ટેનિસ / એલેક્ઝેન્ડર જ્વેરેવ સતત બીજીવાર ATP ફાઈનલ્સની સેમિફાઈનલમાં પહોંચ્યો, નડાલ બહાર

Alexander Zverev reaches semi-finals of ATP finals for the second time, Nadal out

  • જ્વેરેવે મેદવેદેવને 6-4, 7-6થી હરાવ્યો, સેમિફાઈનલમાં થિએમ સામે રમશે
  • જો જ્વેરેવ મેદવેદેવ સામે હારી જાત તો નડાલ સેમિફાઈનલમાં પ્રવેશ મેળવી શકે તેમ હતો

Divyabhaskar.com

Nov 17, 2019, 12:55 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: જર્મનીના ટેનિસ ખેલાડી એલેક્ઝેન્ડર જ્વેરેવ ATP ફાઈનલ્સની સેમિફાઈનલમાં પહોંચનાર અંતિમ ખેલાડી રહ્યો. ડિફેન્ડિંગ ચેમ્પિયન જ્વેરેવે રશિયાના ડેનિયલ મેદવેદેવને 6-4, 7-6થી હરાવ્યો. સાતમી સીડ જ્વેરેવની જીત સાથે જ વર્લ્ડ નંબર-1 રાફેલ નડાલ ટૂર્નામેન્ટમાંથી બહાર થયો હતો. જો જ્વેરેવ મેદવેદેવ સામે હારી જાત તો નડાલ સેમિફાઈનલમાં પ્રવેશ મેળવી શકે તેમ હતો. ગ્રૂપ આન્દ્રે અગાસીએ જ્વેરેવ ઉપરાંત યુનાનના સ્ટીફાનોસ સિતસિપાસ સેમિફાઈલમાં પહોંચી ચૂક્યા છે.

જ્વેરેવે સતત બીજીવાર સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. હવે તે ગ્રૂપ બ્યોર્ન બોર્ગના નંબર-1 ખેલાડી ઓસ્ટ્રિયાના ડોમિનિક થિએમથી થશે. જ્યારે એક અન્ય સેમિફાઈનલમાં આન્દ્રે અગાસી ગ્રુપના ટોચના ખેલાડી સિતસિપાસ અને બ્યોર્ન બોર્ગ ગ્રૂપના બીજા ક્રમના ખેલાડી ફેડરર ટકરાશે. સ્પેનનો નડાલ ક્યારેય આ ટૂર્નામેન્ટ જીતી શક્યો નથી. ટૂર્નામેન્ટની અંતિમ રાઉન્ડ રોબિન મેચમાં જ્વેરેવે પ્રથમ ગેમમાં ચોથી સીડ મેદવેદેવની સર્વિસ બ્રેક કરી હતી. જ્વેરેવે પ્રથમ ગેમ સરળતાથી 6-4થી જીતી. બીજી ગેમમાં મેદવેદેવના ડબલ ફૉલ્ટથી જ્વેરેવે 5-3ની લીડ મેળવી.

X
Alexander Zverev reaches semi-finals of ATP finals for the second time, Nadal out
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી