• Home
  • Sports
  • Other Sports
  • One team will play Bryant's number 24 and the other team will be wearing their daughter Gianna's number 2 jersey.

બ્રાયન્ટને શ્રદ્ધાંજલિ / એક ટીમ બ્રાયન્ટની 24 નંબર તો બીજી ટીમ તેમની દીકરી જિયાનાની 2 નંબરવાળી જર્સી પહેરીને રમશે

પાંચ વારના એનબીએ ચેમ્પિયન કોબી બ્રાયન્ટ. -ફાઈલ ફોટો
પાંચ વારના એનબીએ ચેમ્પિયન કોબી બ્રાયન્ટ. -ફાઈલ ફોટો

  • શિકાગોમાં રવિવારે લેબ્રોન-જિયાનીઝ વચ્ચે મેચ રમાશે, 200 દેશમાં પ્રસારણ
  • 26 જાન્યુઆરીએ હેલિકોપ્ટર દુર્ઘટનામાં બ્રાયન્ટ સહિત 9 લોકો મૃત્યુ પામ્યા હતા

Divyabhaskar.com

Feb 15, 2020, 09:58 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: અમેરિકાની બાસ્કેટબોલ લીગ એનબીએમાં રવિવારે ઓલ સ્ટાર ગેમનો મુકાબલો રમાશે. આ વખતે આ મેચ સંપૂર્ણપણે કોબી બ્રાયન્ટને સમર્પિત રહેશે. 26 જાન્યુઆરીએ હેલિકોપ્ટર દુર્ઘટનામાં 5 વખત એનબીએ ચેમ્પિયન કોબી બ્રાયન્ટ, તેમની 13 વર્ષની દીકરી જિયાના સહિત 9 લોકો મૃત્યુ પામ્યા હતા. લેબ્રોન અને જિયાનિઝ વચ્ચે રમાનાર મેચમાં લેબ્રોન 2 નંબરની જર્સી જોકે જિયાનીઝ 24 નંબરની જર્સી પહેરીને રમશે. આવું એટલા માટે કેમ કે કોબી 24 નંબરની જર્સી જોકે જિયાના 2 નંબરની જર્સી પહેરીને રમતી હતી. 1951થી દર વર્ષે ફેબ્રુઆરીમાં ઓલ સ્ટાર ગેમનું આયોજન થઈ રહ્યું છે.

ગ્રેમી એવોર્ડ જીતનાર જેનિફર પરફોર્મ કરશે
મેચ પહેલાં ગ્રેમી એવોર્ડ જીતનાર સિંગર અને એક્ટ્રેસ જેનિફર હડસન પરફોર્મ કરશે. 2018માં બ્રાયન્ટની ફિલ્મ ડિયર બાસ્કેટબોલને બેસ્ટ શોર્ટ એનિમેટેડ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. લેબ્રોન ટીમમાં જેમ્સ, એન્ટોની ડેવિસ, સિઝનનો સૌથી વધુ પોઇન્ટ બનાવનાર જેમ્સ હાર્ડન, કાવહી લિયોનાર્ડ અને લુકા ડોનકિક સામેલ છે. જ્યારે જિયાનીઝ ટીમમાં એનટિટોકોમપો, જોએલ એમ્બિટ, પાસ્કલ સિયાકમ, કિમ્બા વોલ્કર અને ટ્રાયે યંગને સ્થાન મળ્યું છે.

દરેક ખેલાડીની જર્સી પર 9 સ્ટાર પણ બનેલા હશે
બંને ટીમની જર્સી પર 9 સ્ટાર બનેલા હશે. આવું દુર્ઘટનામાં માર્યા ગયેલા 9 લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે કરાયું છે. આ વખતે મેચનું ફોર્મેટ પણ બદલાયું છે. 12-12 મિનીટના ત્રણ ક્વાર્ટર હશે. તેના પછી લીડ લેનાર ટીમના કુલ સ્કોરમાં 24 પોઇન્ટ વધુ ઉમેરાશે. આ ફાઈનલ ટારગેટ હશે. અંતિમ ક્વાર્ટરની કોઈ ટાઈમ લિમિટ નહીં હોય. બંને ટીમમાંથી જે ટીમ આ ક્વાર્ટરમાં ફાઈનલ ટારગેટ સુધી પહોંચી જશે તે ચેમ્પિયન બનશે. બ્રાયન્ટને 4 વખત ઓલ સ્ટાર ગેમનો મોસ્ટ વેલ્યૂએબલ ખેલાડીનો ખિતાબ મળ્યો હતો.

X
પાંચ વારના એનબીએ ચેમ્પિયન કોબી બ્રાયન્ટ. -ફાઈલ ફોટોપાંચ વારના એનબીએ ચેમ્પિયન કોબી બ્રાયન્ટ. -ફાઈલ ફોટો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી