• Home
  • Sports
  • Other Sports
  • Former world No. 1 Romanian player, who was defeating Serena Williams in the final of Wimbledon final, was struggling to win the titles at one time.

ટેનિસ / સિમોના હાલેપ વિમ્બલ્ડનની ફાઇનલમાં સેરેના વિલિયમ્સને હરાવનાર પૂર્વ વર્લ્ડ નંબર 1 રોમેનિયન ખેલાડી એક સમયે ટાઇટલ જીતવા ઝઝૂમી રહી હતી

Former world No. 1 Romanian player, who was defeating Serena Williams in the final of Wimbledon final, was struggling to win the titles at one time.

  • 27 વર્ષીય હાલેપે વિમ્બલ્ડનની ફાઇનલમાં એક કલાકની અંદર વિલિયમ્સને 6-2, 6-2થી હરાવી હતી 
  • વિમ્બલ્ડન જીતીને તેણે કહ્યું હતું કે, આ ટાઇટલ મારુ અને મારી માતાનું સપનું હતું, જે હું આજે જીવી રહી છું
  • 2010માં કરિયરની શરૂઆત કરનાર હાલેપ એક સમયે, સ્લેમ-લેસ નંબર-1 ખેલાડી તરીકે જાણીતી હતી, 2018માં ફ્રેન્ચ ઓપન જીતીને પોતાનું પહેલું મેજર જીત્યું 

Divyabhaskar.com

Jul 14, 2019, 11:59 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: એક સેટ અને એક બ્રેક પોઇન્ટની લીડ વુમન્સ ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં સુખદાયક સ્થાન છે. સિમોના હાલેપ આ વાત બહુ સારી રીતે જાણે છે. છેલ્લા 24 મહિનામાં તે આ પરિસ્થિતિમાં કોર્ટની બંને સાઈડ રહી છે. 2 વર્ષ પહેલાં 2017માં તે ફ્રેન્ચ ઓપનની ફાઇનલ જીતવા ફેવરિટ હતી. પરંતુ લાત્વિયાનની 20 વર્ષીય જેલેના ઓસ્ટપેનકો સામે હારી ગઈ હતી. 2014માં મારિયા શારાપોવા સામે હાર્યા પછી તે બીજી વખત આ રીતે રનરઅપ રહી હતી. જાણે ફાઇનલમાં રનરઅપ બનવાની પેટર્ન બની ગઈ હોઈ તેમ ઓસ્ટ્રેલિયન ઓપન, બેજિંગ અને રોમ વારાફરતી તે બધે ફાઇનલમાં માત ખાઈ રહી હતી.

ફ્રેન્ચ ઓપન 2018થી જીતનું ખાતું ખોલાવ્યું: સતત 3 ફાઇનલ હારનાર હાલેપે 2018ની ફ્રેન્ચ ઓપનથી પહેલી વાર ટાઇટલની જીતનો સ્વાદ ચાખ્યો હતો. આ મેચમાં યુએસ ઓપન ચેમ્પિયન લોઅને સ્ટીફન સામે તેણે 3-6, 6-4, 6-1થી જીત મેળવી હતી. નોંધ લેવા જેવી વાત એ છે કે અગાઉની 3 ફાઇનલની જેમ આ વખતે પણ મેચ છેલ્લા સેટ સુધી ગઈ હતી. પરંતુ હાલેપે મગજ પર કાબુ રાખતાં જીત મેળવી હતી. તેની વિરોધી સ્ટીફનનો 6-0નો રેકોર્ડ હતો અને ફાઇનલના દબાણમાં હાલેપનો રેકોર્ડ જોતાં એક્પર્ટસનું માનવું હતું કે તેના માટે મેચ જીતવી લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે. જોકે તેણે ઇતિહાસ રચી બતાવ્યો હતો.

2008માં જુનિયર ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન બની હતી, સ્પોર્ટ્સમેન સ્પિરિટ માટે જાણીતી છે: કહેવાય છે ને કે લાઈફ ક્યારેક એક આખું સર્કલ કમ્પ્લિટ કરતું હોય છે. વર્લ્ડ નંબર 1 હાલેપ જે એક સમયે ટાઇટલ માટે ઝઝૂમી રહી હતી, તે 2008માં જુનિયર ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન બની હતી. 10 વર્ષ પછી 2018માં તેણે મેજર ફ્રેન્ચ ઓપન ટાઇટલ પોતાના નામે કર્યો હતો. સ્ટીફને ફાઇનલ પછી હાલેપને ફોટોગ્રાફર્સ માટે કેવી રીતે પોઝ આપવો તે શીખવાડ્યું હતું, અને હાલેપે તેના કહ્યા અનુસાર ફોટો પણ પડાવ્યા હતા. હાલેપને દરેક હરીફ આ રીતે જ જોવે છે કારણકે તે ક્યારેય મેદાન પરની જંગને મેદાનની બહાર લાવતી નથી અને પોતાના મસ્તીભર્યા અંદાઝ માટે જાણીતી છે.

વિમ્બલ્ડન જીતીને માતાનું સપનું પૂરું કર્યું: સિમોના હાલેપે વિમ્બલ્ડન વુમન્સ સિંગલ્સની ફાઇનલમાં સેરેના વિલિયમ્સને 6-2, 6-2થી હરાવીને પોતાનું પહેલું ઓલ ઇંગ્લેન્ડ ક્લબનું ટાઇટલ જીત્યું હતું. તે આ ટાઇટલ જીતનાર પહેલી રોમેનિયન ખેલાડી છે. ગ્રાસ પર રમવું હાલેપનો મજબૂત પક્ષ નથી, તેમ છતાં તેણે 7 વારની વિમ્બલ્ડન ચેમ્પિયન સેરેનાને માત આપીને અપસેટ સર્જ્યો હતો. તેણે કહ્યું હતું કે, "આ મારા કરિયરની શ્રેષ્ઠ મેચ હતી. આ ક્ષણ માટે મેં બહુ મહેનત કરી છે. મારી પાસે શબ્દો નથી એ કહેવા માટે કે હું કેવું અનુભવી રહી છું. મેચ પહેલા મારી તબિયત સારી ન હતી. તેમ છતાં હું કોર્ટ પર આવી હતી. મારા માતાનું સપનું હતું કે હું એક દિવસ વિમ્બલ્ડનનું ટાઇટલ પોતાના નામે કરું. હું કંઈક 10-12 વર્ષની હતી ત્યારથી મેં તેમની સાથે આ સપનું જોયું હતું અને આજે હું તે સપનું જીવી રહી છું.

X
Former world No. 1 Romanian player, who was defeating Serena Williams in the final of Wimbledon final, was struggling to win the titles at one time.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી