તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Hours After Winning The Malaysia Masters , World No. 1 Kento Momota Meets An Accident, Driver Dies On The Spot

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મલેશિયા માસ્ટર્સ જીત્યાના કલાકો પછી વર્લ્ડ નંબર 1 કેન્ટો મોમોતાનો અકસ્માત, ડ્રાઇવરનું મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોમોતાની વાનને એક લોરીએ ટક્કર મારી, ચાર લોકો હોસ્પિટલમાં દાખલ
  • તેણે મલેશિયા માસ્ટર્સની ફાઇનલમાં વિકટર એક્સેલસનને હરાવ્યો હતો

સ્પોર્ટ્સ ડેસ્ક: વર્લ્ડ નંબર 1 બેડમિન્ટન ખેલાડી જાપાનના કેન્ટો મોમોતા સોમવારે એક કાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયો હતો. કુઆલાલંપુરમાં થયેલી ઘટનામાં ડ્રાઈવરનું મોત થયું છે. 25 વર્ષીય શટલર મલેશિયા માસ્ટર્સ જીત્યાના કલાકો પછી એરપોર્ટ જઈ રહ્યો હતો. રસ્તામાં એક લોરીએ તેની વેનને ટક્કર મારી હતી.


વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન મોમોતાએ રવિવારે મલેશિયા માસ્ટર્સની ફાઇનલમાં ડેનમાર્કના વિકટર એક્સેલસનને હરાવ્યો હતો. તેણે વિકટરને 54 મિનિટમાં 24-22, 21-11થી માત આપી હતી. તેણે ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં ભારતના પી કશ્યપ અને બીજા રાઉન્ડમાં એચએસ પ્રણોયને હરાવ્યા હતા.

વેનમાં મોમોતા અને ડ્રાઈવર સિવાય અન્ય ત્રણ લોકો પણ હતા
દુર્ઘટના સમયે મોમોતાની સાથે વેનમાં હોકઆઈ સિસ્ટમ ઓપરેટર બ્રિટનના વિલિયમ થોમસ, જાપાનના આસિસ્ટન્ટ કોચ હિરયામા યૂ અને ફિઝિયોલોજિસ્ટ મોરિમોતો અર્કીફુકી પણ હાજર હતા. બધાને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

ચારેયની હાલત સ્થિર: મલેશિયા રમત મંત્રી
મલેશિયાના રમત મંત્રી સૈયદ સિદ્દીકે હોસ્પિટલની મુલાકાત લીધા બાદ કહ્યું કે, તેમની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. ચારેયની હાલત સ્થિર છે. મલેશિયા બેડમિન્ટન એસોસિયેશનના મહાસચિવ કેની ગોહ ચી કેયોગે કહ્યું કે, મોમોતા અને તેની ટીમ ટોક્યો પરત ફરી રહી હતી. તેમણે ઇન્ડોનેશિયા માસ્ટર્સથી પોતાનું નામ પાછું ખેંચ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો