તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Archer Shivangini News Updates, On The Third Day, Arrow Shot Out Of Shivangini's Neck, Her Mother Said It Was An Accident.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રીજા દિવસે તિરંદાજ શિવાંગિનીના ગળામાંથી તીર કાઢ્યું, માતાએ કહ્યું- આ અકસ્માત હતો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિબ્રૂગઢ સાઈ સેન્ટરમાં આ દુર્ઘટના ઘટી હતી, ખેલાડીની સ્થિતિ હજુ સ્થિર. - Divya Bhaskar
દિબ્રૂગઢ સાઈ સેન્ટરમાં આ દુર્ઘટના ઘટી હતી, ખેલાડીની સ્થિતિ હજુ સ્થિર.

સ્પોર્ટ્સ ડેસ્ક: 12 વર્ષીય તિરંદાજ શિવાંગિની ગોહેનના ગળામાંથી શુક્રવારે ડૉક્ટરોએ તીર કાઢ્યું. 3.30 કલાક સુધી સર્જરી ચાલી હતી. ખેલાડીને હાલ ડૉક્ટર્સના ઓબ્ઝર્વેશન હેઠળ આઈસીયુમાં રાખવામાં આવી છે. જ્યાં તેની સ્થિતિ સ્થિર છે. દિબ્રૂગઢ સાઈ સેન્ટરમાં અભ્યાસ કરતી શિવાંગિનીને 8 જાન્યુઆરીએ ટ્રેનિંગ દરમિયાન તીર વાગ્યું હતું. ગુવાહાટીથી 450 કિ.મી. દૂર છબુઆની શિવાંગિનીના તીરને સ્થાનિક ડૉક્ટર્સ કાઢી શક્યા નહોતા તેથી ગુરુવારે તેને એરલિફ્ટ કરી દિલ્હી એમ્સ ખસેડવામાં આવી હતી. ખેલાડીની માતા જીનાએ આ ઘટનાને અકસ્માત માન્યું અને તેઓ કોઈની વિરુદ્ધ ફરિયાદ કરવાના નથી તેમ કહ્યું હતું. અગાઉ સાઈ ખેલાડીની સારવારનો તમામ ખર્ચ ઉપાડવાની જાહેરાત કરી ચૂક્યું છે.


ખેલાડીની માતા જીનાએ કહ્યું કે,'તે 3 દિવસથી સતત જાગી રહી છે, પરંતુ હવે સફળ સર્જરીથી ખુશ છે. જોકે શિવાંગિનીએ કંઈ ખાઈ શકતી નથી. ડૉક્ટરોએ કહ્યું કે તે શનિવારથી બધુ ખાઈ શકશે.' જીનાની 2 દીકરીઓ છે. શિવાંગિની પાંચમા ધોરણમાં ભણે છે. પિતા દિબ્રૂગઢમાં દુકાન ચલાવે છે. તેમણે જણાવ્યું કે, દીકરીને તીર વાગવાની ઘટના એક અકસ્માત હતો. ઘરની આસપાસ કોઈ મેદાન ના હોવાના કારણે તે સાઈ સેન્ટરે જતી હતી. તે 2.5 વર્ષથી ત્યાં જ અભ્યાસ કરી રહી છે. તેની માતા 8 જાન્યુઆરીએ દીકરીને મેદાન પર છોડી નીકળી ગઈ હતી. ત્યાં અન્ય એક ખેલાડીના માતા-પિતા હાજર હતા. દિબ્રૂગઢ સાઈ સેન્ટરના કોચ મર્સી શિમરેએ કહ્યું કે,'આસપાસ કોઈ મેદાન ના હોવાથી બહારના ખેલાડીઓને મંજૂરી આપવામાં આવી.' તેમની ડ્યૂટી ખેલો ઈન્ડિયા ગેમ્સમાં લાગી હતી. એવામાં તેમના માતા-પિતાએ પ્રેક્ટિસ માટે મંજૂરી માગી હતી. કોચએ કહ્યું કે, ખેલાડીઓના માતા-પિતાએ કહ્યું હતું કે તેઓ પ્રેક્ટિસ દરમિયાન મેદાન પર રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો