તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Chinese Grand Prix Race Formula 1 Of The History Of 1000th Race Will Be Held On 14th April

ઈતિહાસની 1000મી રેસ ચીનના શાંઘાઈ ઈન્ટરનેશનલ સર્કિટમાં યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવારે યોજાનારી રેસમાં કુલ 10 ટીમોના 20 ડ્રાઈવર ભાગ લઈ રહ્યા છે - Divya Bhaskar
રવિવારે યોજાનારી રેસમાં કુલ 10 ટીમોના 20 ડ્રાઈવર ભાગ લઈ રહ્યા છે
  • પહેલી રેસ : ત્યારે 1500 સીસીનું એન્જિન હતું, હવે ટર્બાઈન જેવા પાવરવાળું 
  • 69 વર્ષમાં 999 ફોર્મ્યૂલા-1 રેસ યોજાઈ છે, 105 ડ્રાઈવરો જીત્યા
  • ફરારીનો માઈકલ શુમાકર સૌથી વધારે 91 વખત જીત્યો 
સ્પોર્ટસ ડેસ્ક. ચીનના શાંઘાઈ ઈન્ટરનેશનલ સર્કિટ પર રવિવારે ચાઈનીઝ ગ્રાન્ડ પ્રિક્સ ફોર્મ્યુલા-1 રેસ યોજાશે. આમાં કુલ 10 ટીમોના 20 ડ્રાઈવર ભાગ લઈ રહ્યા છે. આમાં લુઈસ હેમિલ્ટન અને સબેસ્ટિયન વેટલનો પણ સમાવેશ થાય છે. પરંતુ આ બધી વાતોથી મહત્વની વાત એ છે કે ચાઈનીઝ ગ્રાન્ડ પિક્સ એટલા માટે મહત્વની છે, કારણ કે આ ફોર્મ્યૂલા-1ના ઈતિહાસની 1000મી રેસ હશે. એફ-1ના 69 વર્ષના ઈતિહાસમાં હાલ સુધી 999 રેસ યોજાઈ ચૂકી છે.

1) ચાઈનીઝ ગ્રાન્ડ પ્રિક્સ રેસ ફોર્મ્યૂલા-1 રવિવારે યોજાશે

1920માં યુરોપિયન ગ્રાન્ડ પ્રિક્સમાંથી એફ-1નો કોન્સેપ્ટ ઉદભવ્યો. પહેલીવાર 1946માં ફોર્મ્યૂલા-1 શબ્દ સામે આવ્યો. કમીશન સ્પોર્ટિવ ઈન્ટરનેશનલ (સીએસઆઈ)એ પ્રીમિયર સિંગલ સીટર રેસિંગ કેટેગરીની રીતે તેની પરિભાષા આપી. આ રીતે ઓછી તાકાતવાળી કારની રેસિંગને ફોર્મ્યૂલા-2 અને ફોર્મ્યૂલા-3માં વહેંચવામાં આવી. 1950માં બ્રિટિશ ગ્રાન્ડ પ્રિક્સની સાથે પહેલીવાર ફોર્મ્યૂલા-1 રેસનું આયોજન પણ કરવામાં આવ્યું. 

અમેરિકાના જોની પર્સંસે રેસ જીતી. ત્યારથી હાલ સુધી 23 દેશના 105 ડ્રાઈવર ક્યારેકને ક્યારેક એફ-1 રેસ જીતી ચૂક્યા છે. કેટલાંય ડ્રાઈવરે એક વખત, તો  કેટલાંક ડ્રાઈવરે એકથી વધારે વખત રેસ જીતી. અમેરિકાના ચેમ્પિયન એફ-1 રેસર માઈકલ શુમાકરે સૌથી વધારે 91 વખત રેસ જીતી. 

ચાઈનીઝ ગ્રાન્ડ પ્રિક્સ 2004થી યોજાઈ રહી છે. સૌથી વધારે વખત જીતનારા ડ્રાઈવર લુઈસ હેમિલ્ટન(5) અને સૌથી વધારે જીતનારી ટીમ મર્સિડીઝ(5) છે. સર્કિટ 5.4 કિમી લાંબી છે અને રેસનું અંતર 305 કિમી છે. 56 લેપની રેસ યોજાય છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન સબેસ્ટિયન વેટલ છે. 

સૌથી પહેલી રેસ જુન 1950માં યોજાઈ હતી. ત્યારે નાવડીના આકાર જેવી દેખાતી સિંગલ સીટર કાર રેસમાં દોડતી હતી, જેનું એન્જિન 1500 સીસીની નજીક હોય છે. હવે જે કાર રેસમાં ઉતરે છે, તેમાં ટર્બોચાર્જ એન્જિન હોય છે- એટલે ટર્બાઈન જેવી તાકાતવાળું એન્જિન. 2000 મિમીનું વ્હિલબેસ હવે 3500 મિમી સુધીનું થયું છે. ત્યારે 12 પિટસન અને 6 સિલિન્ડર વાળાં એન્જિનનો ઉપયોગ થતો હતો. હવે વી-6 એન્જિન આવી ગયું છે, જેને સૌથી કોમ્પેક્ટ એન્જિન માનવામાં આવી રહ્યું છે. ત્યારે સિંગલ પ્લેટ ક્લચનો ઉપયોગ થાય છે, જેના કારણે તે કારના એન્જિન જલ્દી ખરાબ થવાની સંભાવના રહે છે. હવે કારમાં મલ્ટી પ્લેટ ક્લચનો ઉપયોગ થાય છે. 

ફેરારી એફ-1ના ઈતિહાસની સૌથી સફળ ટીમ રહી છે. ટીમે 235 વખત રેસ જીતી છે. આનું કારણ શુમાકર રહ્યા, જે 1996 થી 2006 સુધી ફેરારી સાથે જોડાયેલા રહ્યા હતા. 2015થી વેટલ પણ ફેરારીની ટીમમાં છે. 182 જીતની સાથે મેક્લારેન ટીમ બીજા નંબરે અને 114 જીતની સાથે વિલિયમ્સ ત્રીજા ક્રમે છે. મર્સિડીઝને 89, રેડબુલને 59 જીત મળી છે. 

માઈકલ શૂમાકરે સૌથી વધારે 91 વખત રેસ જીતી છે. બીજા ક્રમે લૂઈસ હેમિલ્ટન (74) અને ત્રીજા ક્રમે સબેસ્ટિયન વેટલ (52) છે. આ સિવાય એલેન પ્રોસ્ટ (51)એ પણ 50થી વધુ જીત મેળવી છે. જ્યારે 31 ડ્રાઈવર એવા છે. જેમણે માત્ર એક વખત ગ્રાન્ડ પ્રિક્સ જીતી છે. 33 રેસર્સ એવા છે, જેમણે 10 અથવા તેનાથી વધારે જીત મેળવી છે. ફર્નાન્ડો અલોન્સોએ 32 વખત રેસ જીતી છે. 

39 અલગ-અલગ દેશોના ડ્રાઈવર એફ-1માં ભાગ લઈ ચૂક્યા છે. સૌથી વધારે 163 ડ્રાઈવર બ્રિટનના છે. અમેરિકા(158) આ મામલે બીજા અને ઈટાલી (99)ત્રીજા ક્રમે છે. ભારતના 2 રેસર એફ-1 સુધી પહોચ્યા છે. નારાયણ કાર્તિકેયન અને કરુણ ચંદોક. કાર્તિકેયન 2005માં ભારતનો પહેલો એફ-1 રેસર બન્યો હતો. કુલ 34 દેશ ક્યારેકને ક્યારેક એફ-1 રેસ હોસ્ટ કરી ચૂક્યા છે.