સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતની સ્ટાર મહિલા બોક્સર મેરીકોમ રશિયામાં રમાઈ રહેલ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની 51 કિલોગ્રામ કેટેગરીની સેમિફાઇનલમાં તુર્કીની સી બુસેનાઝ સામે 1-4થી હારી હતી. મેરીકોમને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. જોકે ભારતે રેફરીના નિર્ણય વિરુદ્ધ અપીલ કરી છે. મેરીકોમે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આઠમો મેડલ જીત્યો છે. તેણે પ્રથમવાર 51 કિલોગ્રામની કેટેગરીમાં ભાગ લીધો હતો. આ પહેલાના સાતેય મેડલ તેણે 48 કિલોગ્રામની કેટેગરીમાં જીત્યા હતા.
મેરીકોમ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પહેલો મેડલ 2001માં જીતી હતી
મેરીકોમે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી 6 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ જીત્યો છે. તેણે પહેલો મેડલ 2001માં જીત્યો હતો. તે પછી તે સતત 6 વાર ચેમ્પિયન બનવામાં સફળ રહી હતી. તેણે 2012 લંડન ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. એશિયન ગેમ્સમાં તેણે એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ, જયારે 2018 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો. તે એશિયન ચેમ્પિયનશિપમાં 5 ગોલ્ડ, 1 બ્રોન્ઝ અને એશિયન ઇન્ડોર ગેમ્સમાં એક ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે.
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેરીકોમના મેડલ:
વર્ષ | મેડલ |
2019 | બ્રોન્ઝ |
2018 | ગોલ્ડ |
2010 | ગોલ્ડ |
2008 | ગોલ્ડ |
2006 | ગોલ્ડ |
2005 | ગોલ્ડ |
2002 | ગોલ્ડ |
2001 | સિલ્વર |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.