રીત સિંહની માતાએ શરૂઆતમાં તેને હોકીમાં ન જવાની સલાહ આપી હતી કારણ કે તેને લાગતું હતું કે હોકી ખતરનાક રમત છે. પરંતુ મનપ્રીત પણ જીદ્દી હતો અને શરૂઆતથી જ તે બધાને પોતાની રમતથી પ્રભાવિતકરવા લાગ્યો હતો. બે વર્ષ પછી તેની મહેનતે પરિવારનો વિશ્વાસ જીત્યો. આ પછી તેના પરિવારે તેને જલંધર નજીક સુરજીત હોકી એકેડમીમાં પ્રવેશ અપાવ્યો હતો.

દસ વર્ષની ઉંમરે હોકી સ્ટિક પકડી હતી મનપ્રીતે
મનપ્રીત સિંહે દસ વર્ષની ઉંમરે હોકી સ્ટિક પકડી હતીહાફ બેક પોઝિશન પર રમનાર 29 વર્ષીય મનપ્રીત સિંહે દસ વર્ષની ઉંમરે હોકી સ્ટિક પકડી હતી. તેને હોકી રમવાની પ્રેરણા પૂર્વ કેપ્ટન પરગટ સિંહ પાસેથી મળી હતી .જે મનપ્રીતના વતન મીઠાપુર (જલંધર)ના વતની છે. 2011માં, મનપ્રીતને ભારતીય જુનિયર ટીમ માટે ડેબ્યૂ કરવાની તક મળી. ત્યાર બાદ વર્ષ 2013માં તેને જુનિયર હોકી ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. તે વર્ષે, મનપ્રીતની કેપ્ટનશિપ હેઠળ, ભારતીય જુનિયર ટીમે પ્રથમ વખત સુલતાન જોહોરકપનું ટાઇટલ પોતાને નામે કર્યું હતું.

કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો
2014માં, એશિયન હોકી ફેડરેશને મનપ્રીત સિંહને જુનિયર પ્લેયર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરાયો હતો. તે જ વર્ષે ભારતીય સિનિયર ટીમે પાકિસ્તાનને હરાવ્યું હતું અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પછી, ભારતીય ટીમ કોમનવેલ્થ ગેમ્સ (2016) અને ચેમ્પિયન્સ ટ્રોફી (2016) માં સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી હતી. ટીમની આ સફળતાઓમાં મનપ્રીત સિંહે મહત્વની ભૂમિકા નિભાવી હતી. મનપ્રીત સિંહને ભારત સરકારે અર્જુન એવોર્ડથી પણ સન્માનીત કર્યો હતો.

આ કેપ્ટને ટોક્યો 2020માં ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમને સ્થાન મેળવવા માટે મહત્વની ભૂમિકા નિભાવી હતી. તેના અથાગ પ્રયાસોને કારણે તેના વર્ષ 2019માં મેન્સ FIH પ્લેયર ઓફ ધ યર એવોર્ડ મળ્યો હતો. આ સન્માન જીતનાર આ પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે.

આકરી સ્થિતિમાં પણ પોતાના ખેલાડીઓનું મનોબળ વધારી દેતો મનપ્રીત
યુવા નેતૃત્વનું એક યોગ્ય મિશ્રણ છે કે, ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહની ઓળખ. પોતાનો જુસ્સો અને દ્રઢ સંકલ્પ સાથે મનપ્રીત એક પ્રેરણાસ્ત્રોત બની ગયો છે. ભારતીય હોકી ટીમનો કેપ્ટન મેદાનની બહાર ભલે વધુ આક્રમક ન હોય, પરંતુ જેવો જ તે મેદાન પર ઉતરે છે તો આકરીમાં આકરી સ્થિતિમાં પણ પોતાના ખેલાડીઓનું મનોબળ વધારી દે છે.

મનપ્રીતે 2011માં જુનિયર અને સિનિયર ભારતીય ટીમમાં ડેબ્યૂ કર્યું
તે પછી તેની હોકી યાત્રા આગળ વધતી રહી. મનપ્રીતે 2011માં જુનિયર અને સિનિયર ભારતીય ટીમમાં ડેબ્યૂ કર્યું હતું, તેમજ 2012 લંડન ઓલિમ્પિકમાં ભારતીય ટીમના સભ્ય રહ્યો હતો. ભારતીય ટીમની ઓલિમ્પિક સફર બહુ સારી રહી નથી, પરંતુ મનપ્રીતને સારો અનુભવ મળ્યો, જેના કારણે તે ફરી જુનિયર સ્તરે રમ્યો અને તેણે વર્ષ 2013માં જુનિયર હોકી વર્લ્ડ કપમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ પણ કરી હતી.

ત્યાર બાદ મનપ્રીત ટીમનો નિયમિત સભ્ય બની ગયો, ભારતીય હોકી ટીમના સરદાર સિંહ અને જર્મનીના પૂર્વ કેપ્ટન મોરિટ્ઝ ફૂરસ્ટી પાસેથી શીખતા પોતાને ઇન્ટરનેશનલ સ્તરે સારી રીતે ઢાળ્યો હતો. વર્ષ 2016માં રિયો ઓલિમ્પિકમાં તેણે બીજી વખત દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું, આ વખતે ટીમે આયરલેન્ડ અને આર્જેંટીનાને હરાવ્યું હતું. પણ ક્વાર્ટર ફાઈનલમાં તેને બેલ્જિયમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

અઝલાન શાહ કપમાં રમી રહ્યો હતો ત્યારે પિતાના મૃત્યુના સમાચાર મળ્યા હતા
આ જ વર્ષના અંતમાં જ્યારે મનપ્રીત સુલતાન અઝલાન શાહ કપમાં રમી રહ્યો હતો ત્યારે તેને તેના પિતાના મૃત્યુના સમાચાર મળ્યા. આ પછી આ યુવા ખેલાડી ઘરે પહોંચ્યો. જે માતા તેને શરૂઆતના દિવસોમાં હોકી રમવાનો ઇનકાર કરી રહિ હતી, તેણે જ આ વખતે તેને પ્રોત્સાહન આપ્યું કારણ કે તેના પિતા હંમેશાથી તે જ ઇચ્છતા હતા.

આ ઘટનાથી તેને પોતાના એક આઇડિયલ ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો સાથે સંપર્ક બનાવવામાં મદદ મળી, તેમણે પોતે પણ જીવનમાં પિતાને વહેલા ગુમાવ્યા હતા. પોટૃગલી સ્ટારની જેમ જ મનપ્રીત પણ મેદાન પર ઘણો જ મજબૂર નજરે પડ્યો છે.

કારકિર્દીનો સૌથી મહત્વનો સમય વર્ષ 2017માં આવ્યો
મનપ્રીતની કારકિર્દીનો સૌથી મહત્વનો સમય વર્ષ 2017માં આવ્યો, જ્યારે તેણે ભારતીય હોકી ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો. એશિયા કપમાં પીઆર શ્રીજેશની ગેરહાજરીમાં તેને ટીમની કમાન મળી હતી. આ તે ઇવેન્ટ હતી, જેને ભારતીય ટીમે 10 વર્ષથી જીતી ન હતી. મનપ્રીતની કેપ્ટનશિપ હેઠળ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને ભારતીય ટીમ ટાઇટલ જીતવામાં સફળ રહી હતી.

મનપ્રીત સિંહને 2017માં ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો
પોતાની ત્રીજી ઓલિમ્પિક રમી રહેલા મનપ્રીત ટોક્યોમાં ભારતીય ટુકડીના ધ્વજવાહક પણ રહ્યો.. મનપ્રીત સિંહને 2017માં ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદથી ટીમે નવી ઉંચાઈઓને સ્પર્શી છે. તેમની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમે એશિયા કપ અને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ગોલ્ડ, ચેમ્પિયન્સ ટ્રોફીમાં સિલ્વર અને 2018 એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે. 2019માં આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન (FIH) દ્વારા મનપ્રીતને 'પ્લેયર ઓફ ધ યર' જાહેર કરવામાં આવ્યો હતો.

ટીમમાં સમાન રીતે બધાનું જ યોગદાન મહત્વનુ ઓલમ્પિક ચેનલ સાથેની વાતચીતમાં મનપ્રીતે જણાવ્યુ હતું કે 'હું તે પ્રકારનો વ્યક્તિ છું જે યુવાઓને પ્રેરણા આપવાનું પસંદ કરું છું. જ્યારે તેઓ ખરાબ સમયથી પસાર થઈ રહ્યા હોય કે અન્ય કોઈ કારણેથી તેઓ સારી પ્રદર્શન કરી શકતા ન હોય ત્યારે હું તેમણે મદદ કરી શકું. હોકી એક ટીમ ગેમ છે અને ટીમમાં સમાન રીતે બધાનું જ યોગદાન મહત્વનુ હોય છે.'

ટોક્યો જર્ની: 2019માં મનપ્રીતની કેપ્ટનશિપ હેઠળ, ભારતીય પુરુષ ટીમે ઓલિમ્પિક ક્વોલિફાયરમાં રશિયાને કુલ 11-3 ના અંતરથી હરાવીને ટોક્યોની ટિકિટ મેળવી હતી. આ દરમિયાન ભારતે રશિયન ટીમને પ્રથમ તબક્કામાં 4-2 અને બીજા તબક્કાની મેચમાં 7-1થી હરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...