ઇન્ટરવ્યૂ- અંજુ બૉબી જૉર્જ:એથ્લીટ ટ્રેનિંગ પર ફોકસ કરે છે, તેમણે ટુર્નામેન્ટમાં ભાગ લેવો જોઇએ

ચંદીગઢ3 મહિનો પહેલાલેખક: ગૌરવ મારવાહ
  • કૉપી લિંક
  • અમે એવી રમત પર ધ્યાન આપીએ જેમાં મેડલ આવી શકે

દિગ્ગજ ભારતીય એથ્લીટ અંજુ બૉબી જૉર્જ જેવલિન થ્રોઅર નીરજ ચોપડાને મેડલ માટે દાવેદાર માને છે. તેનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ ન લઇને એથ્લીટ ટ્રેનિંગમાં ધ્યાન આપી રહ્યા છે, જે બરોબર નથી. ટોક્યોમાં ભારતીય એથ્લીટનું પ્રદર્શન ચાલી રહ્યું છે. અંજુ સાથેની વાતચીતના અંશ...

  • શું તમને લાગે છે કે આ વખતે મેડલ જીતી શકીશું?

ભારતને હાલ અમેરિકા, રશિયા અને ચીન જેવી મોટી ટીમો સામે સામનો કરવાનો છે. તેમની રણનીતિ ભારત કરતા અલગ હશે. જ્યારે સમય આવે છે ત્યારે ભારતના ખેલાડીઓ પ્રદર્શન કરી શકતા નથી. કારણ કે તેને લઇને ઘણી મોટી-મોટી વાતો કરવામાં આવે છે. તેનાથી તે ખેલાડીઓ પર દબાણ વધી જાય છે. મોટી ટુર્નામેન્ટમાં જ્યારે ભારતના ખેલાડી રમે છે ત્યારે તેમને ઘણા પડકાર હોય છે. આપણે સિસ્ટમ બદલવી પડશે. ઓછી ટુર્નામેન્ટના કારણે આવું થાય છે. ભારતે એવી ઇવેન્ટ યોજવી જોઇએ જેનાથી મેડલ જીતી શકાય. આપણે ધીમે-ધીમે આ દિશામાં આગળ વધી રહ્યા છીએ. પણ હજુ ઘણા દૂર છીએ.

નીરજે યુરોપિયન ટુર પર સારો થ્રો કર્યો નથી, તેને તમે કઇ રીતે જુઓ છો?
નીરજ ચોપડા મેડલ જીતવા માટે પ્રબળ દાવેદાર છે. તો અન્ય એથ્લીટ પણ મેડલ જીતી શકે છે. ભારતના થ્રોઅર્સ ફાઇનલ-6 માં આવી શકે છે.

ભારતીય ચાહક તરીકે તમે મેડલની અપેક્ષા કોની પાસે રાખો છો?
નીરજ સૌથી વધુ દાવેદાર છે. તે હજુ વિશ્વનો નંબર-4 એથ્લીટ છે. તેની પાસે મેડલ જીતવા માટે સારી તક છે. તે ક્યા સ્થાન પર આવશે તે હું કહી નહીં શકુ, પણ કે મેડલ જરૂર જીતશે.

  • ફેડરેશને એથ્લીટ માટે ઘણો ખર્ચો કર્યો છે, વિદેશની ટુર આયોજિત કરી, તે સિવાય બીજંુ શું કરી શકાય ?

ખેલાડીઓ માટે જરૂરી સમર્થન મળ્યું છે. પણ વાત એ છે કે ભારતના મોટાભાગના એથ્લીટ ટોપ લેવલ પર ચેમ્પિયનશિપમાં રમવાનું પસંદ નથી કરતા. તે ગ્રાંપ્રી જેવી ઇવેન્ટમાં ન રમીને ટ્રેનિંગ કરે છે. તેથી એથ્લીટ તેમનું બેસ્ટ નથી આપી શકતા. મે 2004 ઓલિમ્પિકની ફાઇનલથી પહેલા 16 ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. તેનાથી મને ઓલિમ્પિક જેવી ટુર્નામેન્ટમાં ઘણો ફાયદો થયો.

  • ભારતને ટ્રેક એન્ડ પીલ્ડ ઇવેન્ટમાં મેડલ ક્યારે મળશે?

ઘણા એવા એથ્લીટ છે, જે ઓલિમ્પિક મેડલ જીતવાથી નજીક આવ્યા છે. ભારત 2024માં મેડલની અપેક્ષા કરી શકે છે. ઘણા જુનિયર એથ્લીટ છે જે સારૂ કરી રહ્યા છે અને મેડલ જીતી શકે છે.

અન્ય સમાચારો પણ છે...