તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Kashyap Reach The Semifinals Of Korea Open, Beating Denmark's Jorgesen In 37 Minutes

કશ્યપ કોરિયા ઓપનની સેમિફાઇનલમાં પહોંચ્યો, ડેનમાર્કના જોર્ગેસનને 37 મિનિટમાં હરાવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પી કશ્યપ. -ફાઈલ ફોટો - Divya Bhaskar
પી કશ્યપ. -ફાઈલ ફોટો
  • પારૂપલ્લી કશ્યપે ડેનમાર્કના જાન ઓ જોર્ગેસનને 24-22, 21-8થી હરાવ્યો
  • કશ્યપ ટૂર્નામેન્ટમાં ભારતની એકમાત્ર આશા; સાઈના, સિંધુ અને પ્રણીત બહાર થઇ ગયા છે

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય શટલર પારૂપલ્લી કશ્યપ શુક્રવારે કોરિયા ઓપનની સેમિફાઇનલમાં પહોંચી ગયો હતો. તેણે મેન્સ સિંગલ્સની ક્વાર્ટરફાઇનલમાં ડેનમાર્કના જાન ઓ જોર્ગેસનને 24-22, 21-8થી હરાવ્યો હતો. 33 વર્ષિએ કશ્યપે આ મુકાબલો 37 મિનિટમાં જીત્યો હતો. સેમિફાઇનલમાં કશ્યપનો સામનો વર્લ્ડ નંબર 1 અને બે વખત ચેમ્પિયન રહી ચૂકેલ કેંતો મોમોતા સામે શનિવારે થશે.
કશ્યપ આ સીઝનમાં બીજી વાર સેમિફાઇનલમાં પહોંચ્યો છે. આ પહેલા તે ઇન્ડિયા ઓપન સુપર ટૂર્નામેન્ટના અંતિમ ચારમાં પહોંચ્યો હતો. જોર્ગેસન વિરુદ્ધ કશ્યપ છેલ્લે ડેનમાર્ક ઓપનમાં પાંચ વર્ષ પહેલા રમ્યો હતો. બંને વચ્ચે આ સાતમી મેચ હતી. કશ્યપે આ સાતમાંથી પાંચ મેચ પોતાના નામે કરી છે. કશ્યપે પ્રિ-ક્વાર્ટરફાઇનલમાં મલેશિયાના ડેરેન લિયૂને ત્રણ ગેમમાં હરાવ્યો હતો. તેણે તે મુકાબલો 21-17, 11-21, 21-12થી 56 મિનિટમાં જીતી લીધો હતો.
કોમનવેલ્થ ગેમ્સ 2014માં ગોલ્ડ મેડલ જીતનાર કશ્યપ આ ટૂર્નામેન્ટમાં ભારતની મેડલ માટેની એકમાત્ર આશા છે. તેની પહેલા વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુ અને સાઈના નહેવાલ બુધવારે પ્રથમ રાઉન્ડમાં જ ટૂર્નામેન્ટની બહાર થઇ ગયા હતા. સિંધુને અમેરિકાની ઝેંગ બેઈવેને 7-21, 24-22, 21-15થી હરાવી હતી. બીજી તરફ નહેવાલની મેચ કોરિયાની કિમ ગે સામે હતી. તે પ્રથમ ગેમ 21-19થી જીત્યા બાદ બીજી ગેમ 18-21થી હારી ગઈ હતી, અને રિટાયર્ડ હર્ટ થઇ ત્યારે અંતિમ ગેમમાં 1-8થી પાછળ હતી. મેન્સ સિંગલ્સમાં બી સાઈ પ્રણીત પણ ઇજાના લીધે ટૂર્નામેન્ટની બહાર થઇ ગયો છે. તે ડેનમાર્કના આંદ્રેસ અનેટોન્સન વિરુદ્ધ પ્રથમ રાઉન્ડની મેચમાં રિટાયર થયો હતો. તે પહેલી ગેમ 9-21થી હારી ગયો હતો અને બીજી ગેમમાં પણ 7-11થી પાછળ ચાલી રહ્યો હતો.