તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Pro Kabaddi League 2019: Tie Match Tied In Eliminator For The First Time In Tournament History

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટૂર્નામેન્ટના ઇતિહાસમાં પ્રથમવાર એલિમિનેટરમાં ટાઈ પડી, પવનની શાનદાર રેડ થકી યોધ્ધાને હરાવી બુલ્સ ફાઈનલમાં પહોંચ્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શ્રીકાંત જાધવ, યુપી યોધ્ધા - Divya Bhaskar
શ્રીકાંત જાધવ, યુપી યોધ્ધા
 • બીજા એલિમિનેટર મુકાબલામાં યુ મુમ્બાએ હરિયાણા સ્ટીલર્સને 46-38થી હરાવ્યું
 • બેંગલુરુ 16 તારીખે સેમિફાઇનલમાં દબંગ દિલ્હી સામે અને મુમ્બા બંગાળ સામે રમશે

સ્પોર્ટ્સ ડેસ્ક, અમદાવાદ: પવન શેરાવતની શાનદાર રમત થકી બેંગલુરુ બુલ્સે યુપી યોધ્ધાને અમદાવાદના ટ્રાન્સ્ટેડિયા ખાતે રમાયેલી પ્રથમ એલિમિનિટેર મેચમાં ૪૮-૪૫થી હરાવ્યું હતું. પવને પોતાની રેડ દ્વારા 20 પોઇન્ટ્સ મેળવીને બેંગલુરુની સેમિફાઇનલમાં જગ્યા નિશ્ચિત કરી હતી. બેંગલુરુ 16 તારીખે સેમિફાઇનલમાં દબંગ દિલ્હી સામે રમશે. જ્યારે બીજા એલિમિનેટર મુકાબલામાં યુ મુમ્બાએ હરિયાણા સ્ટીલર્સને  46-38થી હરાવ્યું હતું. તેઓ સેમિફાઇનલમાં બંગાળ વોરિયર્સ સામે ટકરાશે.
પ્રો કબડ્ડીના ઇતિહાસમાં પહેલીવાર એલિમિનેટર મેચમાં ટાઈ પડી 
ફર્સ્ટ હાફમાં યુપી 20-17 થી આગળ હતું. બીજા હાથમાં બેંગલુરુએ ફાઇટ કરતા લીડનું અંતર 4 અંકનું કરી દીધું હતું. જોકે ફરી એકવાર યુપીએ પોતાની આક્રમક રમતથી 32-26ની લીડ મેળવી હતી અને તે સમયે માત્ર પાંચ મિનિટનો સમય બાકી હતો. તેવામાં લાગતું હતું કે યુપી મેચ જીતી જશે, જોકે તે પછી બેંગલુરુએ વિરોધી ટીમને ઓલ આઉટ કરીને સ્કોર 34-34ની બરોબરી પર લાવી દીધો હતો. 10 સેકેન્ડનો સમય બાકી હતો ત્યારે બેંગલુરુ 1 પોઇન્ટની લીડ સાથે આગળ હતું, જોકે દિવસની અંતિમ રેડમાં યોધ્ધાના સુરીન્દ્ર ગિલે 1 પોઇન્ટ મેળવ્યો અને 36-36ના સ્કોર સાથે ટાઈ પડી હતી. પ્રો કબડ્ડીના ઇતિહાસમાં પહેલીવાર એલિમિનેટર મેચમાં ટાઈ થઈ હતી. તે પછી રિઝલ્ટ માટે સાત મિનિટની રમત વધુ ઉમેરવામાં આવી હતી જેમાં બેંગલુરુએ પવનની રેડ થકી શાનદાર રમત દાખવી ૪૮-૪૫ થી મેચ જીતી હતી.

હું મારી રમતનો બધો શ્રેય મારા કોચ રણધીર સિંહને આપું છું:પવન
મેચ પછી બેંગલુરુના પવન કહ્યું કે હું મારી રમતનો બધો શ્રેય મારા કોચ રણધીર સિંહને આપું છું. તેમણે મને કહ્યું હતું હું તે પ્રમાણે જ રમ્યો હતો. બીજા હાફમાં જ્યારે મારી પહેલી 3 રેડ નિષ્ફળ રહી ત્યારે મને લાગ્યું કે અમે મેચ હારી ગયા છીએ પરંતુ કોચને મારા પર વિશ્વાસ હતો અને તેમનો આ વિશ્વાસ સાચો સાબિત થયો. હું તે સાથે જ ટીમના અનુભવી રોહિતભાઈનો પણ આભાર માનું છું કે તેમણે એ વાતનું ધ્યાન રાખ્યું હતું કે હું મહત્ત્વની ક્ષણે ધીરજ ન ગુમાવું અને મારી શ્રેષ્ઠ રમત રમું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો