દિપક પુનિયા 86 કિલોગ્રામની કેટેગરીમાં નંબર-1 રેસલર, બજરંગ 65 કિલોગ્રામની કેટેગરીમાં બીજા સ્થાને

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિપક પુનિયા. - Divya Bhaskar
દિપક પુનિયા.
  • મહિલાઓમાં વિનેશ ફોગાટ 53 કિલોગ્રામની કેટેગરીમાં બીજા સ્થાને છે
  • દિપક વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઇજાના લીધે ફાઇનલમાં રમી શક્યો ન હતો

સ્પોર્ટ્સ ડેસ્ક: વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર ભારતીય રેસલર દિપક પુનિયા 86 કિલોગ્રામ કેટેગરીમાં વર્લ્ડ નંબર 1 રેસલર બની ગયો છે. બીજી તરફ 65 કિલોગ્રામની કેટેગરીમાં બજરંગ પુનિયા બીજા સ્થાને છે. ઇન્ટરનેશનલ રેસલિંગ ફેડરેશને શુક્રવારે નવી રેન્કિંગ જાહેર કરી હતી. મહિલાઓમાં વિનેશ ફોગાટ 53 કિલોગ્રામની કેટેગરીમાં બીજા સ્થાને છે. તેને ચાર સ્થાનનો ફાયદો થયો છે. 50 કિલોગ્રામની કેટેગરીમાં સીમા બિસ્લા ત્રીજા સ્થાને છે. 59 કિલોગ્રામની કેટેગરીમાં મંજૂ કુમારી ત્રીજા અને પૂજા ઢાંઢા પાંચમા સ્થાને છે. 
દિપકે પહેલી વાર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. ઇજાના લીધે તે ફાઇનલમાં રમી શક્યો ન હતો. ઈરાનના હસન યજદાનીને ગોલ્ડ મેડલ મળ્યો હતો. 20 વર્ષીય દિપકના 82 પોઈન્ટ્સ છે. તે વર્લ્ડ ચેમ્પિયન યજદાની કરતાં ચાર પોઈન્ટ્સ વધારે છે. દિપકે એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ હતો.

બજરંગે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો
બજરંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વર્લ્ડ નંબર 1 તરીકે ગયો હતો. તે ટૂર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 25 વર્ષીય બજરંગના 36 પોઈન્ટ્સ છે. વર્લ્ડ ચેમ્પિયન રશિયાનો ગાદજહિમુરાદ પ્રથમ સ્થાને છે.

અન્ય સમાચારો પણ છે...