બોક્સિંગ વિવાદ / એમસી મેરીકોમના ટ્રાયલ વિના સિલેક્શન અંગે 19મીએ નિર્ણય

Decision on Mary Kom's selection without trial will be taken on 19th August

  • વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ટ્રાયલ ન લેવામાં આવતા નિખત ઉતર્યા વિના બહાર ફેંકાઇ, તેણે ફરિયાદ કરી હતી પરંતુ ફેડરેશને જવાબ આપ્યો નથી
  • બોક્સિંગ ફેડરેશનના મહાસચિવ જય કોહલીએ જણાવ્યું કે નિખતની ફરિયાદ બાદ 19 ઓગસ્ટે અમે બેઠક કરવાના છીએ

Divyabhaskar.com

Aug 13, 2019, 09:58 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એમસી મેરીકોમને ટ્રાયલ વિના ભારતીય ટીમમાં સ્થાન આપવાનો વિવાદ શમ્યો નથી. બોક્સિંગ ખેલાડી નિખત ઝરીનની ફરિયાદ બાદ ઇન્ડિયન ફેડરેશન 19 ઓગસ્ટે દિલ્હીમાં બેઠક કરવા જઇ રહ્યું છે. બેઠકમાં ટ્રાયલ અંગે અંતિમ નિર્ણય લેવાશે. ટ્રાયલમાં પહોંચ્યા પછી પણ નિખતને ઉતરવા દેવાઇ નહોતી. તે અંગે ખેલાડી ફેડરેશનના અધ્યક્ષ અને સચિવને ઇ-મેલ કરાયો હતો અને ટ્રાયલ કરાવવા કહ્યું હતું. જોકે, નિખતને ફેડરેશને હજુ સુધી જવાબ મોકલ્યો નથી. વર્લ્ડ ચેમ્પિયનશિપના મુકાબલા 3થી 13 ઓક્ટોબર સુધી દિલ્હીમાં થવાના છે.

બોક્સિંગ ફેડરેશનના મહાસચિવ જય કોહલીએ જણાવ્યું કે નિખતની ફરિયાદ બાદ 19 ઓગસ્ટે અમે બેઠક કરવાના છીએ. બેઠકમાં અધ્યક્ષ ઉપરાંત પરફોર્મન્સ ડાયરેક્ટર, હેડ કોચ અને પસંદગી સમિતિના ડેપ્યુટી ચેરમેન સામેલ થશે. ત્યાર બાદ 51 અને 69 બન્ને કેટેગરીમાં ટ્રાયલ અંગે નિર્ણય લેવાશે. 6 વખતની વર્લ્ડ ચેમ્પિયન મેરીકોમે મે મહિનામાં ઇન્ડિયા ઓપનમાં નિખત અને વનલાલને હરાવવાની વાત કરીને ટ્રાયલ ન આપવા કહ્યું હતું. ત્યાર બાદ ફેડરેશને મેરીકોમની વાત માની ટ્રાયલ ન કરાવવાનું નક્કી કર્યું. સમગ્ર વિવાદ અંગે ખેલ મંત્રાલયે પણ ફેડરેશન પાસે જવાબ માગ્યો છે. વર્લ્ડ ચેમ્પિયનશિપની ટ્રાયલ 6થી 8 ઓગસ્ટ દરમિયાન દિલ્હીમાં થઇ હતી. તેના પહેલા દિવસે નિખતનો મુકાબલો હતો પણ છેલ્લી ઘડીએ ટાળી દેવાયો. નિખત અને મેરીકોમ બન્ને 51 કિલો કેટેગરીમાં રમે છે.

ઓલિમ્પિક ક્વોલિફિકેશન માટે ટ્રાયલ કરાવી શકે છે
બેઠકમાં એ અંગે નિર્ણય થઇ શકે છે કે 2020 ઓલિમ્પિક માટે થનારી ક્વોલિફિકેશન ટુર્નામેન્ટથી ટ્રાયલ કરાવાય. એવામાં પદાધિકારી નિખત સાથે વાત કરીને તેને વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ફરી ટ્રાયલ ન કરાવવા તૈયાર કરી શકે છે. ઇન્ટરનેશનલ બોક્સિંગ ફેડરેશન બૅન થવાના કારણે વર્લ્ડ ચેમ્પિયનશિપ દ્વારા ખેલાડી ઓલિમ્પિક માટે ક્વોલિફાય નહીં કરે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક એસો. જાતે ક્વોલિફિકેશન ટુર્ના. યોજશે.

X
Decision on Mary Kom's selection without trial will be taken on 19th August
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી