ફૂટબોલ / ઈરાનમાં 40 વર્ષ જૂની પરંપરા સમાપ્ત, આવતીકાલે 3500 મહિલાઓ સ્ટેડિયમમાં મેચ જોશે

ઈરાન અને બોલિવિયાની ફ્રેન્ડલી મેચ જોતી ઈરાની મહિલાઓ. -ફાઈલ
ઈરાન અને બોલિવિયાની ફ્રેન્ડલી મેચ જોતી ઈરાની મહિલાઓ. -ફાઈલ

  • ઈરાન અને કોલંબિયા વચ્ચે ગુરુવારે ફિફા વર્લ્ડ કપ 2022નો ક્વોલિફાયર મુકાબલો રમાશે
  • ગયા મહિને છોકરાના કપડા પહેરીને મેચ જોવા આવેલી બ્લૂ ગર્લ સહર ખોડયારીએ જેલમાં જવાના ડરથી આપઘાત કર્યો હતો
  • તે પછી ઈરાન સરકારે ફૂટબોલ મેચ માટે 3500 મહિલાઓને ટિકિટ આપવાનો નિર્ણય કર્યો

Divyabhaskar.com

Oct 09, 2019, 01:07 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ઈરાનમાં 40 વર્ષથી મહિલાઓને સહિત અન્ય કોઈ પણ રમતને સ્ટેડિયમમાં જોવાની અનુમતિ નથી. જોકે આ પરંપરાનો હવે અંત આવી ગયો છે. ઈરાન સરકારે ફેડરેશન ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિયેશન (ફિફા)ના આદેશ અને ગયા મહિને બ્લૂ ગર્લના આપઘાત પછી મહિલાઓને સ્ટેડિયમમાં પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો છે. ઈરાન ફૂટબોલ ટીમ અને કોલંબિયા વચ્ચે ગુરુવારે ફિફા વર્લ્ડ કપ 2022ની ક્વોલિફાયર મેચ રમાશે. આ માટે ઈરાન સરકારે 3500 મહિલાઓને મેચ જોવાની અનુમતિ આપી છે. જોકે સ્ટેડિયમની બેઠક ક્ષમતા 1 લાખ છે.

મહિલા પત્રકારે કહ્યું- મેચ જોવાનો અનુભવ લઈશ
ઈરાનની મહિલા પત્રકાર રાહા પૂરબખ્શનો પણ આ 3500 મહિલાઓમાં સમાવેશ થાય છે, જેમેણે મેચ માટે ટિકિટ બુક કરાવી છે. તેણે કહ્યું કે, મને હજી પણ વિશ્વાસ નથી થતો કે ઈરાનમાં આવું થઇ રહ્યું છે. મેં છેલ્લા કેટલાક વર્ષોથી આના માટે કામ કર્યું છે અને દેશમાં થઇ રહેલ પ્રદર્શનને ટીવી પર નિહાળ્યા હતા. હવે હું સ્ટેડિયમમાં મેચ જોવાનો અનુભવ લઈશ.

બ્લૂ ગર્લને કોર્ટે 6 મહિનાની સજા આપી હતી
ઈરાનની 29 વર્ષીય સહર ખોડયારી ફૂટબોલ ફેન હતી. તે આ વર્ષે માર્ચમાં સહરના છોકરાઓના કપડા પહેરીને સ્ટેડિયમમાં મેચ જોવા ગઈ હતી. તે દરમિયાન તેને ગિરફ્તાર કરવામાં આવી હતી. તે પછી કોર્ટે તેને 6 મહિનાની સજા આપવામાં આવી હતી. ગયા મહિને તેણે જેલ જાવાના ડરથી પોતાને આગ લગાવીને આપઘાત કર્યો હતો. સહર એસ્ટગલલ ટીમને સપોર્ટ કરતી હતી, તે ટીમનો કલર બ્લૂ હતો. તેથી લોકો તેને બ્લૂ ગર્લ કહીને બોલાવતા હતા.

3500 ઈરાની મહિલાઓ મેચ જોવા આવશે
ફિફાએ ગયા મહિને ઈરાન સરકારને આદેશ આપ્યો હતો કે તે મહિલાઓ પરથી પ્રતિબંધ હટાવી લે. તે પછી ઈરાન ફૂટબોલ એસોસિયેશને 3500 મહિલાઓને મેચ જોવા માટે છૂટ આપી છે. તે બધી ટિકિટો તાત્કાલિક વેચાઈ ગઈ હતી.

માર્ચમાં 35 મહિલાઓને એરેસ્ટ કરવામાં આવી હતી

ગયા મહિને એક જૈનબ નામની છોકરી પણ છોકરાના કપડાં પહેરીને મેચ જોવા ગઈ હતી, તે પછી પોલીસે તેને ગિરફ્તાર કરી હતી. જૈનબનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વર્ષે માર્ચમાં મેચ જોવાનો પ્રયત્ન કરનાર 35 મહિલાઓને પણ ગિરફ્તાર કરવામાં આવી હતી.

મહિલાઓના પ્રતિબંધ અંગે લેખિતમાં કોઈ કાનૂન નથી
ઈરાનમાં મહિલાઓના સ્ટેડિયમના પ્રવેશ પ્રતિબંધ પર કોઈ લેખિત કાનૂન નથી. 1979માં ઇસ્લામિક ક્રાંતિ પછી નક્કી કરવામાં આવ્યું હતું કે મહિલાઓને કોઈ પણ રમત માટે સ્ટેડિયમમાં પ્રવેશ મળશે નહીં. 2001માં વર્લ્ડ કપ ક્વોલિફાયર મુકાબલામાં 20 ઈરાની મહિલાઓને મેચ જોવાની અનુમતિ મળી હતી. ઓકોટબરમાં લગભગ 100 મહિલાઓને બોલિવિયા વિરુદ્ધની ફ્રેન્ડલી મેચ જોવાની પરવાનગી મળી હતી.

X
ઈરાન અને બોલિવિયાની ફ્રેન્ડલી મેચ જોતી ઈરાની મહિલાઓ. -ફાઈલઈરાન અને બોલિવિયાની ફ્રેન્ડલી મેચ જોતી ઈરાની મહિલાઓ. -ફાઈલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી