રાજકિશોર, નવી દિલ્હી: બિલિયર્ડ્સ અને સ્નૂકરમાં 23 વર્લ્ડ ટાઈટલ જીતનાર પંકજ અડવાણીએ બેંગલુરુમાં પોતાની એકેડમી શરૂ કરી દીધી છે. રમતને આગળ વધારવા તે પ્રારંભમાં સ્કૂલોને બિલિયર્ડ્સ ટેબલ આપશે. તેણે જણાવ્યું કે, 'અમારા એસોસીએશને લીગની શરૂઆત કરવી જોઈએ. જે રમતની લોકપ્રિયતામાં વધારો કરશે.' ભાસ્કરે રમતથી લઈ તેને મળનારી સુવિધાઓ અંગે પંકજ સાથે વાત કરી.
ઈન્ટરવ્યૂના મુખ્ય અંશ આ પ્રમાણે છે:
34 વર્ષીય પંકજ પાસે 23 વર્લ્ડ ટાઈટલ, આ રમતને આટલી આગળ કઈ રીતે લઈ ગયા?
હું 10 વર્ષનો હતો ત્યારે આ રમત રમવાની શરૂઆત કરી. ત્યારે આ રમતને ફંડ મળતું નહોતું. પ્રારંભમાં પરિવારજનોએ મને બચતના પૈસામાંથી ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટ રમવા મોકલ્યો. જ્યારે મે ટાઈટલ જીત્યો તો સરકાર તરફથી પણ સપોર્ટ મળવા લાગ્યો. હું ભાગ્યશાળી છું કે આટલા ટાઈટલ જીતી શક્યો. મારી સાથે આદિત્ય, લક્ષ્મણ, શ્રીકૃષ્ણા જેવા ઘણા યુવા છે, જે સારું પ્રદર્શન કરી રહ્યાં છે.
તમે પરંપરાગત રમતોને છોડી આ રમત સાથે કેવી રીતે જોડાયા?
મારા મોટા ભાઈ ક્લબમાં સ્નૂકર રમતા હતા. મેં તેમને ફોલો કર્યા. જે પછી મને તેમાં રસ પડવા લાગ્યો તો અન્ય રમતો અંગે વિચાર્યું જ નહીં. ઈન્ટરનેશનલ લેવલે મેડલ જીત્યા બાદ હું સતત આગળ વધતો ગયો. હવે હું અન્ય યુવાઓને આ રમત સાથે જોડાવવા અંગે કહી શકું છે.
રમતને આગળ વધારવા શું કરી રહ્યાં છો?
બેંગલુરુમાં સ્કૂલમાં મારી એકેડમી શરૂ થઈ ચૂકી છે. હવે અહીં દરેક સ્કૂલમાં બિલિયર્ડ્સ ટેબલ આપવાની યોજના છે. પરંતુ ફેડરેશને રમતને આગળ આવવું પડશે. રમતને ટીવી પર લાવવા કબડ્ડી અને કુશ્તી જેવી લીગનો પ્રારંભ કરવો પડશે. જેથી લોકોને રમત અંગે વધુ જાણકારી મળે.
ઓલિમ્પિક જેવી મોટી ટૂર્નામેન્ટમાં આ રમત કેમ નહીં, શું તેના લીધે રમત લોકપ્રિય નથી?
ઓલિમ્પિક અને એશિયાડની મોટી ઈવેન્ટ છે. હું એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતી ચૂક્યો છું અને તેનું મહત્ત્વ જાણું છું. હાલ ઓલિમ્પિક અને નોન ઓલિમ્પિક રમતો અંગે સરકારની પોલીસીમાં ઘણું અંતર છે. નોન ઓલિમ્પિક ગેમ્સને વધુ સુવિધા મળતી નથી. બંને પ્રકારની ગેમ્સના ખેલાડીઓ દેશ માટે જ ગોલ્ડ જીતે છે. જેથી તેમને પણ વધુ સુવિધા મળવી જોઈએ.
લોકોને લાગે છે આ સ્પોર્ટ્સમાં ફિઝિકલ એક્ટિવિટીની જરૂર રહેતી નથી, આ સાચું છે?
જરાય નહીં, દરેક રમત માટે ફિટ રહેવું જરૂરી છે. અમારી રમતમાં સ્ટ્રેન્થની જરૂર હોય છે. હું પોતાને માનસિક રીતે મજબૂત રાખવા મેડિટેશન કરું છું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.