તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતને સતત બીજા દિવસે કોઈ મેડલ ન મળ્યો, મનુ અને હિના બહાર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક. ભારત માટે શૂટિંગ વર્લ્ડકપના શરૂઆતના બે દિવસ સારા હતા. શનિવારે, રવિવારે ગોલ્ડ જીત્યા હતા પણ પછી બંને દિવસ ભારતીય શૂટરો માટે ખાસ ન રહ્યાં. વર્લ્ડકપના ચોથા દિવસે મંગળવારે 3 ઈવેન્ટની ફાઈનલમાં ફક્ત એકમાં ભારતીય શૂટર અનીષ ભનવાલ ફાઈનલમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો. મનુ ભાકર અને હીના સિદ્ધુ ફાઈનલ માટે ક્વોલિફાઈ ન કરી શક્યા. 

 

ડો.કર્ણી સિંહ શૂટિંગ રેન્જ પર પુરુષ 25મી રેપિડ ફાર પિસ્તોલમાં અનીષ પાંચમાં ક્રમે આવ્યો. 16 વર્ષીય અનીષ આ ઈવેન્ટમાં સૌથી યુવા ફાઇનલિસ્ટ હતો. 6 ખેલાડીઓની ફાઇનલમાં અનીષ શરૂઆતની બે શ્રેણી બાદ ચોથા ક્રમે રહ્યો હતો. તેણે આગામી શ્રેણીમાં પરફેક્ટ ફાઈવ સ્કોર કર્યો અને ત્રીજા ક્રમે આવી ગયો. ચોથી શ્રેણીમાં તેનો ફક્ત એક જ શોટ નિશાને લાગ્યો. પાંચમી શ્રેણીમાં તેના ફક્ત બે શોટ નિશાને લાગ્યા અને તે 25માંથી 14 પોઇન્ટ લઈને પાંચમા ક્રમે આવી ગયો. આ અનીષનું પ્રથમ સિનિયર વર્લ્ડકપ હતું. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો