તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Maricom Lose 1 4 To Turkey's C Busenaz In Semifinal, Win Bronze Medal, Become First Player To Win 8 Medals In Tournament

મેરીકોમ સેમિફાઇનલમાં તુર્કીની સી બુસેનાઝ સામે 1-4થી હારી, ટૂર્નામેન્ટમાં પ્રથમવાર બ્રોન્ઝ મેડલ જીત્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મેરીકોમ ટૂર્નામેન્ટમાં 8 મેડલ જીતનાર પ્રથમ ખેલાડી બની, આ પહેલા 6 ગોલ્ડ અને એક સિલ્વર જીત્યો હતો
  • મેન્સ બોક્સિંગમાં ફેલિક્સ સેવને સૌથી વધુ 7 મેડલ જીત્યા હતા

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતની સ્ટાર મહિલા બોક્સર મેરીકોમ રશિયામાં રમાઈ રહેલ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની 51 કિલોગ્રામ કેટેગરીની સેમિફાઇનલમાં તુર્કીની સી બુસેનાઝ સામે 1-4થી હારી હતી. મેરીકોમને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. જોકે ભારતે રેફરીના નિર્ણય વિરુદ્ધ અપીલ કરી છે. મેરીકોમે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આઠમો મેડલ જીત્યો છે. તેણે પ્રથમવાર 51 કિલોગ્રામની કેટેગરીમાં ભાગ લીધો હતો. આ પહેલાના સાતેય મેડલ તેણે 48 કિલોગ્રામની કેટેગરીમાં જીત્યા હતા.

મેરીકોમ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પહેલો મેડલ 2001માં જીતી હતી
મેરીકોમે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી 6 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ જીત્યો છે. તેણે પહેલો મેડલ 2001માં જીત્યો હતો. તે પછી તે સતત 6 વાર ચેમ્પિયન બનવામાં સફળ રહી હતી. તેણે 2012 લંડન ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. એશિયન ગેમ્સમાં તેણે એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ, જયારે 2018 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો. તે એશિયન ચેમ્પિયનશિપમાં 5 ગોલ્ડ, 1 બ્રોન્ઝ અને એશિયન ઇન્ડોર ગેમ્સમાં એક ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે.

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેરીકોમના મેડલ:

વર્ષમેડલ
2019બ્રોન્ઝ
2018ગોલ્ડ
2010ગોલ્ડ
2008ગોલ્ડ
2006ગોલ્ડ
2005ગોલ્ડ
2002ગોલ્ડ
2001સિલ્વર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો