• Home
  • Sports
  • Aishwarya Pissay wins FIM World Cup, becomes first Indian to claim motorsports world title

સિદ્ધિ / ઐશ્વર્યા પિસ્સીએ ઇતિહાસ રચ્યો, મોટરસ્પોર્ટ્સમાં વર્લ્ડ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બની

Aishwarya Pissay wins FIM World Cup, becomes first Indian to claim motorsports world title

Divyabhaskar.com

Aug 13, 2019, 04:48 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ઐશ્વર્યા પિસ્સી મોટરસ્પોર્ટ્સમાં વર્લ્ડ ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય બની હતી. તે હંગેરી ખાતેના એફઆઇએમ વર્લ્ડકપમાં વિજેતા બની હતી. બેંગ્લોરની 23 વર્ષીય વર્લ્ડ ચેમ્પિયન એશ્વર્યા રવિવારે એફઆઇએમ જુનિયર કેટેગરીમાં પણ ચેમ્પિયન બનવાની નજીક આવતા બીજા સ્થાને રહી હતી.

ઐશ્વર્યા દુબઇ ખાતે પ્રથમ રાઉન્ડ જીતી હતી. તે પછીના આઉટિંગમાં તે ત્રીજા (પોર્ટુગલ), પાંચમા (સ્પેન) અને ચોથા (હંગેરી) સ્થાને રહી હતી. ફાઇનલ પોઈન્ટ્સમાં તે પોર્ટુગલની રીટા વિએરા કરતા 4 પોઇન્ટ વધુ 65 પોઈન્ટ્સ વિજેતા રહી હતી. જુનિયર કેટેગરીમાં તે 46 પોઈન્ટ્સ સાથે ચીલની ટોમ્સ ગવરડો કરતા 14 પોઇન્ટ પાછળ રહી હતી. પોડિયમ સેરેમની પછી એશ્વર્યાએ કહ્યું હતું કે, મારી પાસે હું કેવું અનુભવી રહી છું તે કહેવા માટે શબ્દો નથી. ગયા વર્ષે મારી પહેલી ઇન્ટરનેશનલ સીઝન દરમિયાન સ્પેનમાં ક્રૅશ પછી મને કરિયર સમાપ્ત થાય તેવી ઇજાનો ભય હતો. તે પછી આ રીતે કમબેક કરીને ચેમ્પિયનશિપ જીતવી, આ એક અદભુત લાગણી છે.

તેણે વધુ ઉમેરતા કહ્યું કે મારા માટે તે સમય બહુ અઘરો હતો. પરંતુ પોતાના પર વિશ્વાસ હતો, અને કમબેક કરવા માટે રેડ્ડી હતી. મેં ઇજાના 6 મહિના પછી ફરી બાઈક ચલાવવાનું શરૂ કર્યું હતું. વર્લ્ડકપ જીતવો મારા માટે બહુ મોટી ઉપલબ્ધી છે. હું ભવિષ્યમાં આના કરતા પણ સારું પ્રદર્શન કરવાનો પ્રત્યન કરીશ.

X
Aishwarya Pissay wins FIM World Cup, becomes first Indian to claim motorsports world title

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી