ગોલ્ફ / ટાઇગર વુડ્સ છઠ્ઠા ક્રમે પહોંચ્યો, 5 વર્ષ પછી ટોપ-10માં જગ્યા બનાવી

Divyabhaskar.com

Apr 16, 2019, 04:11 PM IST
American golfer Tiger Woods is ranked sixth in the world rankings

સ્પોર્ટસ ડેસ્ક.અમેરિકાનો ટાઇગર વુડ્સ વર્લ્ડ ગોલ્ફ રેન્કિંગમાં છઠ્ઠા નંબરે પહોંચી ગયો છે. વુડ્સે રવિવારે અગસ્તા માસ્ટર્સનું ટાઇટલ જીત્યું હતું. આ તેમનું 15મું મેજર ટાઇટલ હતું. આ તેમનું 2008 પછી પહેલું મેજર ટાઇટલ છે. આ ટાઇટલ જીતવાથી વુડ્સે રેન્કિંગમાં 6 ક્રમનો કુદકો માર્યો છે. તે 5 વર્ષ પછી રેન્કિંગમાં ટોપ-10માં પહોંચ્યો.

43 વર્ષ પછી વુડ્સે એક શોટના અંતરથી પાંચમી વાર અગસ્તા માસ્ટર્સ જીતી હતી. હવે વુડ્સનો ગોલ રેન્કિંગમાં ટોપ પર પહોંચવાનો છે. તે 1997થી 2014ની વચ્ચે રેકોર્ડ 683 અઠવાડિયા સુધી પહેલાં ક્રમે રહ્યો હતો. વુડ્સ નવેમ્બર 2017માં ટોપ-1000 ખેલાડીઓમાંથી બહાર થયો હતો. તેમની કમરની ચાર વખત સર્જરી થઇ હતી. વુડ્સ સૌથી વધારે મેજર ટાઇટલ જીતવાની બાબતમાં બીજા ક્રમે છે.

ટોપ-10 ગોલ્ફર

ડસ્ટિન જોનસન- અમેરિક
જસ્ટિન રોસ - ઇંગ્લેન્ડ
બ્રુક્સ કોએપકા - અમેરિકા
રોરી મેક્લરોય - આયરલેન્ડ
જસ્ટિન થોમસ - અમેરિકા
ટાઇગર વુડ્સ - અમેરિકા
ફ્રાંસેસ્કો મોલિનારી - ઇટાલી
ડી બ્રાયસન - અમેરિકા
જેન્ડર શોફેલ - અમેરિકા
રિકી ફોલર - અમેરિકા

X
American golfer Tiger Woods is ranked sixth in the world rankings
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી