ભારતે બેલ્જિયમને 2-0થી હરાવ્યું, આકાશદીપ અને મનદીપે ગોલ કર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મનદીપ સિંહ. - Divya Bhaskar
મનદીપ સિંહ.
  • ભારતે ત્રણ મેચની સીરિઝમાં 1-0ની લીડ મેળવી
  • બીજી મેચ 28 સપ્ટેમ્બરના રોજ રમાશે

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય હોકી ટીમે બેલ્જિયમ ટૂર પર જીત સાથે શરૂઆત કરી છે. ભારતે ગુરુવારે પહેલી મેચમાં બેલ્જિયમને 2-0થી હરાવ્યું હતું. આ સાથે જ ભારતે ત્રણ મેચની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બંને વચ્ચે બીજી મેચ 28 સપ્ટેમ્બરના રોજ રમાશે. ભારત માટે મનદીપ સિંહ અને આકાશદીપ સિંહે ગોલ કર્યા હતા. અનુભવી ગોલકીપર પીઆર શ્રીજેશની જગ્યાએ કૃષ્ણ બી પાઠકને મેચમાં તક આપવામાં આવી હતી. તેણે બેલ્જિયમના ઘણા સારા શોટ્સ રોક્યા હતા અને એક પણ ગોલ થવાં ન દીધો હતો.
મેચના પહેલા ક્વાર્ટરમાં એકપણ ગોલ ન કર્યા પછી ભારતને બીજા ક્વાર્ટરની પહેલી મિનિટમાં જ પેનલ્ટી કોર્નર મળ્યો હતો. જોકે ટીમ ઇન્ડિયા તેનો ફાયદો ઉઠાવી શકી ન હતી. ફર્સ્ટ હાફમાં કોઈ ગોલ થયો નહતો. ભારત માટે મનદીપે 39મી અને આકાશદીપે 54મી મિનિટે ગોલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...