ભાસ્કર વિશેષ / દરેક ખેલાડીની જીત પાછળ ઘણા લોકો હોય છે, તેથી 'હું'ના સ્થાને 'અમે' બોલવું ગમે છે: મારિન

કેરોલિના મારિન. -ફાઈલ ફોટો
કેરોલિના મારિન. -ફાઈલ ફોટો

  • મારિન સોશિયલ સાઈટ પર I ના સ્થાને હંમેશાં We લખે છે, તેની ટીમમાં 10 લોકો છે
  • સૈયદ મોદી બેડમિન્ટન: કેરોલિના મારિને મહિલા સિંગલ્સનું ટાઈટલ જીત્યું, સૌરભ વર્મા રનરઅપ રહ્યો
  • ઓલિમ્પિક રમી લઉં, પછી પીબીએલ અંગે વિચારીશ: મારિન

Divyabhaskar.com

Dec 02, 2019, 09:09 AM IST

અભિષેક ત્રિપાઠી, લખનૌ: સ્પેનની બેડમિન્ટન સ્ટાર કેરોલિના મારિને સૈયદ મોદી ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં મહિલા સિંગલ્સ ટાઈટલ જીત્યું. મારિને કહ્યું કે,'મને ભારતમાં રમવું ઘણું ગમે છે. અહીંના લોકો ઘણું ચિયર કરે છે. આગામી વર્ષે ઓલિમ્પિક રમી લઉં, તે પછી પ્રીમિયર બેડમિન્ટન લીગ વિશે વિચારીશ.' મારિન સોશિયલ સાઈટ પર કે પોતાની રમત અંગે વાત કરતા સમયે 'હું' ના બદલે 'અમે'નો ઉપયોગ કરે છે. તેનું કારણ જણાવતા તેણે કહ્યું કે, 'ખેલાડીની જીત પાછળ ઘણા લોકો હોય છે. તેથી હું ના બદલે અમે બોલવું ગમે છે.' મારિનની ટીમમાં 10 લોકો રહે છે. મારિન સાથે વાતચીતના મુખ્ય અંશ...

મારા વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ સ્પેનમાં બેડમિન્ટન ઘણું લોકપ્રિય થયું છે
'જીતવું તો હંમેશા સારું લાગે છે. પરંતુ એક વાત હંમેશા કહું છું કે, દરેક ખેલાડીની જીત પાછળ ઘણી મોટી ટીમ હોય છે. તેથી પોતાની રમત અંગે વાત કરતા સમયે અમે શબ્દનો ઉપયોગ કરું છું. કોર્ટ પર તો માત્ર હું રમું છું, પરંતુ મારી ટીમ ઘણી મહેનત કરે છે. જેમાં 2 સાઈકોલોજિસ્ટ સામેલ છે. એક પર્સનલ લાઈફમાં મદદ કરે છે, બીજા રમત માટે. આ ઉપરાંત ટેક્નિકલ આસિસ્ટન્ટ, ફિઝિયો, વીડિયો ટીમ પણ સાથે કામ કરે છે. ઈજા બાદ કોર્ટ પર કમબેક કરવા તમામ લોકો મદદ કરે છે. ઈજાને કારણે રમતને મિસ કરી રહી હતી, પરંતુ ઉતાવળ નહોતી કરવી. એ વાતની માહિતી છે કે અમુક બાબતોમાં સમય લાગે છે. મારું ધ્યાન રિહેબ પ્રોસેસ પર હતું. પ્રોસેસ યોગ્ય રહેશે તો પર્ફોર્મન્સ, રેન્કિંગ સમાન રહેશે. હવે કોર્ટ પર કમબેક કરીને સારું અનુભવી રહી છું. ખાસ ભારતમાં રમવું મને ગમે છે. હવે આગામી વર્ષે ઓલિમ્પિક રમવા પર ફોક્સ કરી રહી છું. તે પછી પોતાની ટીમ સાથે વાત કરી ફિટનેસને ધ્યાનમાં રાખતા પીબીએલ અંગે વિચારીશ. ભારતમાં રમત અંગે ઘણી વસ્તુઓ સરળ છે. સ્પેન જેવા દેશમાં જ્યાં ફૂટબોલ અને ટેનિસનો ક્રેઝ છે, ત્યાં બેડમિન્ટન પ્લેયર તરીકે કરિયરનો પ્રારંભ કરવો સરળ નથી. પરંતુ ભારતમાં સ્થિતિ અલગ છે. મેં જ્યારે મોટી ટૂર્નામેન્ટમાં મેડલ્સ જીત્યા ત્યારથી સ્પેનમાં બેડમિન્ટનની લોકપ્રિયતામાં વધારો થયો. હવે ત્યાં નેશનલ સેન્ટર બનાવી નવા ખેલાડીઓ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. સાઈના નેહવાલ અને પીવી સિંધુમાંથી કોની સામે રમવું મુશ્કેલના પ્રશ્ન પર તેણે કહ્યું કે,'આ મુશ્કેલ પ્રશ્ન છે. બંને શાનદાર ખેલાડી છે. રમતમાં ખેલાડી માટે સારો-ખરાબ દિવસ રહે છે. જો આ બંને ખેલાડીઓ માટે દિવસ સારો રહ્યો તો તેઓ કોઈને પણ હરાવી શકે છે.'

મારિનનું ઈજા બાદ કમબેક કરતા બીજું ટાઈટલ
ઓલિમ્પિક ચેમ્પિયન મારિને થાઈલેન્ડની ફિતિયાપોર્ન ચાઈવાનને 21-12, 21-16થી હરાવી હતી. મારિને 40 મિનિટમાં જ જીત મેળવી. આ તેનું ઈજામાંથી કમબેક કરતા બીજું ટાઈટલ છે. આ અગાઉ તેણે ચાઈના ઓપન જીત્યું હતું. મારિન જાન્યુઆરીમાં ઈન્ડોનેશિયા માસ્ટર્સ ફાઈનલ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ હતી. જે પછી તે 7 મહિના સુધી કોર્ટથી દૂર રહી હતી. જ્યારે પુરુષ સિંગલ્સમાં ભારતનો સૌરભ વર્મા રનરઅપ રહ્યો. વર્લ્ડ નંબર-36 સૌરભ ફાઈનલમાં આઠમી સીડ તાઈપે વાંગ જૂ વેઈથી 15-21, 17-21થી હાર્યો. સૌરભને વિરોધી ખેલાડીએ 48 મિનિટમાં જ હરાવ્યો. મારિન અને જૂ વેઈ બંનેએ પ્રથમવાર આ ટૂર્નામેન્ટમાં ટાઈટલ જીત્યું. મિક્સ્ડ ડબલ્સમાં રશિયન જોડી, મહિલા ડબલ્સમાં કોરિયન જોડી અને પુરુષ ડબલ્સમાં ચીનની જોડી ચેમ્પિયન બની.

X
કેરોલિના મારિન. -ફાઈલ ફોટોકેરોલિના મારિન. -ફાઈલ ફોટો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી