ફૂટબોલ / રિયલ મેડ્રિડે હેઝાર્ડને 1141 કરોડમાં ખરીદ્યો, રોનાલ્ડોથી 59% વધારે રૂપિયા મળશે

Real Madrid bought Hazard for 1141 crores,  would get 59% more than Ronaldo

  • રિયલે આ પહેલા બેલને 785 અને રોનાલ્ડોને 716 કરોડમાં ખરીદ્યા હતા 
  • 28 વર્ષીય હેઝાર્ડ સાથે ક્લબે પાંચ વર્ષનો કરાર કર્યો

Divyabhaskar.com

Jun 08, 2019, 06:18 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: બેલ્જિયમનો ઈડન હેઝાર્ડ હવે ઇંગ્લેન્ડના ક્લબ ચેલ્સીની જગ્યાએ સ્પેનિશ ક્લબ રિયલ મેડ્રિડ માટે રમશે. રિયલ મેડ્રિડે કહ્યું કે 28 વર્ષના હેઝાર્ડ સાથે પાંચ વર્ષનો કરાર કરવામાં આવ્યો છે. હેઝાર્ડનો ચેલ્સી સાથેનો કરાર આવતા વર્ષે સમાપ્ત થવાનો હતો, પરંતુ ક્લબે તેને મેડ્રિડ માટે રમવાની છૂટ આપી દીધી છે. રિપોર્ટ પ્રમાણે મેડ્રિડે તેને 787 કરોડ (10 કરોડ યૂરો)માં ખરીદ્યો છે. તે સાથે તેમાં બીજા 354 કરોડ ઉમેરવામાં આવશે. તેથી આ કરાર કુલ 1141 કરોડ રૂપિયાનો થયો છે.

આવતા અઠવાડિયે ઓફિશિયલી ક્લબમાં શામેલ થશે હેઝાર્ડ

  • રિપોર્ટ પ્રમાણે, રિયલ મેડ્રિડના ઇતિહાસમાં આ સૌથી મોટો કરાર છે. તેણે ગેરેથ બેલને ટૉટનહેમ પાસેથી 785 કરોડમાં ખરીદ્યો હતો. જયારે મૅન્ચેસ્ટર યૂનાઇટેડના ક્રિસ્ટીયાનો રોનાલ્ડોને 716 કરોડમાં ખરીદ્યો હતો. હેઝાર્ડને આવતા અઠવાડિયે ઓફિશિયલી મેડ્રિડના હોમગ્રાઉન્ડ સેન્ટિયાગો બર્નબેઉની ટીમમાં શામેલ કરવામાં આવી શકે છે.
  • હેઝાર્ડ 7 સીઝન સુધી ચેલ્સી માટે રમ્યો હતો. આ દરમિયાન તેણે ટીમને એક પ્રીમિયર લીગ, 2 યુરોપ લીગ, એક એફએ કપ અને એક લીગ કપ જીતાડ્યો હતો. હેઝાર્ડને ચાર વાર ચેલ્સીનો બેસ્ટ પ્લેયર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. તેણે ક્લબ માટે 352 મેચમાં 110 ગોલ કર્યા છે. તેને 2015માં પ્રીમિયર લીગ પ્લેયર ઓફ ધ સીઝનનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
  • યુવેન્ટ્સે ગઈ સીઝનમાં રોનાલ્ડોને મેડ્રિડથી ખરીદ્યો હતો. તેના ગયા પછી મેડ્રિડનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. ટીમ લા લિગામાં ત્રીજા સ્થાને રહી હતી. ચેમ્પિયન્સ લીગ 2016, 2017 અને 2018માં સતત ત્રણ સીઝનમાં ટાઇટલ જીતનાર મેડ્રિડ આ વખતે રાઉન્ડ ઓફ 16માં જ બહાર થઇ ગઈ હતી.
X
Real Madrid bought Hazard for 1141 crores,  would get 59% more than Ronaldo
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી