બોક્સિંગ / બ્રિજેશ પહેલા રાઉન્ડમાં 5-0થી જીત્યો, હવે તૂર્કીના મલકાન સામે ટકરાશે

બ્રિજેશ યાદવ.
બ્રિજેશ યાદવ.

  • બ્રિજેશે 81 કિલોગ્રામ વેઈટ કેટેગરીમાં ગોઈનસ્કીને હરાવ્યો
  • અમિત પંઘાલ, કવિંદર સિંહ બિષ્ટ અને આશિષ કુમારને પહેલા રાઉન્ડમાં બાય મળી હતી

Divyabhaskar.com

Sep 11, 2019, 11:11 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતે વર્લ્ડ બોકગ્સિંગ ચેમ્પિયનશિપમાં સારી શરૂઆત કરી છે. રશિયામાં રમાઈ રહેલી ટુર્નામેન્ટમાં 81 કિ.ગ્રા. વેઈટ કેટેગરીમાં મંગળવારે બ્રિજેશ યાદવે પોલેન્ડના મેલુજ ગોઈનસ્કીને એકતરફી મુકાબલામાં 5-0થી હાર આપી હતી. જોકે, શરૂઆતની મેચમાં પોલેન્ડના ખેલાડીએ સારા પંચ લગાવ્યા, પરંતુ બ્રિજેશે સારી મૂવમેન્ટ સાથે વાપસી કરી ને વિરોધી ખેલાડી પર સતત પંચ કર્યા. થાઈલેન્ડ અને ઈન્ડિયા ઓપનમાં સિલ્વર જીતનારા બ્રિજેશના પંચથી ગોઈનસ્કીને ઈજા પણ થઈ. બ્રિજેશ હવે રાઉન્ડ-32માં તૂર્કીના બાયરમ મલકાન વિરુદ્ધ ઉતરશે . આ મુકાબલો રવિવારે થશે. ભારતના ત્રણ મુક્કેબાજ અમિત પંઘાલ (52 કિ.ગ્રા.), કવિંદર સિંહ બિષ્ટ (57 કિ.ગ્રા.) અને આશિષ કુમાર (75 કિ.ગ્રા)ને પહેલા દોરમાં બાય મળી હતી. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આ વખતે ઓલિમ્પિકમાં સામેલ આઠ કેટેગરીના મુકાબલા થઈ રહ્યા છે. પહેલી ટુર્નામેન્ટમાં 10 કેટેગરીના મુકાબલા થતા હતા. પુરુષ ખેલાડી અત્યાર સુધી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ક્યારેય ગોલ્ડ મેડલ જીતી નથી શક્યા.

પહેલીવાર ખેલાડીઓનો ડેટા તૈયાર થશે
રશિયાના બોક્સિંગ ફેડરેશને ચેમ્પિયનશિપ વખતે દરેક ખેલાડીનો ડેટા તૈયાર કરવા માટે સ્ટેટીસ્પોર્ટ સાથે કરાર કર્યો છે. આ અંતર્ગત દરેક મેચ દરમિયાન ખેલાડીઓના પ્રદર્શનની માહિતી ભેગી કરાશે. તેનાથી દરેક ખેલાડીને પોતાની રમતને સુધારવાની તક મળશે.

X
બ્રિજેશ યાદવ.બ્રિજેશ યાદવ.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી