• Home
  • Sports
  • Other Sports
  • Simona Halappa became the Wimbledon champion by defeating 23 time Grand Slam winner Serena Williams

વિમ્બલ્ડન / 23 વારની ગ્રાન્ડ સ્લેમ વિજેતા સેરેના વિલિયમ્સને હરાવીને સિમોના હાલેપ ચેમ્પિયન બની

Simona Halappa became the Wimbledon champion by defeating 23-time Grand Slam winner Serena Williams

  • સિમોના હાલેપે સેરેના વિલિયમ્સને 6-2, 6-2થી હરાવી હતી 
  • આ પહેલાં હાલેપ 2018માં ફ્રેન્ચ ઓપનમાં વિજેતા બની હતી

Divyabhaskar.com

Jul 13, 2019, 08:58 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: સિમોના હાલેપે વિમ્બલ્ડન વુમન્સ સિંગલ્સની ફાઇનલમાં સેરેના વિલિયમ્સને 6-2, 6-2થી હરાવીને પોતાનું પહેલું ઓલ ઇંગ્લેન્ડ ક્લબનું ટાઇટલ જીત્યું હતું. 23 વારની ગ્રાન્ડ સ્લેમ વિજેતા વિલિયમ્સને રોમેનિયન હાલેપે પોતાના શાનદાર પ્રદર્શન થકી હંફાવી હતી. મેચ પછી હાલેપે કહ્યું હતું કે, "આ મારા કરિયરની શ્રેષ્ઠ મેચ હતી. આ ક્ષણ માટે મેં બહુ મહેનત કરી છે. મારી પાસે શબ્દો નથી એ કહેવા માટે કે હું કેવું અનુભવી રહી છું."

તેણે વધુ ઉમેરતા કહ્યું કે, મેચ પહેલા મારી તબિયત સારી ન હતી. તેમ છતાં હું કોર્ટ પર આવી હતી. હું આ દિવસ ક્યારેય નહીં ભૂલું. મારા મમ્મીનું સપનું હતું કે હું એક દિવસ વિમ્બલ્ડનનું ટાઇટલ પોતાના નામે કરું. હું કંઈક 10-12 વર્ષની હતી ત્યારથી મેં તેમની સાથે આ સપનું જોયું હતું અને આજે હું તે સપનું જીવી રહી છું. મારા માટે આ યાદગાર ટૂર્નામેન્ટ રહી છે અને આ સૌથી મોટી ઉપલબ્ધી છે.

X
Simona Halappa became the Wimbledon champion by defeating 23-time Grand Slam winner Serena Williams
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી