ટેનિસ / નડાલે સતત બીજી વખત રોજર્સ કપ જીત્યો, 35મો માસ્ટર્સ ખિતાબ

Nadal won the Rogers Cup for the second time in a row, the 35th Masters title

  • નડાલે રશિયાના મેદવેદેવને 6-3, 6-0થી હરાવીને સીઝનનું ત્રીજું ટાઇટલ જીત્યું
  • તેણે જીત્યા પછી કહ્યું કે, મારે હજુ ઘણું શીખવાનું છે. હું આવતા વર્ષે જુદી-જુદી મેચોમાં રમવા માટે નવી ચીજો શીખીને આવીશ

Divyabhaskar.com

Aug 13, 2019, 10:30 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: સ્પેનના ટેનિસ સ્ટાર રાફેલ નડાલે સતત બીજી વખત રોજર્સ કપ ટાઇટલ જીત્યું. ટોપ સીડ નડાલે ફાઇનલમાં રશિયાના ડેનિયલ મેદવેદેવને 6-3, 6-0થી હરાવ્યો. તેણે કરિયરમાં પહેલી વાર હાર્ડ કોર્ટ પર ખિતાબ બચાવ્યો. આ તેનો રેકોર્ડ 35મો માસ્ટર્સ-1000 ખિતાબ છે. વિમેન્સ સિંગલ્સમાં કેનેડાની બિયાન્કા આંદ્રેસ્કૂ ચેમ્પિયન બની. નડાલે મેદવેદેવને 70 મિનિટમાં હરાવી દીધો. તેણે આ ટુર્ના.માં પાંચમી વખત ખિતાબ જીત્યો. વર્તમાન સીઝનમાં આ તેનું ત્રીજું ટાઇટલ છે. તે રોમ માસ્ટર્સ અને ફ્રેન્ચ ઓપન પણ જીતી ચૂક્યો છે અને સીઝનમાં 3 ખિતાબ જીતનારો ચોથો ખેલાડી છે.

મેચ જીત્યા બાદ નડાલે કહ્યું, 'મારે હજુ ઘણું શીખવાનું છે. હું આવતા વર્ષે જુદી-જુદી મેચોમાં રમવા માટે નવી ચીજો શીખીને આવીશ. મેદવેદેવ ખૂબ પ્રતિભાશાળી ખેલાડી છે પણ આજનો દિવસ મારા માટે સારો હતો. હું આ વર્ષે સિનસિનાટી માસ્ટર્સમાં નહીં રમું.' નડાલ ગત વર્ષે પણ સિનસિનાટી માસ્ટર્સમાં નહોતો રમ્યો.

આંદ્રેસ્કૂ ચેમ્પિયન, સેરેના ઇજાના કારણે ખસી ગઇ
વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં અમેરિકાની સેરેના વિલિયમ્સ પીઠના દુખાવાના કારણે મેચમાંથી ખસી ગઇ. ત્યારે તે પ્રથમ સેટમાં 1-3થી પાછળ હતી. કેનેડાની 19 વર્ષીય બિયાન્કા આંદ્રેસ્કૂએ ખિતાબ જીતી લીધો. તે અહીં ચેમ્પિયન બનનારી 50 વર્ષ બાદ પ્રથમ કેનેડિયન મહિલા ખેલાડી છે. 1969માં ફાએ અર્બન ચેમ્પિયન બની હતી. આ આંદ્રેસ્કૂનો પહેલો માસ્ટર્સ-1000 ખિતાબ છે.

X
Nadal won the Rogers Cup for the second time in a row, the 35th Masters title
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી