સ્પોર્ટ્સ ડેસ્ક: અમેરિકી ટેનિસ પ્લેયર સેરેના વિલિયમ્સ પાંચમી વખત રોજર્સ કપની ફાઇનલમાં પહોંચી ગઇ છે. 8મા ક્રમની સેરેનાએ ચેક ગણરાજ્યની મારી બોજકોવાને 1-6, 6-3, 6-3થી હરાવી. સેરેના આ ટુર્નામેન્ટમાં ત્રણ વાર ચેમ્પિયન બની ચૂકી છે. આ વખતે ચેમ્પિયન બનશે તો તે તેનું 30 મહિના બાદ પ્રથમ ટાઇટલ હશે. તેણે આ અગાઉ અંતિમ ખિતાબ જાન્યુઆરી, 2017માં ઓસ્ટ્રેલિયન ઓપનના રૂપમાં જીત્યો હતો.
સેરેનાનો ફાઇનલમાં કેનેડાની બિયાન્કા આંદ્રેસ્કૂ સાથે મુકાબલો થશે. 19 વર્ષીય આંદ્રેસ્કૂ વિજેતા બની તો તે આ ખિતાબ જીતનારી 50 વર્ષમાં પહેલી કેનેડિયન પ્લેયર બનશે. તેણે અમેરિકાની સોફિયા કેનિનને 6-4, 7-6થી હરાવી. બોજકોવાએ સેરેનાને પ્રથમ સેટમાં 6-1થી હરાવી. તેણે આ સેટ 30 મિનિટથી પણ ઓછા સમયમાં જીતી લીધો. ત્યાર બાદ સેરેનાએ બીજો સેટ 6-3થી જીતીને વાપસી કરી લીધી. અંતિમ સેટ સેરેનાએ 6-3થી જીતીને મેચ પોતાના નામે કરી લીધી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.