ચેમ્પિયન્સ લીગ / માન્ચેસ્ટર યુનાઇટેડ પહેલીવાર નોકઆઉટમાં 4 ગોલથી હાર્યું

Manchester United knockout out of Champions League
X
Manchester United knockout out of Champions League

  • નેધરલેન્ડની ક્લબ એજેક્સે જુવેન્ટ્સને 3-2થી હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી 
  • રોનાલ્ડો 9 વર્ષ પછી લીગની સેમિફાઇનલમાં ન રમ્યો 
  • 9મી વાર એજેક્સ યુરોપિયન કપ/ ચેમ્પિયન્સ લીગની સેમિફાઇનલમાં

Divyabhaskar.com

Apr 18, 2019, 08:28 AM IST
સ્પોર્ટસ ડેસ્ક. ચેમ્પિયન્સ લીગમાં સ્પેનની ક્લબ બાર્સેલોના અને નેધરલેન્ડની ક્લબ એજેક્સ સેમિફાઇનલમાં પહોંચી છે. ક્વાર્ટર ફાઇનલના બીજા લેગમાં બાર્સેલોનાએ માનચેસ્ટર યુનાઇટેડને 3-0થી હરાવી. બાર્સેલોનાએ બંને લેગ પછી 4-0થી જીત મેળવી હતી. યુનાઇટેડની ટીમ યુરોપિયન નોકઆઉટમાં પહેલીવાર 4 અથવા તેનાથી વધારે ગોલથી હારી. જ્યારે એજેક્સે જુવેન્ટ્સને બીજા લેગમાં 2-1થી હરાવ્યું. બંને લેગ પછી કુલ સ્કોર 3-2થી એજેક્સના પક્ષે રહ્યો. જુવેન્ટ્સ આ હારની સાથે જ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સેમિફાઇનલમાં જોવા નહીં મળે. તે 9 વર્ષ પછી લીગની સેમિફાઇનલમાં નહીં રમે. આ પહેલાં, તે રિયલ મેડ્રિડ તરફથી 2009-10માં પ્રી ક્વાર્ટર ફાઇનલમાંથી બહાર થઇ ગયો હતો.

એજેક્સ 22 વર્ષ પછી પહેલીવાર સેમિફાઇનલમાં

ઘરઆંગણે કેપનાઉ સ્ટેડિયમમાં બાર્સેલોના તરફથી લિયોનલ મેસ્સીએ ચાર મિનિટની અંદર બે ગોલ કરીને ટીમને સારી શરૂઆત અપાવી. તેમણે 16મી અને 20મી મિનિટમાં ગોલ કર્યા. એક બીજો ગોલ ફિલિપ કોટિન્હોએ 61મી મિનિટમાં કર્યો. મેસ્સીએ 2013 પછી પહેલીવાર લીગની ક્વાર્ટર ફાઇનલમાં ગોલ કર્યો. મેસ્સી 12 મેચથી ગોલ નહોતો કર્યો તેનો રેકોર્ડ પૂર્ણ કર્યો. મેસ્સીના લીગમાં 110 ગોલ થઇ ગયા છે. 
જુવેન્ટ્સના ઘરઆંગણે એજેક્સે જુવેન્ટ્સને 2-1થી હરાવ્યું. બંનેનો પહેલો લેગ 1-1થી ડ્રો રહ્યો હતો. એજેક્સ તરફતી ડોની વોન ડિ બીકે 34મી અને કેપ્ટન માથિસ ડિ લિટે 67મી મિનિટમાં ગોલ કર્યો. જુવેન્ટ્સ તરફથી એકમાત્ર ગોલ રોનાલ્ડોએ 28મી મિનિટમાં કર્યો. આ રોનાલ્ડોની લીગનો 126મો ગોલ છે. એજેક્સની ટીમ 1997 પછી પહેલી વાર ચેમ્પિયન્સ લીગની સેમિફાઇનલમાં પહોંચી. 22 વર્ષ પહેલાં તેને જુવેન્ટ્સે હરાવીને બહાર કર્યું.
3. બાર્સેલોના 4 વર્ષ પછી સેમિફાઇનલમાં આવ્યું
બાર્સેલોનાએ 2014-15 પછી પહેલીવાર સેમિફાઇનલ માટે ક્વોલિફાય કર્યું. માન્ચેસ્ટર યુનાઇટેડની ટીમ સાતમી વખત ક્વાર્ટર ફાઇનલમાં એલિમિનેટ થઇ ગઇ. કોઇ પણ અન્ય ટીમથી વધારે. આ યુનાઇટેડની કોઇ યુરોપિયન મેચમાં સૌથી મોટી હાર છે. આમ, તેને 1957-58માં યુરોપિયન કપમાં એસી મિલાને 5-2 અને 1991-91 વિનર્સ કપમાં એટલેટિકો મેડ્રિડે 4-1થી હરાવ્યું હતું. માન્ચેસ્ટર યુનાઇટેડે ઓક્ટોબર 1999 પછી પહેલીવાર સતત ચાર સામેની ટીમના ઘરઆંગણે હારી છે. યુનાઇટેડે ચેમ્પિયન્સ લીગની આ સિઝનમાં સૌથી વધારે 5 મેચ ગુમાવી. ટીમ આ પહેલાં 1996-97માં પણ 5 મેચ હારી હતી. યુનાઇટેડ 2014 પછી પહેલી વાર ક્વાર્ટર ફાઇનલ ક્વાર્ટર ફાઇનલ રમી રહ્યું છે. 
  • બાર્સેલોનાના લિયોનલ મેસ્સીએ મેચની 16મી અને 20મી મિનિટમાં ગોલ કર્યો. મેસ્સીના હાલ સુધી ચેમ્પિયન્સ લીગમાં 110 ગોલ કરી ચૂક્યો છે. 
  • 45 ગોલ થઇ ગયા મેસ્સીના બોર્સેલોના તરફથી હાલની સિઝનની 42 મેચમાં. ટોપ-5 યુરોપિયન લીગ કોઇ પણ બીજા ખેલાડી કરતાં 10 વધારે. 
  • 24 ગોલ કર્યા મેસ્સીએ કોઇ ઇંગ્લિશ ટીમની સામે રમાયેલી 32 મેચમાં. લીગમાં કોઇ પણ અન્ય ખેલાડી વધારે. 
  • 30 સતત મેચથી અજેય છે બાર્સેલોના ચેમ્પિયન્સ લીગની ઘરઆંગણે મેચમાં. ટીમનો રેકોર્ડ છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી