ટેનિસ / પાકિસ્તાનમાં ડેવિસકપ રમવા અંગે સરકાર નિર્ણય લઈ શકે નહીં : રમતમંત્રી

Government can't decide on Davis Cup in Pakistan: Sports Minister

  • કિરણ રિજિજુએ કહ્યું- મલ્ટિનેશન ટુર્નામેન્ટમાં અમે કશું કરી શકીએ નહીં

Divyabhaskar.com

Aug 13, 2019, 10:42 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: રમતગમત મંત્રી કિરણ રિજિજુએ કહ્યું છે કે ભારતના પાકિસ્તાનમાં ડેવિસકપ રમવા મામલે સરકાર નિર્ણય લઈ શકતી નથી. કારણકે આ દ્વિપક્ષીય સિરીઝ નથી. ભારતીય ડેવિસકપ ટીમે એશિયા-ઓસનિયા ગ્રૂપ-1ની મેચ પાકિસ્તાન સામે 14 અને 15 ડિસેમ્બરે ઈસ્લામાબાદમાં રમવાની છે. જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમના પરિવર્તનને કારણે બંને દેશમાં ટેનશન છે. ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશને આ મેચ ન્યૂટ્રલ જગ્યાએ કરાવવાની માંગણી કરી છે. પરંતુ પાક. ટેનિસ એસોસિએશને કહ્યું કે આ શક્ય નથી. રિજિજુએ કહ્યું કે જો આ દ્વિપક્ષીય સ્પર્ધા હોત તો ભારતે પાકિસ્તાન સામે રમવું જોઈએ કે નહીં એ રાજકીય નિર્ણય હોત. પણ ડેવિસકપ દ્વિપક્ષીય સ્પર્ધા નથી તેનું આયોજન ઈન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન કરે છે. ભારત ઓલમ્પિક ચાર્ટરને માને છે. આથી ભારત સરકાર કે નેશનલ એસોસિએશન આ નિર્ણય લઈ શકે નહીં કે ભારતે તેમાં ભાગ લેવો જોઈએ કે નહીં.

X
Government can't decide on Davis Cup in Pakistan: Sports Minister
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી