કોરોનાવાયરસ / જાપાને ટોક્યો ઓલિમ્પિક રદ કરવાથી ઇન્કાર કર્યો; મેથી ટિકિટ વેચવાની શરૂઆત થઇ શકે છે

વિદેશી ફેન્સ બૂથથી પણ ટિકિટ ખરીદી શકશે. -ફાઈલ ફોટો
વિદેશી ફેન્સ બૂથથી પણ ટિકિટ ખરીદી શકશે. -ફાઈલ ફોટો

  • ચીનમાં કોરોનાવાયરસથી અત્યાર સુધીમાં 1365 લોકોના મોત, જાપાનમાં 28 લોકોને ઇન્ફેક્શન
  • જાપાની નાગરિક પોસ્ટકાર્ડ લોટરી દ્વારા ટિકિટ ખરીદવા 20 ફેબ્રુઆરીથી અપ્લાઇ કરી શકશે

Divyabhaskar.com

Feb 13, 2020, 05:11 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: કોરોનાવાયરસના કારણે આ વર્ષે ટોક્યો ઓલિમ્પિક રદ થશે તેવા સમાચાર ખોટા છે. આ વાત ઓલિમ્પિક અને પેરાલિમ્પિક આયોજન સમિતિના પ્રમુખ યોશિરો મોરીએ ગુરુવારે કહી હતી. તેમણે કહ્યું કે, આ સૌથી મોટી ઇવેન્ટ છે, જે સમયસર થશે. ખરેખરમાં ચીનના વુહાનથી કોરોનાવાયરસની શરૂઆત થઇ હતી. અત્યારે જાપાનમાં 27 લોકોને ઇન્ફેક્શન છે. જ્યારે ચીનમાં 1365 લોકોના મોત થયા છે. આ વર્ષે ઓલિમ્પિક 24 જુલાઈથી 9 ઓગસ્ટ દરમિયાન રમાશે. મેથી ટિકિટ વેચવાની શરૂઆત થઇ શકે છે.

ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOA)ની બેઠકમાં યોશિરો મોરીએ કહ્યું કે, "અમે ઓલિમ્પિકને સફળ બનાવવા જાપાન સરકાર અને સંબંધિત સંસ્થાઓ સાથે ટચમાં છીએ. ગેમ્સ દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખતા બધી વ્યવસ્થા થઇ જશે."

વિદેશી ફેન્સ બૂથથી પણ ટિકિટ ખરીદી શકશે
જાપાનની ન્યુઝ એજેન્સીએ બુધવારે કહ્યું કે, "મેના બીજા અઠવાડિયાથી ઓલિમ્પિક ટિકિટ વેચવાની શરૂઆત થઇ શકે છે. તેની તારીખ હજી નક્કી કરવામાં આવી નથી. વિદેશી ફેન્સ પોતપોતાના દેશની માન્યતા પ્રાપ્ત સંસ્થા પાસેથી આ સુવિધા મેળવી શકશે. તે સાથે જ વિદેશી ફેન્સ બૂથથી પણ ટિકિટ ખરીદી શકશે. જોકે જાપાની નાગરિક પોસ્ટકાર્ડ લોટરી દ્વારા ટિકિટ ખરીદવા ઇચ્છતા હોય તો 20 ફેબ્રુઆરીથી અપ્લાઇ કરી શકે છે.

લોકોને ચિંતા કરવાની જરૂર નથી: ઓલિમ્પિક મંત્રી
જાપાનના ઓલિમ્પિક મંત્રી સીકો હાશીમોટોએ 31 જાન્યુઆરીએ કહ્યું હતું કે. "હું જાણું છું કે લોકો ચિંતિત છે. પરંતુ આ ટોક્યો ગેમ્સ છે. લોકોને ચિંતા કરવાની જરૂર નથી. અમે ઇન્ટરનેશનલ કમિટી સહિત અન્ય સંબંધિત સંસ્થાઓ સાથે ટચમાં છીએ. ઓલિમ્પિક ગેમ્સને સફળ બનાવવા કામગીરી ચાલી રહી છે.

X
વિદેશી ફેન્સ બૂથથી પણ ટિકિટ ખરીદી શકશે. -ફાઈલ ફોટોવિદેશી ફેન્સ બૂથથી પણ ટિકિટ ખરીદી શકશે. -ફાઈલ ફોટો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી