પીવી સિંધુ સતત ત્રીજી વાર વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી, ચીનની યૂ ફેઈને હરાવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પીવી સિંધુએ ચેન યૂ ફેઈને 21-7, 21-14થી 40 મિનિટમાં હરાવી
  • સિંધુ વર્લ્ડ રેન્કિંગમાં પાંચમા અને યૂ ફેઈ ત્રીજા સ્થાને છે

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ સ્વિત્ઝર્લેન્ડના બેસલમાં રમાઈ રહેલી વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી છે. પાંચમી ક્રમાંકિત સિંધુએ સેમી ફાઇનલમાં ચીનની ચેન યૂ ફેઈને 21-7 21-14થી હરાવી હતી. સિંધુએ 40 મિનિટમાં આ મેચ તેના નામે કરી હતી. તે સતત ત્રીજી વખત આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા 2018માં, તે ટાઇટલ મેચમાં સ્પેનની કેરોલિના મરીન સામે અને 2017માં જાપાનની નોઝોમી ઓકુહારા સામે હારી ગઈ હતી.
રવિવારે સિંધુનો મુકાબલો ફાઈનલમાં થાઇલેન્ડની રત્તોનોક ઇન્ટાનન અથવા જાપાનની નોઝોમી ઓકુહારા સાથે થશે. સિંધુ વર્લ્ડ રેન્કિંગમાં પાંચમા અને યૂ ફેઈ ત્રીજા સ્થાને છે. બંને વચ્ચે અત્યાર સુધીમાં 9 મેચ રમવામાં આવી છે. તેમાંથી સિંધુ 6 વાર જીતી છે. યુ ફેઈ ફક્ત ત્રણ મેચમાં જ સફળ રહી હતી. સિંધુએ બંને વચ્ચેની છેલ્લી મેચ પણ જીતી હતી.

સિંધુએ ક્વાર્ટરફાઇનલમાં તાઈ યૂ યિંગને હરાવી 
સિંધુએ અગાઉ ક્વાર્ટર ફાઈનલમાં તાઈપેઈની તાઈ ઝૂ યિંગને 12-21, 23-21, 21-19થી હરાવી હતી. સિંધુએ 2018 અને 2017 માં સિલ્વર મેડલ જીત્યા હતા. જયારે 2013 અને 2014માં બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.