જિમ્નાસ્ટિક વર્લ્ડકપ / દીપા કર્માકર ક્વોલિફિકેશનમાં ત્રીજા ક્રમે, વૉલ્ટ ફાઈનલ માટે ક્વોલિફાઈ કર્યું

Divyabhaskar.com

Mar 15, 2019, 12:21 PM IST
Indian Gymnast Dipa Karmakar has qualified for Vault Finals of FIG World Cup
X
Indian Gymnast Dipa Karmakar has qualified for Vault Finals of FIG World Cup

 • ક્વોલિફિકેશનમાં દીપાનો સ્કોર 14.299નો રહ્યો
 • ટૂર્નામેન્ટમાં વૉલ્ટ સ્પર્ધાની ફાઈનલ શનિવારે યોજાશે

સ્પોર્ટ્સ ડેસ્ક. ભારતીય જિમ્નાસ્ટ દીપા કર્માકર હાલમાં ચાલી રહેલા જિમ્નાસ્ટીક વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચી ગઈ છે. તે ક્વોલિફિકેશન રાઉન્ડમાં ત્રીજા ક્રમે રહી હતી. તેણે ક્વોલિફિકેશનના પ્રથમ રાઉન્ડ ઈ-માં 8.666 અને ડી-માં 5.8, બીજા રાઉન્ડના ઈ-માં 8.533 અને ડી-માં 5.6નો સ્કોર પ્રાપ્ત કર્યો હતો. તેનો કુલ સ્કોર 14.299 રહ્યો હતો. અમેરિકાની કૈરી જેડ 14.700ના સ્કોર સાથે પ્રથમ ક્રમે અને મેક્સિકોની મોરિનો એલેક્સા 14.533નાં સ્કોર સાથે બીજા ક્રમે રહી હતી.

બેલેન્સ બીમ સ્પર્ધામાં પણ ભાગ લેશે

1.25 વર્ષીય દીપાએ સ્પર્ધામાં પ્રથમ વખત સૌથી મુશ્કેલ હેન્ડફ્રન્ટ 540 વૉલ્ટ સ્પર્ધામાં ભાગ લીધો છે. ક્વોલિફિકેશન સ્પર્ધામાં ટોપ-8માં રહેનારી જિમ્નાસ્ટ ફાઈનલમાં રમશે. હવે વૉલ્ટની ફાઈનલ શનિવારે યોજાશે. રિયો ઓલિમ્પિક 2016માં ચૌથી ક્રમે રહેનારી દીપા આજે શુક્રવારે બેલેન્સ બીમ સ્પર્ધામાં પણ ભાગ લેશે.
4 મહિના પહેલાં જીતી ચૂકી છે કાંસ્ય ચંદ્રક
2.ભારતીય જિમ્નાસ્ટિક મહાસંઘના ઉપાધ્યક્ષ રિયાજી ભાટીએ કહ્યું કે, દીપાનું પ્રદર્શન સારું છે. અમને આશા છે કે, શનિવારે યોજાનારી ફાઈનલ બાદ બાદ દીપા પોડિયમ પર પોતાનું સ્થાન બનાવી રાખશે. તેણે ઓલિમ્પિક ક્વોલિફિકેશનમાં વધુ એક ડગલું આગળ ભર્યું છે.  દીપા ગત વર્ષે નવેમ્બરમાં જર્મનીના કોટબસમાં યોજાયેલા રિધમિક જિમ્નાસ્ટિક વર્લ્ડકપમાં વોલ્ટ સ્પર્ધામાં કાંસ્ય ચંન્દ્રક જીત્યો હતો. ઘુંટણની ઈજામાંથી બહાર આવ્યા પછી આ તેની પહેલી ટૂર્નામેન્ટ હતી. 
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી