વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ / મેરીકોમ સેમિફાઇનલમાં પહોંચી, ટૂર્નામેન્ટમાં આઠમો મેડલ નિશ્ચિત કર્યો

મેરીકોમ. -ફાઈલ
મેરીકોમ. -ફાઈલ

  • મેરીકોમે ક્વાર્ટફાઇનલમાં કોલંબિયાની વેલેન્સિયાને 5-0થી હરાવી
  • તે પહેલી વાર 51 કિલોગ્રામની કેટેગરીમાં રમી રહી છે

Divyabhaskar.com

Oct 10, 2019, 12:32 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતની સ્ટાર મહિલા બોક્સર મેરીકોમ રશિયામાં રમાઈ રહેલ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની 51 કિલોગ્રામ કેટેગરીની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. ગુરુવારે ક્વાર્ટફાઇનલમાં તેણે કોલંબિયાની ઇન્ગ્રિત વેલેન્સિયાને 5-0થી હરાવી હતી. આ જીત સાથે મેરીકોમે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આઠમો મેડલ નિશ્ચિત કરી દીધો છે. તેણે પ્રથમવાર 51 કિલોગ્રામની કેટેગરીમાં ભાગ લીધો છે. આ પહેલાના સાતેય મેડલ તેણે 48 કિલોગ્રામની કેટેગરીમાં જીત્યા હતા.

મેરીકોમ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પહેલો મેડલ 2001માં જીતી હતી
મેરીકોમે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી 6 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ જીત્યો છે. તેણે પહેલો મેડલ 2001માં જીત્યો હતો. તે પછી તે સતત 6 વાર ચેમ્પિયન બનવામાં સફળ રહી હતી. તેણે 2012 લંડન ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. એશિયન ગેમ્સમાં તેણે એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ, જયારે 2018 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો. તે એશિયન ચેમ્પિયનશિપમાં 5 ગોલ્ડ, 1 બ્રોન્ઝ અને એશિયન ઇન્ડોર ગેમ્સમાં એક ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે.

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેરીકોમના મેડલ:

વર્ષ મેડલ
2018 ગોલ્ડ
2010 ગોલ્ડ
2008 ગોલ્ડ
2006 ગોલ્ડ
2005 ગોલ્ડ
2002 ગોલ્ડ
2001 સિલ્વર
X
મેરીકોમ. -ફાઈલમેરીકોમ. -ફાઈલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી