12મો સેઈલિંગ વર્લ્ડ કપ / ફ્રાન્સમાં યોજાશે સેઈલિંગ વર્લ્ડ કપ સિરીઝ, 59 દેશના 700 સેઈલર ભાગ લેશે

12th Seiling World Cup is being held in France
X
12th Seiling World Cup is being held in France

  • 2008માં પહેલી સિઝન શરૂ થઇ હતી
  • રિયો ઓલિમ્પિકના 30માંથી 28 મેડાલિસ્ટ વર્લ્ડ આ સીરિઝના જ હતાં 
  • ઓલિમ્પિક પછી સેઈલિંગની દુનિયાની બીજી મોટી ઇવેન્ટ 
  • પહેલા દિવસની ઈવેન્ટમાં ન્યૂઝીલેન્ડની ટીમને લીડ મળી હતી

Divyabhaskar.com

Apr 17, 2019, 12:22 PM IST
સ્પોર્ટસ ડેસ્ક. ફ્રાન્સના માર્સેલમાં 12મા સેઈલિંગ વર્લ્ડ કપ સિરીઝની શરૂઆત થઇ ચૂકી છે. આ ઓલિમ્પિક પછી સેઈલિંગની દુનિયાની બીજી મોટી ઇવેન્ટ છે. 2008થી દર વર્ષે યોજાતા આ વર્લ્ડ કપ સિરીઝમાં આ વખતે 89 દેશના 700 સેલર ભાગ લઇ રહ્યા છે. 12 સિઝનમાં કુલ 75 દેશના 2000થી વધારે સેલર હાલ સુધી રમ્યા છે.

4 અલગ-અલગ પ્રકારની બોટ હોય છે

2016માં યોજાયેલા રિયો ઓલિમ્પિકમાં મેડલ જીતનાર 30માંથી 28 સેલર તે જ હતા, તેમણે આ પહેલાંના વર્લ્ડ કપ સિરીઝમાં મેડલ જીત્યા હતા. વર્લ્ડ કપમાં કુલ 8 પ્રકારની ઇવેન્ટ થવાની છે - 470, 49-ઇઆર, 49-ઇઆર એફએક્સ, ફિન, લેજર, લેજર રેડિકલ, નાક્રા-17, આરએસએક્સ. આ તમામ ઇવેન્ટ બોટની બનાવટ અને અંતરના આધારે એક-બીજાથી અલગ-અલગ હોય છે.
  • મોનોહલ : આ બોટમાં માત્ર એક હલેસું હોય છે. તે ઉંડા પાણીમાં ચલાવવામાં ઉપયોગી હોય છે. 
  • મલ્ટીહલ : આ બોટમાં એકથી વધારે હલેસાં હોય છે. જે એક-બીજા સાથે જોડાયેલાં હોય છે. 
  • વિન્ડસર્ફર : ઝડપી હવા, ઝડપી વહેણ‌‌વાળા પાણીમાં ઉપયોગ કરાતી બોટ. સર્ફિંગ માટે ઉપયોગ થાય છે. 
  • કાઇટ બોર્ડર : સ્નોબોર્ડિંગની જેમ જ પાણી પર બોર્ડિંગ માટે કાઇટ બોર્ડરનો ઉપયોગ થાય છે.
3. ઇટાલીના તીતા અને બાંતીએ ગત વર્ષે રેસ જીતી હતી
ગત વર્ષે ઇટાલીના સેલર તીતા અને બાંતીએ સેઈલિંગ વર્લ્ડ સુપર સિરીઝનું ટાઇટલ જીત્યું હતું. આ પછી તેમણે યુરોપિયન ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ જીત્યો. જોકે હાલમાં ટ્રોફિયો સેઈલિંગ કોમ્પિટીશનમાં તેમને હાર મળી, જે પછી તેમ નબળી બની. આ વર્ષે રેસમાં ન્યૂઝીલેન્ડની ટીમ આગળ ચાલી રહી છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી