તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Cristiano Ronaldo Turns Hotels Into Hospital For Free Coronavirus Treatment COVID 19

રોનાલ્ડોએ પોર્ટુગલની પોતાની 2 હોટેલને હોસ્પિટલમાં ફેરવી, કોરોના સંક્રમિત લોકોની નિ:શુલ્ક સારવાર કરવામાં આવશે, ડૉક્ટર્સ-નર્સને સેલેરી પણ આપશે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
રોનાલ્ડોની પોર્ટુગલમાં 2 ફોર-સ્ટાર હોટલ છે.
  • હોટેલના સ્ટાફે કંફર્મ કર્યું કે આ ન્યૂઝ ફેક છે

સ્પોર્ટ્સ ડેસ્ક: કોરોનાના વધતા જોખમ વચ્ચે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોર્ટુગલમાં પોતાની 2 હોટેલને હાલ હોસ્પિટલમાં ફેરવી છે. તેણે લિસ્બન અને ફુંચાલમાં પોતાની બંને CR7 હોટેલને હોસ્પિટલ બનાવ્યાનું સામે આવ્યું છે. મીડિયામાં ચાલતા આ ન્યૂઝ ફેક છે. હોટેલના સ્ટાફે કંફર્મ કરતા કહ્યું કે, અમને આ અંગે કોઈ જાણ નથી અને અત્યારે ચાલતા સમાચાર ખોટા છે. 


ફૂટબોલ સ્ટાર રોનાલ્ડો હાલ મેડેરા (પોર્ટુગલ)માં પોતાના ઘરમાં છે અને પોતાની માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહ્યો છે. તેની માતાની તબિયત લથડ્યા બાદ તે ઈટાલીથી ઘરે પરત આવી ગયો હતો. પોર્ટુગલમાં શનિવાર સુધી કોરોના વાઈરસના 169 કેસ નોંધાયા છે. પરંતુ તેમાંથી કોઈનું મૃત્યું થયું નથી. 35 વર્ષીય રોનાલ્ડોની ટીમના સાથે ડેનિયલ રુગાનીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જે પછી રોનાલ્ડોનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તે નેગેટિવ આવ્યો.

વાઈરસના જોખમ સામે લડતા લોકો પ્રત્યે માન છે: રોનાલ્ડો
‘વિશ્વ હાલ ઘણા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આજે હું તમારી સમક્ષ એક ફૂટબોલર તરીકે નહીં પરંતુ એક દીકરા, એક પિતા, એક માણસ તરીકે ચિંતા વ્યક્ત કરી રહ્યો છું. આ ઘણું જરૂરી છે કે WHO અને સરકારના સૂચનોનું પાલન કરવામાં આવે. આ જ એક વિકલ્પ છે જેના થકી આપણ મુશ્કેલ સમયનો સામનો કરી શકીએ. લોકોના જીવ બચાવવા તમામ કામથી વધુ જરૂરી છે. તમામ લોકો માટે દુ:ખી છું જેમણે પોતાના જીવ ગુમાવ્યા. આ જોખમ સામે લડતા લોકો પ્રત્યે માન છે.’

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો