ડીબી ઓરિજિનલ / એથલીટે અપમાનને જીદમાં બદલ્યું, 42 વર્ષની ઉંમરે રમતમાં વાપસી કરીને 16 ગોલ્ડ જીત્યા

Athlete transforms insult into success, returning to sport at 42, winning 16 gold
Athlete transforms insult into success, returning to sport at 42, winning 16 gold

  • ડીએમે ભદોહીના એથલીટ મહાદેવ પ્રજાપતિના ગળામાં મેડલ પહેરાવાની ના પાડી દીધી હતી
  • 50 વર્ષીય મહાદેવે એથલેટિક્સમાં વાપસી કરવાનું નક્કી કર્યું, જેવલિન થ્રો, લોન્ગ જમ્પ, સ્ટેપલ ચેઝ માટે ફિટનેસ પર મહેનત કરી 
  • સીનિયર ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં મહાદેવ દેશ માટે અત્યાર સુધીમાં 16 ગોલ્ડ, 16 સિલ્વર અને 7 બ્રોન્ઝ જીત્યા છે
  • મહાદેવ ક્રાઉડ ફંડિંગથી પૈસા ભેગા કરે છે અને ચેમ્પિયનશિપની તૈયારી કરે છે

Divyabhaskar.com

Jul 31, 2019, 02:44 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ઉત્તર પ્રદેશના એથલીટ મહાદેવ પ્રજાપતિ પોતાના અપમાનને સફળતામાં કઈ રીતે બદલવું તેનું સૌથી મોટું ઉદાહરણ છે. ભદોહીના મહાદેવના જીવનમાં એક એવો અવસર આવ્યો જયારે તેણે એથલેટિક્સ છોડી દીધું હતું. તે પછી 2011માં એક સમારોહ દરમિયાન ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ખેલાડીઓનું સમ્માન કરી રહ્યા હતા. પરંતુ ડીએમે મહાદેવનું સમ્માન કરવાની ના પાડી દીધી કારણકે તે એથલીટ જેવો દેખાતો ન હતો. તેણે ધોતી અને કુર્તો પહેર્યા હતા. ડીએમે ત્યાર સુધી કીધું કે એથ્લિટ તું છો કે તારો કોઈ પુત્ર? ડીએમની વાતથી મહાદેવને ખોટું લાગ્યું. તેણે 42 વર્ષની ઉંમરે વાપસી કરવાનું મન બનાવી લીધું. તે અત્યારે 50 વર્ષનો છે અને ઘણા મેડલ્સ જીતી ચૂક્યો છે.

મહાદેવ પ્રજાપતિ કહે છે કે 2011ના કાર્યક્રમ દરમિયાન ડીએમે મને મેડલ પહેરાવાની ના પાડી હતી. મેં તેમને કારણકે પૂછ્યું તો તેમણે કહ્યું કે તમે પહેલા ખેલાડી હતા હવે નથી. મેડલ તેમને જ પહેરવામાં આવશે જે વર્તમાન ખેલાડી હોય. તે પછી મેં મારી ફિટનેસ પર કામ શરૂ કર્યું. 4 જૂન 2012ના રોજ બેંગ્લુરુ ખાતે જેવલિન અને 100 મીટર રિલે રેસમાં ભાગ લઈને હું ગોલ્ડ જીત્યો હતો.

સીનિયર ઈવેન્ટ્સમાં અત્યાર સુધીમાં 16 ગોલ્ડ

મહાદેવે સીનિયર ઇન્ટરનેશનલ સ્પર્ધામાં અત્યાર સુધીમાં 16 ગોલ્ડ, 16 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. તેણે 2013માં શ્રીલંકા, 2014માં જિયા ગામા , 2015માં ઓસ્ટ્રેલિયા, 2017માં ન્યૂઝીલેન્ડ અને મલેશિયામાં જઈને ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. તેણે નેશનલ્સમાં 8 ગોલ્ડ, 6 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. આ વર્ષે 6 જુલાઈથી 11 જુલાઈ દરમિયાન તેણે માસ્ટર એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારત માટે જેવલિન થ્રોમાં ગોલ્ડ અને ટ્રિપલ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો હતો. અત્યારે તે ઓક્ટોબરમાં ઇન્ડોનેશિયામાં રમનાર એશિયન ગેમ્સમાં ભાગ લેવાની તૈયારી કરી રહ્યો છે.

તૈયારી માટે ક્રાઉડ ફંડિંગનો ઉપયોગ કરે છે
મહાદેવ ખેતી કરીને પરિવારનું ભરણપોષણ કરે છે. તે જેટલી પણ સ્પર્ધામાં ભાગ લે છે તેમાં ધનરાશિ નહીં પરંતુ ફક્ત મેડલ આપવામાં આવે છે. તેથી જ તેને વિદેશમાં રમવા માટે ક્રાઉડ ફંડિંગ કરાવી પડે છે. તેણે તાજેતરમાં સિંગાપુરમાં ઇન્ટરનેશનલ માસ્ટર એથલેટિક્સ માટે મુખ્યમંત્રી આદિત્યનાથને પત્ર લખીને મદદ માગી હતી. જોકે તેને કહેવામાં આવ્યું હતું કે સચિવાલયમાં માસ્ટર એથલીટોને મદદ કરવાનો નિયમ નથી. તેમ છતાં લોકોની મદદ લઈને તે સિંગાપુર ગયો હતો.

મહાદેવ કહે છે કે માસ્ટર ગેમમાં કોઈ પ્રાઈઝ મની હોતી નથી અને સરકાર તરફથી મદદ મળતી નથી. લોકોને મારી રમત અને મારામાં રસ હોવાથી મને ક્રાઉડ ફંડિંગ કરે છે. સિંગાપુર વિશે સાંભળીને ડીએમ રાજેન્દ્રસિંહે મને 4 જુલાઈનો રોજ 25 હજાર રૂપિયા મોકલાવ્યા હતા. જ્યારે એસપી રાજેશ યશે 12,500 રૂપિયાની મદદ કરી હતી. કુલ 60 હજારનો ખર્ચો થયો હતો. બાકીનો ખર્ચો લોકોની મદદથી પૂરો પાડ્યો હતો.

પરિવાર માટે સુરક્ષા બળની નોકરી છોડવી પડી હતી
મહાદેવે 1985માં સીઆરપીએફ જોઈન કર્યું હતું. તે દરમિયાન તેના પિતાની તબિયત બગડતા પરિવાર સંકટમાં મુકાઈ ગયું હતું. તેથી તેણે નોકરી છોડી દીધી હતી. નોકરી પહેલા તેણે 1980માં ઓલ ઇન્ડિયા સ્કૂલ બોય્સ નેશનલ્સ, 1981માં ઇન્ટર સ્ટેટ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. 1983માં ત્રિવેન્દ્રમમાં ઓલ ઇન્ડિયા યુનિવર્સીટી સ્પર્ધા અને ગ્વાલિયરમાં ઓલ ઇન્ડિયા યુનિવર્સીટી ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો.

X
Athlete transforms insult into success, returning to sport at 42, winning 16 gold
Athlete transforms insult into success, returning to sport at 42, winning 16 gold
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી