બોક્સિંગ / ઓલિમ્પિક ક્વોલિફાયર માટે મેરી કોમ-નિખત ઝરીન વચ્ચે ડિસેમ્બરમાં ટ્રાયલ મેચ: રિપોર્ટ

નિખત ઝરીન અને મેરી કોમ. -ફાઈલ ફોટો
નિખત ઝરીન અને મેરી કોમ. -ફાઈલ ફોટો

  • નિખતે મેરી કોમ વિરુદ્ધ 51 કિલોગ્રામ કેટેગરીમાં ટ્રાયલ મેચ યોજાવવા કહ્યું હતું
  • લોવલિના બોર્ગોહેનને 69 કિલોગ્રામ કેટેગરીમાં ટ્રાયલ આપવું પડશે

Divyabhaskar.com

Nov 09, 2019, 02:23 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: બોક્સર એમસી મેરી કોમ અને નિખત ઝરીન વચ્ચે ટોક્યો ઓલિમ્પિક ક્વોલિફાયર મુકાબલામાં 51 કિલોગ્રામની ટ્રાયલ મેચ ડિસેમ્બરમાં થઇ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શુક્રવારે બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (બીએફઆઈ)એ ટ્રાયલ મેચ માટે પોતાની સહમતિ આપી હતી. આ નિર્ણયને બીએફઆઈના અધ્યક્ષ અજય સિંહને તેમના કાર્યાલયમાં કર્મચારિઓના માધ્યમથી પહોંચાડવામાં આવ્યો હતો. આ અંગેની જાણકારી જલ્દી બંને ખેલાડીઓને પણ પહોંચાડવામાં આવશે. લોવલિના બોર્ગોહેનને 69 કિલોગ્રામ કેટેગરીમાં ટ્રાયલ આપવું પડશે.

ટ્રાયલ પર નિર્ણય અંગે ગુરુવારે બેઠક સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના મુખ્યાલયમાં થઈ હતી. આમાં બીએફઆઈ અને સાઈના પદાધિકારીની સાથે મહાનિદેશક સંદીપ પ્રધાન, રમત મંત્રાલયના એક અધિકારી, બે વિદેશી કોચ રાફેલ બર્ગમેસ્કો અને સેન્ટિયાગો નીવા શામેલ હતા.

મેરી કોમ આ વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતી હતી
મેરીકોમ આ વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતી હતી. તેને આના આધારે જ ઓલિમ્પિક ક્વોલીફાયર્સમાં મોકલવાની વાત ચાલી રહી હતી. જોકે નિયમ અનુસાર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અથવા સિલ્વર મેડલ જીતનાર બોક્સરને જ ડાઇરેક્ટ એન્ટ્રી મળે છે. અન્ય બધાએ ટ્રાયલ મેચ રમવી પડે છે. ટોક્યો ઓલિમ્પક ક્વોલિફાયર મુકાબલા ચીનના વુહાનમાં 3થી 14 ફેબ્રુઆરી સુધી રમાશે.

નિખત ઝરીને ટ્રાયલ માટે રમત મંત્રીને પત્ર લખ્યો હતો
બેઠકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, મેરી કોમે ટ્રાયલ માટે ક્યારેય ઇન્કાર કર્યો નથી, પરંતુ અધ્યક્ષ અજય સિંહનો વ્યક્તિગત મત હતો કે વર્લ્ડ ચેમ્પિયનશિપના પ્રદર્શનને જોતા તેને ટ્રાયલ માટે મોકલવામાં આવે નહીં. અજય સિંહના આ નિવેદન પછી નિખત ઝરીને રમત મંત્રી કિરણ રિજિજૂને ટ્રાયલ માટે પત્ર લખ્યો હતો. તેણે કહ્યું હતું કે, હું નાનપણથી મેરી કોમથી પ્રેરિત છું. આ પ્રેરણા સાથે ન્યાય કરવાનો સૌથી સારો રસ્તો એ છે કે હું તેમના જેવી મહાન બોક્સર બનવાનો પ્રયત્ન કરું. શું મેરી કોમ એટલી મોટી વ્યક્તિ છે કે તેમને મુકાબલાથી દૂર રાખવાની જરૂર છે?

X
નિખત ઝરીન અને મેરી કોમ. -ફાઈલ ફોટોનિખત ઝરીન અને મેરી કોમ. -ફાઈલ ફોટો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી