તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોકોવિચે રશિયાના દાનિલ મેદવેદેવને હરાવ્યો, સર્બિયા પ્રથમ ATP કપની ફાઇનલમાં પહોંચ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જોકોવિચે મેદવેદેવને ત્રણ સેટ સુધી ચાલેલા મુકાબલામાં હરાવ્યો હતો. - Divya Bhaskar
જોકોવિચે મેદવેદેવને ત્રણ સેટ સુધી ચાલેલા મુકાબલામાં હરાવ્યો હતો.
 • વર્લ્ડ નંબર 1 જોકોવિચે મેદવેદેવને 6-1, 5-7, 6-4થી હરાવ્યો
 • સર્બિયાના લાજોવિચે રશિયાના ખાચાનોવને 7-5, 7-6 (7-1)થી માત આપી

સ્પોર્ટ્સ ડેસ્ક: સર્બિયાની ટેનિસ ટીમ પ્રથમ ATP કપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. શનિવારે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રમાયેલી મેચમાં વર્લ્ડ નંબર 1 નોવાક જોકોવિચે રશિયાના દાનિલ મેદવેદેવને 6-1, 5-7, 6-4થી હરાવ્યો હતો. ફાઇનલમાં સર્બિયાની મેચ ઓસ્ટ્રેલિયા અને સ્પેનની સેમિફાઇનલના વિજેતા સાથે થશે. ઓસ્ટ્રેલિયાની કપ્તાની એલેક્સ ડી મિનૌર અને સ્પેનની કપ્તાની રાફેલ નડાલ કરી રહ્યા છે. ફાઇનલ રવિવારે રમાશે.


સર્બિયાના લાજોવિચે રશિયાના ખાચાનોવને 7-5, 7-6 (7-1)થી માત આપી હતી. લાજોવિચ રેન્કિંગમાં 34મા સ્થાને છે, જ્યારે ખાચાનોવ 17મા ક્રમે છે.


જોકોવિચે મેચ જીત્યા પછી કહ્યું કે, "આ મેચ અસાધારણ હતી. હું થાકી ગયો હતો. મેદવેદેવ દુનિયાના ટોપ પ્લેયર્સમાંથી એક છે. તે બેસલાઇન પર પડકાર આપી રહ્યો હતો અને સર્વ પણ સારૂ કરી રહ્યો હતો. આ મેચ મહત્ત્વપૂર્ણ હતી, અઘરી હતી અને હું ખુશ છું કે તે જીતવામાં સફળ રહ્યો."

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો