ફ્રેન્ચ ઓપન / ફેડરર અને નડાલ સેમિફાઇનલમાં, 8 વર્ષ પછી ટૂર્નામેન્ટમાં આમને-સામને

Federer and Nadal will face each other in the semifinals, after 8 years in the tournament

  • 2011માં બન્ને વચ્ચેના મુકાબલામાં નડાલ જીત્યો હતો, ફેડરર 6 વર્ષ પછી સેમિફાઇનલમાં રમશે 
  • નડાલ અને ફેડરર બીજી વાર આ ટૂર્નામેન્ટમાં એક બીજા સામે ટકરાશે 
  • રોજર ફેડરરે છેલ્લા 5 મુકાબલામાં નડાલને હરાવ્યો છે

divyabhaskar.com

Jun 05, 2019, 04:11 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: વર્ષના બીજા ગ્રાન્ડસ્લેમ ફ્રેન્ચ ઓપનની સેમિફાઇનલમાં સ્વિત્ઝર્લેન્ડનો રોજર ફેડરરનો મુકાબલો શુક્રવારે સ્પેનના રાફેલ નડાલ સામે થશે. બંને ખેલાડી 8 વર્ષ પછી આ ટૂર્નામેન્ટમાં એક બીજા સામે ટકરાશે. છેલ્લે 2011માં નડાલે ફેડરરને માત આપી હતી. બંને બીજી વાર જ આ ટૂર્નામેન્ટમાં એકબીજા સામે ટકરાશે. ફેડરર 6 વર્ષ પછી સેમિફાઇનલમાં પહોંચ્યો છે, જયારે સ્પેનનો નડાલ 12મી વાર સેમિફાઇનલમાં રમશે.

ફેડરરે વાવરિકાને હરાવ્યો

  • 2009ના ચેમ્પિયન ફેડરરે 2015ના વિજેતા સ્ટેન વાવરિકાને 7-6, 4-6, 7-6, 6-4થી હરાવ્યો હતો. તેણે આ મેચ 3 કલાક 35 મિનિટમાં પોતાના નામે કરી હતી. 20 ગ્રાન્ડસ્લેમ જીતી ચૂકેલા ફેડરરે આ જીત સાથે જ વાવરિકા સામે કરિયરમાં 23-3ની લીડ મેળવી લીધી છે.
  • નડાલે જાપાનના નિશિકોરીને 6-1, 6-1, 6-3થી હરાવ્યો હતો. ક્લે કોર્ટનો બાદશાહ નડાલે નિશિકોરીને સતત પાંચમી મેચમાં હરાવ્યો હતો. નડાલે એક કલાક 51 મિનિટમાં જીત મેળવી હતી. આ જીત સાથે જ ફ્રેન્ચ ઓપનમાં તેનો વ્યક્તિગત રેકોર્ડ 93-2નો થઇ ગયો છે.
  • નડાલ સામે ફેડરરનો રેકોર્ડ 15-23નો છે. ભલે આંકડા ફેડરરના પક્ષમાં ન હોય, પરંતુ છેલ્લા 5 મુકાબલાથી તે નડાલ સામે જીતતો આવ્યો છે. તાજેતરનું ફોર્મ જોતા તેનો હાથ ઉપર રહશે.
X
Federer and Nadal will face each other in the semifinals, after 8 years in the tournament
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી