ડેવિસ કપ / ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવ્યું, વર્લ્ડ ગ્રુપ ક્વોલિફાયરમાં પહોંચ્યું; 2 વારની ચેમ્પિયન ક્રોએશિયા સામે મુકાબલો

લિએન્ડર પેસે ટ્વિટર પર ફોટો શેઅર કરી હતી.
લિએન્ડર પેસે ટ્વિટર પર ફોટો શેઅર કરી હતી.

  • ભારતનો વર્લ્ડ ગ્રુપ ક્વોલિફાયરમાં ક્રોએશિયા સામે તેના ઘરઆંગણે 6-7 માર્ચના રોજ મુકાબલો
  • લિએન્ડર પેસ અને જીવન નેદુનચેઝિયાનની જોડીએ મોહમ્મદ શોએબ- હુફેઝા રહેમાનને 6-1, 6-3થી હરાવ્યા
  • શુક્રવારે સુમિત નાગલે હુફેઝા મો. રહેમાનને અને રામકુમાર રામનાથને મોહમ્મદ શોએબને હરાવ્યા હતા

Divyabhaskar.com

Nov 30, 2019, 06:55 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતે ડેવિસ કપમાં પાકિસ્તાનને 4-0થી હરાવ્યું છે. આ સાથે ભારત વર્લ્ડ ગ્રુપ ક્વોલિફાયરમાં પહોંચી ગયું છે. હવે ભારતનો મુકાબલોનો બે વારની ચેમ્પિયન ક્રોએશિયા સામે થશે. ભારત ક્રોએશિયા સામે તેના ઘરઆંગણે 6-7 માર્ચના રોજ રમશે.

શનિવારે કઝાખસ્તાનના નૂર સુલ્તાનમાં લિએન્ડર પેસ અને જીવન નેદુનચેઝિયાનની જોડીને ડબલ્સનો મુકાબલો જીત્યો હતો. આ પેસની ડબલ્સમાં 44મી જીત છે. ભારતીય જોડીએ મોહમ્મદ શોએબ- હુફેઝા રહેમાનને 6-1, 6-3થી હરાવ્યા હતા. તેમણે વિરોધી ટીમને 53 મિનિટમાં માત આપી હતી. ગયા વર્ષે પેસ ડેવિસ કપમાં પોતાની 43મી મેચ જીતીને સૌથી સફળ ખેલાડી બન્યો હતો. શુક્રવારે રામકુમાર રામનાથન અને સુમિત નાગલે પોતાના વ્યક્તિગત મુકાબલા જીતીને ભારતને 2-0ની લીડ અપાવી હતી. સુમિતે હુફેઝા મો. રહેમાન અને રામકુમાર રામનાથને મોહમ્મદ શોએબને હરાવ્યા હતા. સુમિત પોતાની મેચ 64 મિનિટમાં 6-0, 6-2 જીતી હતી. જયારે રામકુમારે 42 મિનિટમાં 6-0, 6-2થી જીત મેળવી હતી. ભારત હવે વર્લ્ડ ગ્રુપ ક્વોલિફાયરમાં ક્રોએશિયા સામે રમશે. ભારત વર્ષે 6 અથવા 7 માર્ચે તેમની સામે રમશે.

પેસનો રેકોર્ડ તોડવો અઘરો
પેસ ડેવિસ કપના ઇતિહાસમાં 44 ડબલ્સ મેચ જીતનાર પ્રથમ ખેલાડી છે. તેનો રેકોર્ડ તોડવો હાલના ખેલાડીઓ માટે અઘરો રહેશે કારણકે તેમાંથી કોઈ પણ પ્લેયર ટોપ-10ની સૂચિમાં આવતો નથી. તેણે ગયા વર્ષે પેસ ડેવિસ કપમાં પોતાની 43મી મેચ જીતીને સૌથી સફળ ખેલાડી બન્યો હતો. તેને ઇટાલીના નિકોલા પિટ્રેન્ગલી (42 જીત)ને પાછળ છોડ્યો હતો. ત્રીજા સ્થાને 36 જીત સાથે મેક્સ મિરની આવે છે. મિરનીએ નવેમ્બર 2018માં નિવૃત્તિ લીધી હતી.

પેસે ડેવિસ કપમાં 1990માં ડેબ્યુ કર્યું હતું
1990માં ડેવિસ કપમાં ડેબ્યુ કરનાર પેસે અત્યાર સુધીમાં કુલ 92 મેચ જીતી છે. તે 44 ડબલ્સ અને 48 સિંગલ્સ જીત્યો છે. સૌથી વધુ જીતનો રેકોર્ડ ઇટાલીના નિકોલા પિટ્રેન્ગલીના નામે છે. તેણે 78 સિંગલ્સ અને 42 ડબલ્સ એમ કુલ 120 મેચ જીતી છે.

X
લિએન્ડર પેસે ટ્વિટર પર ફોટો શેઅર કરી હતી.લિએન્ડર પેસે ટ્વિટર પર ફોટો શેઅર કરી હતી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી